રીડર્સ રેસિપી- મિક્સ વેજિટેબલ પરાંઠાં

Published: Jan 28, 2020, 14:48 IST | Dr. Nimisha Shah | Mumbai

ઘઉંના લોટમાં નમક નાખીને જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી લોટ બાંધો. રોટલી જેવી જ કણક બાંધવી. એને ૧૫ મિનિટ એમ જ રહેવા દો અને પછી ફરીથી કૂણવી લો.

મિક્સ વેજિટેબલ પરાંઠાં
મિક્સ વેજિટેબલ પરાંઠાં

સામગ્રી

☞ એક કપ ઝીણાં સમારેલાં મિક્સ વેજિટેબલ્સ (ગાજર, કૅપ્સિકમ, લીલા કાંદા, લસણ, કોબીજ, બાફેલા બટાટા)

☞ બે લીલાં મરચાં 

☞ એક કપ ઘઉંનો લોટ

☞ મોણ માટે તેલ

☞ પરાંઠાં શેકવા માટે ઘી

☞ લાલ મરચું, હળદર, જીરું પાઉડર, ગરમ મસાલો સ્વાદાનુસાર

☞ નમક અને પાણી જરૂરિયાત મુજબ

બનાવવાની રીત

ઘઉંના લોટમાં નમક નાખીને જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી લોટ બાંધો. રોટલી જેવી જ કણક બાંધવી. એને ૧૫ મિનિટ એમ જ રહેવા દો અને પછી ફરીથી કૂણવી લો. બધાં જ શાકભાજીને મિક્સ કરો અને સહેજ તેલ મૂકીને એને અધકચરા પકવી લો. ત્યાર બાદ રોટલી વણો અને પરાંઠાંની અંદર સ્ટફિંગ ભરીને પરાંઠાં તૈયાર કરો. તવા પર ઘી કે ઑઇલથી શૅલો ફ્રાય કરી લો. ગોલ્ડન બ્રાઉન રંગનાં પરાંઠાં થાય એટલે ઉતારીને ગરમાગરમ સર્વ કરો. વચ્ચે માખણ મૂકીને ગાર્નિશ કરો અને ચટણી કે દહીં સાથે સર્વ કરો.

નોંધ : સ્ટફિંગ માટે બ્રોકલી, ફ્લાવર, દાળ, પાલક, કૉર્ન જેવી જુદી-જુદી ચીજો પણ વાપરી શકો છો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK