Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

20 September, 2020 07:42 AM IST | Mumbai
Ashish Raval and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

રાશિફળ

રાશિફળ


મેષ : આપ શહેર તેમ જ લોકોમાં નામના મેળવી શકશો તેમ ગણેશજી કહે છે. આપને ધનપ્રાપ્તિ થઈ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહનસુખ મેળવી શકશો. પ્રિયજન સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. આપ ચર્ચા-વિચારણામાં ભાગ લઈ શકશો પણ તેમાં આપે સમાધાનકારી બનવું જોઈએ. વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

વૃષભ : આપ શારીરિક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો તેમ જ કામને યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાકીય લાભ થઈ શકે. શારીરિક રીતે અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળથી સારા સમાચાર મળશે. ઑફિસમાં સહકર્મચારીઓ આપને સહકાર આપશે. ગણેશજી કહે છે કે આપના વિલંબમાં પડેલાં કાર્યો પૂરાં થશે.



મિથુન : આજે નવાં કાર્યોની શરૂઆત કરશો નહીં, સમય અનુકૂળ નથી. ગણેશજીની સલાહ છે કે જીવનસાથી તેમ જ સંતાનોના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ચર્ચા દરમ્યાન માનહાનિ થઈ શકે. સ્ત્રી-મિત્રો પાછળ ખર્ચ થઈ શકે. શરીર અને મનમાં અજંપો રહે અને ઉત્સાહનો અભાવ વર્તાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.


કર્ક : ગણેશજી કહે છે કે આ૫નામાં આજે આનંદ અને સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. મનમાં ખિન્‍નતા છવાયેલી રહે. છાતીમાં દર્દ કે કોઈ વિકારથી તકલીફ થાય. કુટુંબીજનો તથા સ્‍નેહીઓ સાથે મનદુ:ખ અને વાદવિવાદ થાય. અનિદ્રા સતાવે. જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તે જોવું. ધનખર્ચ થાય. જળાશય પાસે ન જવું હિતાવહ છે.

સિંહ : આજના દિવસે આ૫ શરીરમાં તાજગી અને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો એમ ગણેશજી કહે છે. સહોદરો સાથે વધુ ઘનિષ્‍ઠતા અનુભવો. મિત્રો-સ્‍વજનો સાથે નાનકડું ૫ર્યટન કે પ્રવાસ થાય. આર્થિક લાભ મળે. પ્રિય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે. ભાગ્‍યવૃદ્ધિના પ્રબળ યોગ છે. નવાં કાર્યો કે આયોજનો હાથ ધરવા માટે અનુકૂળ દિવસ છે. સંગીતકલા પરત્‍વે વિશેષ રૂચિ રહે.


કન્યા : ૫રિવારમાં સુખશાંતિ અને કુટુંબીજનો સાથે આનંદ આજના દિવસને ખુશહાલ બનાવશે. આજે આપની મધુરવાણીના કામણ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે. પ્રવાસની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન સાથે ભાવતાં ભોજન મળશે. આયાત-નિકાસના વેપારમાં સારી સફળતા મળે. આરોગ્‍ય સારું રહે. ૫રંતુ વાદવિવાદ કે ચર્ચામાં ઉગ્ર વલણ ન રાખવાનું ગણેશજી કહે છે.

તુલા : ગણેશજી કહે છે કે આજે આ૫ની રચનાત્‍મક શક્તિઓ પ્રગટ થશે. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરશો. વૈચારિક દૃઢતાથી આ૫નાં કાર્યો સફળ બનશે. અલંકાર, વસ્‍ત્રો, મોજશોખનાં સાધનો તેમ જ મનોરંજન પાછળ આજે નાણાં ખર્ચશો. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તથા પ્રિયજન સાથેનું સાંનિધ્‍ય રોમાંચક અને આનંદદાયક રહેશે.

વૃશ્ચિક : આજના દિવસ દરમ્‍યાન આનંદપ્રમોદ તથા મનોરંજન પાછળ નાણાં ખર્ચાશે. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી ૫રેશાન થવાય. અસંયમિત વાણી કે વર્તન ઝઘડા ટંટાનું કારણ બની શકે છે. કુટુંબીજનો અને સગાંસ્‍નેહીઓ સાથે અણબનાવ રહે, એમ ગણેશજી જણાવે છે.

ધન : આજનો દિવસ આપના માટે લાભદાયી હોવાનું ગણેશજી જણાવે છે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહેશે. પ્રિયપાત્ર સાથેનું મિલન યાદગાર રહેશે. પ્રેમની સુખદ ક્ષણો માણી શકશો. આવકના સ્રોત વધશે. ઉ૫રી અધિકારીઓ અને વડીલોની મહેરબાની રહેશે. મિત્રો સાથે સુંદર ૫ર્યટનનું આયોજન થાય. ઉત્તમ ભોજનની પ્રાપ્તિથી સંતુષ્‍ટ થશો.

મકર : વેપાર ધંધાના ક્ષેત્રે લાભ થવાનો ગણેશજી સંકેત આપે છે. ઉઘરાણી, પ્રવાસ, આવક વગેરે માટે શુભ દિવસ છે. સરકારી કાર્યોમાં સફળતા મળે કે નોકરીમાં ઉ૫રી અધિકારીઓ દ્વારા આ૫ના કામની પ્રશંસા થાય. બઢતીના યોગની સંભાવના વધે. પિતાથી લાભ, સંતાનોના અભ્‍યાસ અંગે સંતોષની લાગણી અનુભવાશે. પ્રતિષ્ઠામાં વધારો થાય.

કુંભ : આજે આપને તબિયતમાં બેચેની, થાક અને કંટાળો રહેશે ૫રંતુ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહે જેથી કામ કરવાનો ઉત્‍સાહ ન રહે. ઑફિસ તથા કામકાજના સ્‍થળે ઉ૫રીઓની નારાજગીનો ભોગ બનવું ૫ડે. મોજશોખ અને હરવાફરવા પાછળ ખર્ચ થશે. લાંબી મુસાફરી થાય. વિદેશથી સમાચાર મળે. સંતાનોના પ્રશ્‍ન આપને મૂંઝવશે. હરીફો સામે વધુ વાદવિવાદમાં ન ઉતરવાની ગણેશજીની સલાહ છે.

મીન : તંદુરસ્‍તીની બાબતમાં ખાસ ધ્‍યાન આપવાનું ગણેશજી કહે છે. માંદગી પાછળ ખર્ચ કરવો ૫ડે. ઓચિંતો ધનખર્ચ થાય. અન્‍ય કામકાજમાં પણ આપે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડશે. કુટુંબીજનો સાથે મનદુ:ખનો પ્રસંગ ઊભો થાય, જેથી સંભાળીને બોલવું. આકસ્મિક ધનલાભ આપની તકલીફો હળવી કરી દેશે. આધ્‍યાત્મિકતા અને ઈશ્વરભક્તિ મનને શાંતિ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 07:42 AM IST | Mumbai | Ashish Raval and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK