લો બોલો, હવે રોબોટ શીખવશે કે બાળકોને કેવી રીતે સાચવવા !!!

Published: Jun 23, 2019, 18:02 IST

વૈજ્ઞાનિકોએ એક એવો રોબોટ બનાવ્યો છે જે હવે કિશોરાવસ્થામાં માતા બનતી છોકરીઓને પેરેન્ટિંગની રીતો જણાવશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બદલાતા સમયમાં હવે કેટલાય દેશોમાં કિશોરાવસ્થામાં છોકરીઓ માતા બની જાય છે. તેનાથી જન્મેલા બાળક સાથે પેરેન્ટિંગની સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ છે. તેને જોતાં જ ઘણાં દેશો સતત શોધખોળ કરી રહ્યા છે. કેટલાક દેશોએ આ બાબતે કેટલીક ટેક્નિક્સ વિકસાવી છે. દક્ષિણ અમેરિકામાં મહાદ્વિપમાં આવેલા કોલંબિયામાં કિશોરાવસ્થામાં માતા બનવાની તકલીફ સૌથી વધારે વધી ગઈ છે. તેનાથી લડવા માટે ત્યાંના પ્રશાસને એવા બેબી રોબોટ બનાવ્યા છે જેનાથી કિશોરવયના બાળકોને પેરેન્ટિંગની ટ્રેનિંગ અપાય છે. તેમને શીખડાવવામાં આવે છે કે પેરેન્ટિંગ કેટલી મુશ્કેલ છે. આ બેબી રોબોટ એક રીતે રબરના ડૉલ જેવી હોય છે. તેમાં એવા સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે નવજાત શિશુનો અનુભવ કરાવે છે. આ ભૂખ લાગવા પર રડે છે અને તેની નેપી પણ બદલવી પડે છે.

પ્રશિક્ષણ દરમિયાન આ રોબોટ કિશોર વયના બાળકોને સોંપી દેવામાં આવે છે જેના પછી એક અઠવાડિયા સુધી તેમને તેનો ખ્યાલ રાખવાનો હોય છે. પ્રશાસનનું માનવું છે કે આમ કરવાથી કિશોરાવસ્થામાં માતા બનવાના ચલણમાં થોડો સુધારો આવી શકે છે અને બાળકોની મનોવૃત્તિમાં પરિવર્તન આવી શકે છે.

તો બીજી તરફ રોબોટિક મામલે ચીનના વૈજ્ઞાનિકોએ એક નવી શોધ કરી છે. પૂર્વ ચીનના શિનજિયાંગ પ્રાંતના રિસર્ચરોએ એક 3 ડી રોબોટિક આર્મ બનાવ્યું છએ જે આગામી વર્ષોમાં સિલાઇની પારંપારિક પદ્ધતિઓમાં ઘણો ફેરફાર લાવી શકે છે. આ રોબોટિક આર્મ લેઝર સ્કેનરથી કપડાંને તરત જ ટુકડાંઓમાં બદલી તેને એકસાથે સ્ટીચ કરી શકે છે. એક એજન્સી પ્રમાણે આ આખા કામમાં રોબોટિક આર્મને માત્ર કેટલીક મિનિટો જ લાગે છે.

નૈંગ્બો શિજિંગ કંપની અને ચાઇના શિપબિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી કૉર્પોરેશનની એક શોધ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 3 ડી રોબોટિક આર્મ બનાવવામાં આવી છે. શિજિંગ રોબોટિક્સ ઑટોમોબાઇલના ફૂ લેઇએ કહ્યું કે ઑટોમોબાઇલ ઉદ્યોગ સૌથી મોટા ઉદ્યોગ તરીકે વિકાસ કરી રહ્યો છે, પણ તેને ઊભું કરવા માટે શ્રમિકોનું પણ યોગદાન ખૂબ જ મહત્વનું છે. તેમણે કહ્યું કે હવે 3 ડી રોબોટિક આર્મ પણ ઉત્પાદનની ગુણવત્તાને ઘટાડ્યા વિના ઉત્પાદન ક્ષમતા વધારી શકે છે. તેનો ઉપયોગ ભવિષ્યમાં સિલાઇની સાથે સાથે એરોસ્પેસ સહિત અન્ય ક્ષેત્રોમાં પણ કરી શકાશે.

આ પણ વાંચો : LG 26 જૂને ભારતમાં લૉન્ચ કરશે સૌથી સસ્તો ટ્રિપલ રેર કેમેરા સ્માર્ટફોન

કહેવાય છે કે આવશ્યકતા જ આવિષ્કારની જનની છે. આજે વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે દરેક ક્ષેત્રમાં વૈજ્ઞાનિક શોઘખોળોએ આપણું કામ સહજ કરી દીધું છે જેની માટે આપણને કલાકો લાગતાં હતા, તે કામ હવે મિનિટોમાં થઈ જાય છે. આ પબેલા ચીનમાં જ વૈજ્ઞાનિકોએ એક બીજું રોબોટિક આર્મ પણ બનાવ્યું હતું જે મશરુમની ખેતીમાં ખેડૂતોની મદદ કરતું હતું. ચીનના વૈજ્ઞાનિક દરેક જરૂરી વસ્તુને ધ્યાનમાં રાખીને નવી શોધખોળો કરતાં હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK