લગ્નની મોસમમાં ડિઝાઈનર આઉટફિટ સાથે ટ્રાય કરો સ્ટાઇલિશ અને ટ્રેન્ડી બેગ્સ

Jan 20, 2019, 16:36 IST

તમારા વેડિંગ આઉટફિટ સ્ટાઈલિશ પર્સ વગર અધુરા છે. આ વર્ષે નવા ડિઝાઈનર બેગ્સ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે. જેને બોલીવુડ હીરોઈન્સ પણ કેરી કરી રહી છે.

લગ્નની મોસમમાં ડિઝાઈનર આઉટફિટ સાથે ટ્રાય કરો સ્ટાઇલિશ અને ટ્રેન્ડી બેગ્સ
આ વેડિંગ સીઝન આઉટફિટ સાથે લાવો મેચિંગ બેગ્સ

વેડિંગ સીઝનમાં તમે પણ તમારી ફેવરિટ સ્ટારની જેમ ખૂબસુરત દેખાવા માંગશો. તો અમે તમને જણાવી દઈએ કે તેમનો લુક માત્ર આઉટફિટથી જ પુરો નથી થતો પણ તેની સાથે હેન્ડ બેડ, સેન્ડલ, મેકઅપ અને હેર સ્ટાઈલ પણ હોય છે. જો તમે પ્રસંગ માટે તમારા આઉટફીટ નક્કી કરી લીધા છે તો અમે જણાવીશું કે આ વર્ષે કેવા વેડિંગ ક્લચ ટ્રેન્ડ કરી રહ્યા છે.

ગોલ્ડન એન્ડ સિલ્વર પોટલી

wedding outfit style

ટ્રેડિશનલ લૂક માટે સાડી કે પછી ઈંડો વેસ્ટર્ન વેડિંગ આઉટફિટની સાથે તમે સિલ્વરની કોઈ પણ રંગની પોટલી લઈને જઈ શકો છો. આ પોટલી બેગ્સ ખૂબ જ સ્ટાઈટલિશ લાગે છે. અને તેને લઈને જ્યારે તમે કોઈ પાર્ટીમાં જાવ છો તો તમારા લુકની સાથે ઈમ્પ્રેશન પણ વધી જાય છે.

ક્લચ સ્ટાઈલ નાનું હેન્ડબેગ

jaquelin in handbeg

દરેક યુવતીના વૉર્ડરોબમાં એક નાનું ક્લચ અને સ્ટાઈલિશ હેન્ડબેગ તો હોવું જ જોઈએ. જે તમારા કોઈ પણ આઉટફિટ સાથે સરળતાથી મેચ થઈ જાય છે અને તેને તમે કોઈ પણ વેસ્ટર્ન આઉટફિટ સાથે સરળતાથી કેરી કરી શકો છો.

મિની પર્સ

shilpa shetty outfit

શિલ્પા શેટ્ટીની જેમ તમે પણ વેડિંગ પાર્ટીમાં ઈંડિયન કે વેસ્ટર્ન આઉટફિટ સાથે આ પ્રકારના મિની પર્સ કેરી કરી શકો છો. તેમને કેરી કરવા સરળ હોય છે પરંતુ તે ખુબ જ સ્ટાઈલિશ અને અલગ લાગે છે. આ પર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે તેને કોઈ પણ આઉટફિટ સાથે કેરી કરશો પરંતુ તે બધાનું ધ્યાન આકર્ષિત કરશે.

સ્લિંગ બેગ્સ

jahanvi with hangbeg

સ્લિંગ બેગ્સ કરતા સારું કાંઈ પણ નથી. તમે ચાહે લહેંગો પહેરો, સાડી પહેરો કે સૂટ તમે જ્યારે તેની સાથે સ્લિંગ બેગ કેરી કરો છો તો તમારા હાથ પણ ફ્રી રહે છે અને તમને આઉટફિટની સાથે હેન્ડબેગ વાળો લુક પણ મળે છે..

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK