Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

22 March, 2020 12:56 PM IST | Mumbai Desk
Ashish Rawal and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: વાંચો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

રાશિફળ

રાશિફળ


મેષ (અ,લ,ઈ) : વેપારી વર્ગ માટે દિન-પ્રતિદિન આવક વધતી જણાય. નવા મકાન-વાહન, મોબાઇલનો યોગ બને એવી વિશેષ સંભાવના. દરરોજ સત્યનારાયણ ભગવાનનાં દર્શન કરીને કાર્યનો આરંભ કરવાથી સપ્તાહ યાદગાર બની રહેશે.

વૃષભ (બ,વ,ઊ) : ગળા કે આંખને લગતી તકલીફો વધી શકે. સાળીઓ દ્વારા શુભ સમાચાર પ્રાપ્ત થાય. ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતકનો પાઠ કરવાથી ધનલાભ સાથે માનસિક શાંતિ જણાશે.



મિથુન (ક,છ,ઘ) : નોકરી-ધંધાનાં બાકી કામો ખોરંભે પડે. બૅન્કિંગ વ્યવહારમાં ફ્રૉડ થઈ શકે? અગત્યનાં કામકાજ કરવા માટે વડીલો સાથે ચર્ચા કરવી પડે. શક્ય હોય તો મોરને મગ ખવડાવજો જેનાથી માનસિક શાંતિ વધુ પ્રાપ્ત થશે.


કર્ક (હ,ડ) : સરકારી, રાજકીય કામકાજ માટે બહારગામ જવાનો અવસર આવે. રાત્રે ભયાનક સપનાં આવતાં આકસ્મિક ઊંઘ ઊડી જાય. અનુકૂળતા હોય તો નિત્ય શિવજીનાં દર્શન તેમ જ ચંદ્રનાં દર્શન કરીને રાત્રે સૂવું જેનાથી માનસિક પ્રસન્નતા વધી જશે.

સિંહ (મ,ટ) : નોકરી-ધંધાના કામના ભારણને કારણે આત્મવિશ્વાસ ઘટતો જણાય. સ્વજન, સ્નેહી, મિત્રવર્ગની કે માતૃ-પિતૃ પક્ષની ચિંતાઓ વધે. શુદ્ધ જળમાં ગંગાજળ ઉમેરી સૂર્યને જળ અર્પણ કરવાથી સરકારી અટવાયેલાં કામો નિશ્ચિત પૂરાં થશે.


કન્યા (પ,ઢ,ણ) : નોકરી-ધંધાના સ્થળે નવા-નવા સંબંધો બંધાય. ધાર્મિક યાત્રા થવાથી તબિયતના પ્રશ્નો બને. જૂનાં રોકાણો વધી શકે. કમર તથા કબજિયાતને લગતી તકલીફો વધી શકે. નિત્ય શિવજીનાં દર્શન લાભદાયી બની રહેશે.

તુલા (ર,ત) : પ્રેમપ્રસંગમાં સારી સફળતા મળતી જણાય. વાહન ચલાવવામાં સંભાળવું. નવાં સાહસો કરવા માટે મન પાછું પડે. મોસાળ પક્ષે શુભ સમાચાર મળે. નિત્ય કુળદેવીની ઉપાસના સાથોસાથ બગલામુખીની ઉપાસના કરવી વધારે ફળદાયી નીવડશે.

વૃશ્ચિક (ન,ય) : પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરશો. કરજ તથા વ્યાજનાં ચક્રોમાંથી સંપૂર્ણ મુક્ત થઈ જશો. પારકી પંચાતમાં અપયશ મળી શકે. નિત્ય દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જેનાથી ધાર્યું કામ પરિપૂર્ણ થશે.

ધન (ભ,ધ,ફ,ઢ) : શારીરિક સમસ્યાઓ ઓછી થાય. સંતાનના ઘરે સંતાન આવી શકે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જવુ એવો અવસર આવે. દરરોજ ગાય, બ્રાહ્મણ, કુવાસીકાનાં દર્શન કરવાથી સારા સમાચાર મળી શકે.

મકર (ખ,જ) : ધંધામાં આકસ્મિક મોટો ઑર્ડર મળી શકે. શુભ કાર્યો કરવા માટે ખર્ચા વધી જાય. નવી-નવી મુલાકાત થવાથી હાલની સમસ્યાઓ હલ કરવા માટે કોઈની મદદ ઉપયોગી બને. નિત્ય હનુમાનજીને કાચા તેલનો દીપક પ્રગટાવી દર્શન કરવાથી તમામ સમસ્યાઓ કંઈક અંશે હલ થતી જણાશે.

કુંભ (ગ,સ,શ) : નાની-મોટી બીમારીઓ વારંવાર આવતી લાગે. મનની ઈચ્છા પૂર્ણ થાય અને યાત્રાઓ થઈ શકે. કાળા કૂતરાને નિત્ય દૂધ પીવડાવવાથી શનિની સાડાસાતીમાં રાહત જણાશે.

મીન (દ,ચ,ઝ,થ) : નવા વૈદરાજ, જ્યોતિષની મુલાકાતથી શારીરિક સમસ્યાઓ હલ થઈ શકે. આવક-જાવક લગભગ સરખી જ બની રહે. જમણા હાથની પહેલી આંગળીમાં પોખરાજ ધારણ કરવાથી લાભપ્રદ ઘટનાઓ જોવા મળે.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 12:56 PM IST | Mumbai Desk | Ashish Rawal and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK