Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સુપરહેલ્ધી સૅલડ્સ

07 November, 2019 12:54 PM IST | Mumbai

સુપરહેલ્ધી સૅલડ્સ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


તમે રોગી હોવ કે નીરોગી, તમારે સ્વસ્થ થવું હોય કે રહેવું હોય તો ભોજનમાં ૩૦ ટકા હિસ્સો સૅલડનો હોવો જોઈએ એવું કહેવાય છે. કાચાં વેજિટેબલ્સ અને ફળોનું મિશ્રણ કરીને બનાવેલાં કચુંબર ભોજનમાં ફાઇબરનું પ્રમાણ ઉમેરે છે અને એમાં રહેલાં વિવિધ રંગી નૅચરલ કેમિકલ્સ શરીર માટે અનેક રીતે ગુણકારી છે. જોકે કોઈનેય સૅલડ ખાવાનું કહેવામાં આવે એટલે પહેલું રિએક્શન તો એ જ હોય કે આટલું બોરિંગ ખાવાનું! પહેલાંના સમયમાં પણ કચુંબર અને રાયતું ગુજરાતી થાળીમાં બહુ જ મહત્ત્વનું સ્થાન ધરાવતાં હતાં અને એને શેકેલું ધાણાજીરું, રાઈના કુરિયાં, નમક, સંચળ, લીંબુ, કોથમીર જેવી કુદરતી ચીજોથી ગાર્નિશ કરીને એની પોષ્ટિકતા વધારવામાં આવતી. જોકે હવે સૅલડ જરાક જુદી રીતનાં હોય છે. સૅલડ એટલે કાચાં સમારેલાં કાકડી, ગાજર, કાંદા જ હોય એવું નથી.
આખું અઠવાડિયું તમે રોજ જુદું-જુદું સૅલડ બનાવો તો એનાથી તમારી ટેસ્ટબડ્સને પણ મજા અને સ્વાસ્થ્યને પણ મજા પડી જાય. તો ચાલો આજે અલગ-અલગ પ્રકારનાં સૅલડ્સ બનાવતાં શીખીએ.

પાઇનૅપલ ક્રીમ સૅલડ



☞ એક કપ પાઇનૅપલના ટુકડા
☞ અડધો કપ લેટસ
☞ અડધો કપ ઑરેન્જના ટુકડા
☞ ચાર ચમચી મૅયોનીઝ
☞ ૩ ચમચી ફ્રેશ ક્રીમ
☞ અડધી ચમચી કાળાં મરી પાઉડર
☞ પા ચમચી ઑરેગાનો
☞ બે ચમચી ઝીણી સમારેલી
પાર્સલી
બનાવવાની રીત
બધી જ સામગ્રીને મિક્સ કરીને જરૂરિયાત મુજબ નમક નાખીને બરાબર હલાવો. ઠંડું કરીને સર્વ કરો.


બર્ન્ટ કૉર્ન સૅલડ
સામગ્રીઃ
☞ એક કપ લીલી મકાઈ
☞ અડધો કપ કાંદા અને કૅપ્સિકમ
(બન્ને ઝીણાં સમારેલાં)
☞ પા કપ ટમેટાં

ડ્રેસિંગ માટેઃ એક ચમચી ઑલિવ ઑઇલ,
બે ચમચી લેમન જૂસ, ચપટીક લાલ મરચું.


બનાવવાની રીત
મકાઈના ડોડાને ડાયરેક્ટ ગૅસ પર મૂકીને અથવા તો કોલસા પર શેકો. એમાંથી દાણા છૂટાં પાડો. હવે એમાં કાંદા, ટમેટાં અને કૅપ્સિકમ મિક્સ કરો. એમાં ડ્રેસિંગની ચીજો મિક્સ કરો. ચપટીક લાલ મરચું છાંટીને સર્વ કરો.

ફણગાવેલા મગનું સૅલડ

સામગ્રી
☞ એક કપ કાચા ફણગાવેલા મગ
☞ અડધો કપ સમારેલાં કાંદા, ટમેટાં
☞ એક ચમચી કાચી કેરી (ઝીણી સમારેલી)
☞ નમક સ્વાદાનુસાર

ડ્રેસિંગ માટે ઃ દોઢ ચમચી લીંબુનો રસ, એક ચમચી મરચાંની રિંગ્સ, બે ચમચી કોથમીર સમારેલી

બનાવવાની રીત
બધી સામગ્રી અને ડ્રેસિંગની ચીજો એક બોલમાં મિક્સ કરો અને થોડી વાર ઠંડી થવા દો. પિરસતી વખતે કોથમીર ભભરાવીને સર્વ કરો.

પીનટ સૅલડ

સામગ્રી
☞ ૧ કપ પલાળીને બાફેલા સિંગદાણા (કૂકરમાં ૩ વ્હીસલ વગાડવી)
☞ ૩ ચમચી ગ્રાઇન્ડ કરેલું કોપરું
☞ બેથી ત્રણ લીલાં મરચાં સમારેલાં
☞ ૧ ચમચી બટર
☞ નમક સ્વાદાનુસાર
☞ ગાર્નિશિંગ માટે એક ચમચી
કોથમીર (સમારેલી)


બનાવવાની રીત
બધું જ એક બાઉલમાં બરાબર મિક્સ કરવું. લીલું મરચું અને કોથમીર ભભરાવીને ગાર્નિશ કરીને સર્વ કરવું.
આ પ્રોટીનથી ભરપૂર સૅલડ છે જે શાકાહારીઓને પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે બહુ જરૂરી છે.

સિટ્રસ સૅલડ
સામગ્રી
☞ એક કપ બાફેલી મૅક્રોની
☞ પા કપ કૅપ્સિકમ (ઝીણાં અને એકસરખાં સમારેલાં)
☞ અડધો કપ ગાજર (અધકચરાં બાફેલાં)
☞ ૩ સ્પ્રિંગ અન્યન (ઝીણી સમારેલી)
☞ એક કપ ફણગાવેલાં મગ
(પાણી નાખીને સહેજ બાફેલાં)
☞ પા કપ સંતરા કે મોસંબીના પીસ

ડ્રેસિંગ માટેઃ એક કપ જાડું દહીં, ત્રણ ચમચી ઝીણો બારીક સમારેલો ફુદીનો, પા ચમચી રાઈનો પાઉડર, એક ચમચી દળેલી સાકર, સ્વાદાનુસાર નમક.
બનાવવાની રીત
બધી જ સામગ્રીને એક બોલમાં મિક્સ કરો અને ઠંડું થવા માટે થોડીક વાર ફ્રીજમાં મૂકો. ડ્રેસિંગ માટેની ચીજોને પણ અલગ બોલમાં ભેગી કરીને ઠંડી થવા મૂકો. સર્વ કરતી વખતે બન્ને મિક્સ કરો અને સજાવીને સર્વ કરો.


ક્રન્ચી વેજિટેબલ સૅલડ
સામગ્રી
☞ એક કપ કોબીજ (ઝીણી સમારેલી)
☞ એક કપ બ્રોકલી (બાફેલી)
☞ અડધી ચમચી ઝીણું સમારેલું આદું
☞ પા ચમચી સમારેલું લસણ
☞ એક ચમચી સેલેરી (ઝીણી સમારેલી)
☞ એક કપ પાઇનૅપલ (ટુકડા કરેલું)
☞ પા કપ પાઇનૅપલનો જૂસ
☞ એક ચમચી ઑઇલ
ગાર્નિશિંગ માટેઃ પા ચમચી કાળાં મરીનો પાઉડર, એક ચમચી પાર્સલી.

બનાવવાની રીત
એક પેનમાં ચમચી તેલ લઈને ગરમ કરો. એમાં આદું અને લસણ નાખો. એમાં સમારેલી કોબીજ અને બ્રોકલી નાખો. પાઇનૅપલના પીસ અને જૂસ નાખીને સહેજ ગરમ થવા દો. ડ્રાય થાય એટલે ગૅસ બંધ કરી દો. કાળાં મરીનો પાઉડર અને પાર્સલીથી ગાર્નિશ કરીને સર્વ કરો.


પર્શિયન સૅલડ
સામગ્રી
☞ એક કપ દહીં
☞ અડધો કપ છીણેલું પનીર
☞ એક કાકડી ઝીણી સમારેલી
☞ એક કાંદો છીણો સમારેલો
☞ એક ચમચી કિસમિસ
☞ અડધી ચમચી દળેલી સાકર
☞ અડધી ચમચી નમક,
☞ ૮-૧૦ ફુદીનાનાં પાન

બનાવવાની રીત
પનીર, દહીં અને શુગર મિક્સ કરો. બરાબર હલાવીને એકરસ કરો. એમાં કાકડી, કાંદા, કિસમિસ નાખો અને ફુદીનાના પાનથી સજાવટ કરો. ફ્રીજમાં મૂકીને ઠંડું
પડવા દો.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 12:54 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK