સાપ્તાહિક રાશિભવિષ્ય: કુંભ રાશિને પ્રેમસંબંધમાં મળી શકે છે નિષ્ફળતા

Published: May 12, 2019, 07:54 IST | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ | મુંબઈ

આગામી ગણતરીનાં વર્ષોમાં જ્યોતિષવિદ્યાનો ફેલાવો ખૂબ જ સારી રીતે થાય.

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આકસ્મિક ધનપ્રાપ્તિ, ઉચ્ચ સરકારી પદાધિકારી દ્વારા માન-સન્માન સાથે અવૉર્ડ પ્રાપ્ત થાય. બુધવારે મહાદેવજીના લિંગ પર લીલું નાળિયેર અર્પણ કરવું.

વૃષભ (બ,વ,ઉ) : સાસરા પક્ષમાં સંબંધોમાં તિરાડ પડે તેમ જ પાણીજન્ય ચીજવસ્તુ પીવાથી બીમારી આવી પડે. શુક્રવારે મહાલક્ષ્મીના મંદિરે જઈને સફેદ મીઠાઈ અર્પણ કરવી.

મિથુન (ક,છ,ઘ) : કથા, પ્રવચન, સત્સંગ, શિબિરમાં જવાનો અવસર આવે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. આવક કરતાં જાવક વધી ન જાય એની તકેદારી રાખવી. દરરોજ ભિક્ષુકને એક રૂપિયો રોકડો આપો.

કર્ક (હ,ડ) : બૅન્કમાં બૅલૅન્સ વધે. પાડોશીથી સારા સમાચાર મળે. શક્ય હોય તો નિયમિત સફેદ કપડાં પહેરવાં.

સિંહ (મ,ટ) : મહત્વના નિર્ણય લેવાઈ જાય જેનાથી આર્થિક ફાયદો થાય. આરોગ્ય માટે કાળજી રાખવી. સૂર્યને અર્ધ્ય આપવાના જળમાં સફેદ પુષ્પ અવશ્ય પધરાવો.

કન્યા (પ,ઠ,ણ) : જમીન, મકાન-મિલકતમાં ફાયદો. પ્રવાસ-પર્યટન આકસ્મિક થાય. કમરને લગતી તકલીફો થાય. માતાજીની ઉપાસના ફળદાયી નીવડે.

તુલા (ર,ત) : મહત્વની તક માટે નિર્ણય ત્વરિત લેવો. નવા-નવા સંબંધો દ્વારા ધંધાની તક મળે. ઘર કે ઑફિસમાં ચોરી થવાની શક્યતા છે એટલે વિશેષ કાળજી રાખવી.

વૃશ્ચિક (ન,ય) : સરકારી નોટિસ મળે. માનસિક ઉદ્વેગ, અશાંતિ, અજંપો રહ્યા કરે છતાં મહત્વની બાબતો માટે કાળજી રાખવી. દરરોજ શક્ય હોય તો ૧૫ મિનિટ મૌન પાળવું. નિત્ય માતાજીના મંદિરે જવું.

ધન (ભ,ધ,ફ,ઢ) : લાંબા સમયથી અટકેલાં કાર્યો થાય. પ્રાકૃતિક સ્થળે પ્રવાસ-પર્યટન થાય. પત્ની સાથે થોડા સંબંધોમાં તિરાડ પડે. શક્ય હોય તો દરરોજ ભિક્ષુકને જળપાન કરાવો.

મકર (ખ, જ) : કોર્ટ-કચેરીના અશુભ યોગ બને. માનસિક ચિંતા વધ્યા કરે. આપના ઘરે આવેલ મહેમાનોનું સ્વાગત સારી રીતે કરવાથી શીઘ્ર મનોઇચ્છા પરિપૂર્ણ થાય.

કુંભ (ગ,સ,શ) : પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળે. નવી નોકરીના શુભ યોગ છે. શનિવારે કાળા કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવવી.

મીન (દ,ચ,ઝ,થ) : કુટુંબ-કબીલામાં શુભ સમાચાર મળે. માંગલિક કાર્ય થાય તથા જૂના સંબંધો બગડેલા પુન: તાજા થાય. ગુરુવારે ગાયને એક મુઠ્ઠી ચણાની દાળ ખવડાવવી.

મહત્વની વિશિષ્ટ આગાહીઓ

દરેક રાજ્યમાં પોતાની માતૃભાષાનો સંવર્ધન અને પ્રચાર-પ્રસાર થાય.

આગામી ગણતરીનાં વર્ષોમાં જ્યોતિષવિદ્યાનો ફેલાવો ખૂબ જ સારી રીતે થાય.

શ્રેષ્ઠ સેલિબ્રિટી પ્રિયંકા ચોપડા વિશ્વફલક પર માન-સન્માન પ્રાપ્ત કરી ભારત દેશનું નામ રોશન કરે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK