ભૂલથી પણ તમારા ભાઇનાં કાંડે ન બાંધશો આવી રાખડી, માનવામાં આવે છે અશુભ

Updated: 2nd August, 2020 21:03 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

ક્યારેક-ક્યારેક અજાણતાં જ એવી રાખડીઓ લઈ લેતાં હોઇએ છીએ જે શુભ માનવામાં નથી આવતી, એટલે રાખડી પસંદગી ખૂબ જ ધ્યાનથી અને સાવચેતીથી કરવી જોઇએ.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

3 ઑગસ્ટના શ્રાવણ મહિનાની પૂનમના રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. ભાઇના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના માટે બહેન પોતાના ભાઇના કાંડે રાખડી બાંધે છે. જો કે ક્યારેક-ક્યારેક અજાણતાં જ એવી રાખડીઓ લઈ લેતાં હોઇએ છીએ જે શુભ માનવામાં નથી આવતી, એટલે રાખડી પસંદગી ખૂબ જ ધ્યાનથી અને સાવચેતીથી કરવી જોઇએ.

હાલના સમયમાં માર્કેટમાં જુદાં-જુદાં પ્રકારની રાખડીઓ મળે છે. ખાસ કરીને ચીનથી આવતી રાખડીઓ જોવામાં સુંદર તો લાગે છે પણ આ ભારતીય સભ્યતા પ્રમાણે બનતી નથી. રક્ષાબંધનના દિવસે ખાસ પ્રકારની રાખડી બાંધવાથી સાચવવું જોઇએ.

જાણ્યે અજાણ્યે માર્કેટમાંથી રાખડીઓ લાવતી વખતે તૂટી જાય છે અને આપણે ફરી તે જોડીને સરખી કરી લઇએ છીએ અને પછી તે બાંધી દેતા હોઇએ છીએ ત્યારે જો કોઇ રાખડી ખંડિત હોય તો તેનો ઉપયોગ ભાઇના કાંડે ન કરવો જોઇએ.

ચીનથી આવનારી પ્લાસ્ટિકની રાખડીઓનો ઉપયોગ ન કરવો કારણકે પ્લાસ્ટિકને કેતુ પદાર્થ માનવામાં આવે છે અને આ અપયશને વધારે છે. તેથી રક્ષાબંધનના દિવસે પ્લાસ્ટિકની રાખડી બાંધવાથી બચવું. બજારમાં અનેક પ્રકારની ડિઝાઇનર રાખડીઓ આવી રહી છે જે ભારતીય સભ્યતા પ્રમાણે યોગ્ય રીતે બનાવવામાં આવતી નથી તેના પ્રયોગથી બચવું.

રાખડીમાં કોઇપણ ધારદાર વસ્તુઓ ન હોવી જોઇએ કે ન તો તેમાં કોઇપણ હથિયાર બનેલા હોવા જોઇએ. ઘણી રાખડીઓમાં ભગવાનના ચિત્રો બનેલા હોય છે. આવી રાખડીઓ શુભ માનવામાં નથી આવતી. બહેનોએ આવી રાખડીઓની ખરીદી ન કરવી જોઇએ. બહેન પ્રયત્ન કરે કે રેશમી દોરાથી, કે સૂતરથી બનેલી રાખડીનો ઉપયોગ કરે. આવી રાખડીઓ બાંધવાતી ભાઇઓના યશમાં વધારો થાય છે.

ભલે તમે કપાસ કે સૂતરના દોરાનો ઉપયોગ કરીને જ રાખડી બાંધો તો ચાલશે પણ રાખડીમાં પ્લાસ્ટિક ન હોય તેનો ખ્યાલ રાખવો. ઘણી રાખડીઓમાં લોખડનું વર્ક કરવામાં આવેલું હોય છે તો આવી રાખડીઓના ઉપયોગથી પણ બચવું.

First Published: 2nd August, 2020 12:04 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK