Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Flipkart Big Shopping Daysમાં મળશે 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ

Flipkart Big Shopping Daysમાં મળશે 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ

11 July, 2019 01:29 PM IST | મુંબઈ

Flipkart Big Shopping Daysમાં મળશે 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ

Flipkart Big Shopping Daysમાં મળશે 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ


એમેઝોન બાદ હવે ફ્લિપકાર્ટે પણ ભારતમાં Big Shopping Days saleની જાહેરાત કરી દીધી છે. આ સેલ 15 જુલાઈથી શરૂ થઈને 18 જુલાઈ સુધી ચાલશે. એમેઝોનના પ્રાઈમ ડે સેલની શરૂઆત પણ આ જ દિવસથી થઈ રહી છે. હવે આ બંને ઈ કોમર્સ સાઈટ્સના સેલનો ફાયદો કસ્ટમર્સને થવાનો છે. એટલે જો તમે તમારું શોપિંગ લિસ્ટ અપડેટ કરી રહ્યા હો, તો આ સેલ માટે તૈયાર રહેજો, જેથી સારી ઓફરનો ફાયદો ઉઠાવી શકો.

સેલ માટે Flipkartએ SBI બેન્ક સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર કેટલીક પ્રોડક્ટ્સ પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ એ પણ જાહેરાત કરી છે કે સેલ માટે ફ્લિપકાર્ટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગથી ખરીદી કરવા પર કેટલાક પ્રોડક્ટ્સ પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ફેશન કેટેગરી પર 80 ટકા ડિસ્કાઉન્ટ કે ઓફ જોવા મળશે.



Flipkart Big Shopping Days Sale માં ટેલિવિઝન્સ પર 65 ટકા સુધી ઓફ જોવા મળશે અને બંડલ્ડ ડીલ્સ તેમ જ ડિસ્કાઉન્ટ પણ મળશે. હોમ અપ્લાયન્સિસની કિંમત 275 રૂપિયાથી શરૂ થશે. ફ્રીજની કિંમત 6,790 રૂપિયાથી શરૂ થશે. તો વોશિંગ મશીન્સ પર 50 ટકા ઓફ મળશે.


ફેશન કેટેગરીમાં શૂઝ પર 40થી 80 ટકા ઓફ મળશે. તો ઘડિયાળ અને બેગ પર 80 ટકાની છૂટ મળશે. શર્ટ અને જીન્સ પર 50તી 80 ટકા ઓફ મળશે. હેન્ડ બેગ્સની માત્ર 999 રૂપિયા સુધીની કિંમતમાં વેચાશે. બ્યૂટી અને બેબી કેર સેગમેન્ટમાં 99 રૂપિયાથી શોપિંગ શરૂ કરી શકાશે. બ્યુટી અને ગ્રૂમિંગ સેગમેન્ટમાં 70 ટકા ઓફ મળશે.

આ પણ વાંચોઃ આ ગુજ્જુ ફિટનેસ ટ્રેનરના હોટેસ્ટ અને બોલ્ડ લૂક, જુઓ તસવીરો


તો આ સેલમાં રમકડા પર 80 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ટ્રેડમિલની કિંમત 10,999માં શરૂ થશે. બેબી કેર સેગમેન્ટમાં 99 રૂપિયાની કિંમતથી પ્રોડક્ટ્સ મળવાની શરૂઆત થશે. હોમ અને ફર્નિચર આઈટમ્સ પર 40થી 80 ટકા સુધી ઓફ જોવા મળશે. સ્માર્ટ ફોન્સની ડીલ્સ પર હજી કોઈ ખુલાસો નથી થયો.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 01:29 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK