Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ ઉત્તેજના અને સ્ખલન અવસ્થા સરસ આવે?

કૉન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ ઉત્તેજના અને સ્ખલન અવસ્થા સરસ આવે?

02 October, 2020 07:58 PM IST | Mumbai
Dr. Ravi Kothari | feedbackgmd@mid-day.com

કૉન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ ઉત્તેજના અને સ્ખલન અવસ્થા સરસ આવે?

કૉન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ ઉત્તેજના અને સ્ખલન અવસ્થા સરસ આવે?


સવાલ: મારાં લગ્નને સાત વર્ષ થયાં છે અને હવે બાળકો થઈ ગયા હોવાથી હવે ફૅમિલી પ્લાનિંગ માટે પણ જાગ્રત થવું પડે એમ છે. કૉન્ડોમનું ઇમ્પોર્ટન્સ મને ખબર છે, પરંતુ જ્યારે પણ હું કૉન્ડોમ વિના સમાગમ કરું છું ત્યારે મને ખૂબ મજા આવે છે. જ્યારે કૉન્ડોમ પહેરેલું હોય ત્યારે કૉન્ડોમને લીધે ત્વચાનો ડાયરેક્ટ સ્પર્શ થતો ન હોવાથી સ્ખલન અવસ્થા સુધી પહોંચતાં ખૂબ વાર લાગે છે. અમારે બીજું બાળક નથી જોઈતું એટલે કૉન્ડોમ પહેરવું જરૂરી છે એવું પણ મને સમજાય છે. તો શું મારે કોઈ જુદી જાતનું કૉન્ડોમ પહેરવું જોઈએ? મારી પત્ની કહે છે કે મારી આ સમસ્યા શારીરિક નહીં, માનસિક છે. કૉન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ ઉત્તેજના અને સ્ખલન અવસ્થા સરસ આવે એવો કોઈ ઉકેલ ખરો?

જવાબ: તમારી સમસ્યા એ છે કે તમને કામેચ્છા જાગ્રત થાય છે, ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવે છે અને યોનિપ્રવેશ કરી શકો છો, પણ માત્ર સ્ખલનમાં સમસ્યા થાય છે. યોનિમાર્ગના સ્પર્શનો અહેસાસ થતો ન હોવાને કારણે ઉત્તેજનાની પરાકાષ્ઠામાં મોડું થાય છે. આવા સમયે બે ચીજો થઈ શકે; એક તો એ કે તમારે ઉત્તેજના વધે એ માટે ફોરપ્લેમાં થોડો વધુ સમય ગાળવો. બીજું, અત્યંત પાતળાં લેટેક્સનાં કૉન્ડોમ આવે છે એ તમે વાપરવાનું રાખો. એમ કરવાથી સ્પર્શસંવેદના સાવ બ્લૉક નહીં થાય. બની શકે કે એ પછીયે ડાયરેક્ટ યોનિસ્પર્શ ન થતો હોવાથી તમને કોઈ ખાસ ફરક ન પડે. આ માટે તમે બીજો પ્રયોગ કરી જુઓ. હસ્તમૈથુન વખતે પણ જો તમે હાથની મુઠ્ઠી લૂઝ રાખશો તો સ્ખલનઅવસ્થાનો અહેસાસ નહીં થાય અને મુઠ્ઠી ભિડાવીને રાખશો તો જલદી સ્ખલન અવસ્થા પર પહોંચશો. મૈથુનનું પણ આવું જ છે.



તમે અત્યારે જે પ્રમાણે કરો છો એ જ પ્રમાણે ચાલુ રાખો. પાતળું કૉન્ડોમ પહેરીને યોનિપ્રવેશ કરો. એ પછી તમારી વાઇફને બેઉ પગની આંટી મારવાનું કહો. એમ કરવાથી તેની એક પગની એડી પર બીજા પગની એડી આવી જશે. આમ કરવાથી ઇન્દ્રિય યોનિમાર્ગમાં વધુ ભિડાશે અને સ્પર્શના અહેસાસમાં પણ સારોએવો વધારો થશે. આ પોઝિશનમાં મૂવમેન્ટ કરવાથી તમે સહેલાઈથી સ્ખલનઅવસ્થા પર પહોંચી શકશો.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2020 07:58 PM IST | Mumbai | Dr. Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK