Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કૅન્સરના સેલ જાતે જ નષ્ટ થઈ જાય એવી શોધ થઈ ગઈ છે

કૅન્સરના સેલ જાતે જ નષ્ટ થઈ જાય એવી શોધ થઈ ગઈ છે

31 July, 2019 02:43 PM IST | મુંબઈ ડેસ્ક

કૅન્સરના સેલ જાતે જ નષ્ટ થઈ જાય એવી શોધ થઈ ગઈ છે

કેન્સર સેલ્સ

કેન્સર સેલ્સ


હેલ્થ બુલેટિન

તાજેતરમાં અમેરિકાની યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની ટીમે નવા અભ્યાસમાં જણાવ્યું છે કે આપણી પાસે એવી દવાઓ મોજૂદ છે જે એટીએફ૪ નામના રસાયણને બ્લૉક કરે છે. સંશોધકોએ કૅન્સરગ્રસ્ત ટ્યુમરનું નબળું પાસું શોધી કાઢ્યું છે, જે બીમારી ફેલાવતા કોશો પર ભારે દબાણ લાવીને એને આપમેળે જ નષ્ટ થવાની ફરજ પાડે છે. પ્રોફેસર કૉન્સ્ટેન્ટિનોસ કૂમેનિસે જણાવ્યું હતું કે ‘કૅન્સરના કોશો સહેલાઈથી બચી ન શકે એ રીતે ટ્યુમરની વૃદ્ધિને અટકાવવા માટે વધુ ઝીણવટપૂર્વક અભ્યાસ હાથ ધરવાની જરૂર છે અને અમારો અભ્યાસ એ દિશામાં જ છે. આપણા કરોડો કોશો રોજેરોજ સ્વયંનો ખાત્મો બોલાવે છે અને સંભવિત નુકસાનકર્તા કોશોથી આપણું રક્ષણ કરે છે.’



આ પણ વાંચો : Mumtaz:70ના દાયકાની શાનદાર અભિનેત્રી જુઓ આજે કેવા લાગે છે


વર્ષોથી વિજ્ઞાનીઓ એમવાયસી નામના જિનને લક્ષ્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ જિન કોશોની વૃદ્ધિને આગળ ધપાવવા માટે અને કૅન્સર જો આગળ વધી ગયું હોય તો એને કબજો જમાવવા માટેનો માર્ગ મોકળો કરી આપતા હતા. હવે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના ઑન્કોલૉજિસ્ટ ડૉ. કૂમેનિસ તથા તેમના સહકર્મીઓએ શોધી કાઢ્યું છે કે એટીએફ૪ જિન નામનું રસાયણ કૅન્સરને આગળ વધતાં અટકાવે છે. તેથી કૅન્સરના કોશો વધારે પડતું પ્રોટીન ઉત્પન્ન કરે છે અને મૃત્યુ પામે છે. આ શોધ સામાન્ય જનને ક્યારે મદદરૂપ થશે એ જોવું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 02:43 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK