Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝાઃ સ્માર્ટ ફોન્સ ખરીદવાની ઉત્તમ તક

ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝાઃ સ્માર્ટ ફોન્સ ખરીદવાની ઉત્તમ તક

19 February, 2019 12:02 PM IST |

ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝાઃ સ્માર્ટ ફોન્સ ખરીદવાની ઉત્તમ તક

ફ્લિપકાર્ટ સ્માર્ટફોન્સ પર આપી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ સ્માર્ટફોન્સ પર આપી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ


ઈ-કૉમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટે મોબાઈલ બોનાન્ઝા સેલની શરૂઆત કરી છે. આ દરમિયાન અનેક સ્માર્ટફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સેલ આજથી શરૂ થઈને 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. સાથે જો યૂઝર એક્સિસ બેન્કના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશે તો તેને 10 ટકાની વધારાની છૂટ આપવામાં આવશે. જો તમે Realme 2 Pro, Redmi Note 6 Pro, Asus ZenFone Max Pro M1, Asus ZenFone Max Pro M2, Realme C1, Poco F1 જેવા સ્માર્ટ ફોન્સ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અત્યારે તમારા માટે સારો મોકો છે.

આવી ઑફર્સ આપી રહ્યું છે flipkart
Realme 2 Proનું 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વાળું વેરિએંટ 2, 000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવી રહ્યું છે. જે બાદ આ ફોન 12, 900માં ખરીદી શકાય છે. જેના પર 11, 950 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ ઉપલબ્ધ છે. અને જો તેમને તેનું 6 જીબી રેમ વાળું વેરિએંટ ખરીદવા માંગો છો તો તે ડિસ્કાઉન્ટ સાથે 14, 990માં મળશે. જેના પર 13, 750ની એક્સચેન્જ ઑફર પણ છે.

Redmi Note 6 Proનું 4 જીબી વેરિએંટ 3,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 12, 999માં ખરીદી શકાશે. જ્યારે 6 જીબી રેમ વાળું વેરિએંટ પણ 3 હજારના ડિસ્કાઉન્ટ સાથે 14, 999માં ખરીદી શકાય છે. બંને વેરિઅંટ્સ પર ક્રમશઃ 11, 950 અને 13, 750 રૂપિયાની એક્સચેન્જ ઑફર આપવામાં આવી રહી છે.

ZenFone 5Zના તમામ વેરિએંટ પર 8, 000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જે બાદ 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 21, 999 રૂપિયામાં, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજના વેરિએંટને 24, 999 રૂપિયામાં અને 8 જીબી રેમ ને 236 જીબી સ્ટોરેજના વેરિએન્ટને 28, 999 રૂપિયામાં ખરીદી ખસાશે. આ ફોન સાથે 2, 499ની કિંમતનું કમ્પલીટ મોબાઈલ પ્રોટેક્શન 399 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ પણ વાંચોઃ આ યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરી રહ્યું છે WhatsApp, થઈ જાઓ ALERT



Realme C1નું 2 જીબી વેરિએંટ 6, 999માં મળશે ત્યાં જ, Yu Ace સ્માર્ટફોન 4, 999 રૂપિયામાં મળશે. આ સિવાય  Vivo V9 Pro, Motorola One Power, Redmi Y2, Realme 2 જેવા સ્માર્ટ ફોન્સ પણ ડિસ્કાઉન્ટમાં મળશે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 12:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK