લાઇપોસક્શનથી પેટની ચરબી ઉતારેલી, જોકે હવે બ્રેસ્ટ્સ હેવી થઈ ગયાં છે

Published: 14th October, 2011 19:23 IST

મારી દીકરીની ઉંમર હાલમાં ૨૯ વર્ષ છે. ચાર વરસ પહેલાં તેનું વજન ખૂબ જ વધારે હતું એટલે લાઇપોસક્શન સર્જરી કરીને લગભગ છએક કિલો ચરબી ઉતારી હતી. મોટા ભાગની ચરબી પેટ અને નિતંબ પરથી જ કાઢી હતી. જોકે હાલમાં ફરીથી તેનું વજન વધવા લાગતાં તેણે સ્ટ્રિક્ટ ડાયેટિંગ શરૂ કર્યું છે.

 

(ડૉ. વિરલ દેસાઈ - પ્લાસ્ટિક સજ્ર્યન)

સવાલ : મારી દીકરીની ઉંમર હાલમાં ૨૯ વર્ષ છે. ચાર વરસ પહેલાં તેનું વજન ખૂબ જ વધારે હતું એટલે લાઇપોસક્શન સર્જરી કરીને લગભગ છએક કિલો ચરબી ઉતારી હતી. મોટા ભાગની ચરબી પેટ અને નિતંબ પરથી જ કાઢી હતી. જોકે હાલમાં ફરીથી તેનું વજન વધવા લાગતાં તેણે સ્ટ્રિક્ટ ડાયેટિંગ શરૂ કર્યું છે. જરાય તેલ-ઘી વિનાનું એકદમ ડાયટ-ફૂડ તે લે છે. એનાથી તેનું થોડુંક વજન ઊતર્યું છે, પરંતુ બ્રેસ્ટનો ભાગ હેવી જ રહી ગયો છે. વજન ઘટવાને કારણે તેનાં બ્રેસ્ટ્સ ખૂબ હેવી લાગે છે. શું લાઇપોસક્શનની જેમ ત્યાંથી પણ ચરબી કાઢી શકાય? જેમ પેટ પરની ચરબીને ડાયેટિંગથી કન્ટ્રોલમાં કરી એમ બ્રેસ્ટ પરની ચરબીને કોઈ રીતે કન્ટ્રોલ કરી શકાય? વારંવાર લાઇપોસક્શન કરાવવાથી શરીર સાવ બેડોળ નહીં થઈ જાય?

જવાબ : લાઇપોસક્શન દરમ્યાન શરીરના અમુક ભાગમાંથી ચરબીના કોષો કાઢી લેવામાં આવે છે, પરંતુ જે ચરબીના કોષો શરીરમાં હોય છે એ અગણિત પ્રમાણમાં ફૂલી શકે એવા હોય છે એટલે જો ડાયટમાં કન્ટ્રોલ ન રાખવામાં આવે તો થોડાક ચરબીના કોષો જે રહી ગયા છે શરીરમાં એ ફૂલી-ફૂલીને ફરીથી શરીરને બેડોળ બનાવી દે. માટે ચરબી કાઢવાની સર્જરી પછી એક્સરસાઇઝ અને ડાયટ કન્ટ્રોલ ઇઝ મસ્ટ.

હવે વાત છે હેવી બ્રેસ્ટ્સની. એ માટે પહેલાં મેમોગ્રાફી કરીને એક્ઝેક્ટ બ્રેસ્ટનું કૉãન્સ્ટટ્યુશન સમજવું પડે. બ્રેસ્ટ ટિશ્યુઝ હેવી છે કે પછી ચરબીનો ભરાવો છે એ જાણવું પડે. એમાં જે નિદાન થાય એ પછીથી એ મુજબની બ્રેસ્ટ રિડક્શન માટેની સર્જરી થઈ શકે. એમાં પણ જો ચરબીના કોષો ફૂલવાને કારણે બ્રેસ્ટ્સ ભરાવદાર થઈ ગયાં હોય તો ફરીથી એમ થવાનું રિસ્ક ઊભું જ રહે છે. એના માટે પણ બને ત્યાં સુધી ડાયેટિંગ મુજબ આગળ વધવું બહેતર છે. વારંવાર લાઇપોસક્શન કરવાથી શરીર બેડોળ ક્યારેય નથી થતું, પરંતુ એ પછી રાખવી જરૂરી કાળજી અને પરેજી ન રાખવાને કારણે તકલીફો ઊભી થાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK