Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Samsung ફોલ્ડ સપ્ટેમ્બરના કરશે રી-લોન્ચ, આવા હશે ફિચર્સ

Samsung ફોલ્ડ સપ્ટેમ્બરના કરશે રી-લોન્ચ, આવા હશે ફિચર્સ

28 July, 2019 11:20 PM IST | Mumbai

Samsung ફોલ્ડ સપ્ટેમ્બરના કરશે રી-લોન્ચ, આવા હશે ફિચર્સ

Samsung ફોલ્ડ સપ્ટેમ્બરના કરશે રી-લોન્ચ, આવા હશે ફિચર્સ


Mumbai : સ્માર્ટ ફોનની દુનિયામાં મોટી કંપની ગણાતી Samsung અનેક તકલીફો બાદ હવે જાહેર કર્યું છે કે તે પોતાનો ફોલ્ડીંગ ફોન ચાલુ વર્ષે સપ્ટેમ્બરનામાં લોન્ચ કરશે. સેમસંગે ફોલ્ડની ડિઝાઇનમાં મોડીફિકેશન કર્યા બાદ હવે તેને ફરીથી સપ્ટેમ્બર 2019માં લોન્ચ કરવાની સંપુર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ અંગે કંપનીએ જાહેરાત પણ કરવામાં આવી છે. સેમસંગે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'હિંજ ક્ષેત્રના ઉપરી અને નીચલા હિસ્સાને નવા ઉમેરવામાં આવેલા સુરક્ષા કેપની સાથે મજબૂત કરવામાં આવ્યો છે.'

આ પહેલા ફોલ્ડીંગ ફોન 26 એપ્રિલને લોન્ચ થયો હતો
જોકે વર્ષ 2019ની શરૂઆતમાં જ ફ્યૂચર સ્માર્ટફોન ટેક્નોલોજી તરફ આગળ વધતાં સેમસંગે પહેલાં ફોલ્ડેબલ ડિવાઇસની જાહેરાત કરી હતી. તેને 26 એપ્રિલના રોજ રિલીઝ કરવાનો હતો, પરંતુ એક્સપર્ટને જાણવા મળ્યું કે વળી જનાર સ્ક્રીનમાં કેટલીક ખામીઓ છે. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો છે.

512 GB સ્ટોરેજ સાથે આવશે સ્માર્ટફોન
કંપનીએ એ પણ કહ્યું છે કે તે સપ્ટેમ્બરથી સિલેક્ટેડ બજારોમાં ગ્રાહકોને ગેલેક્સી ફોલ્ડ ઉપલબ્ધ કરાવવા માટે અંતિમ ઉત્પાદ પરીક્ષણ કરી રહી છે. આ પ્રીમિયમ સ્માર્ટફોન 7એનએમ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 855 ઓક્ટા-કોર ચિપસેટની સાથે બનાવવામાં આવ્યો છે. તેમાં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે.

આ પણ જુઓ : મમતા આચાર્યઃ આ ગુજરાતી ડિમ્પલ ગર્લ ટિકટોક પર છે સુપરહિટ

ફોનમાં કુલ 4 કેમેરા
તેમાં 16-12-12 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ સાથે જ તેમાં સેલ્ફી કેમેરા 10 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી ફોલ્ડ પર કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઇફાઇ, જીપીએસ અને યૂએસબી ટાઇપ-સી સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 11:20 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK