Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > દૂધ, દહીં, ઘી, ગોળ, શાકભાજી, ફળો અને તેલ વિના પણ બની શકે ફૅન્સી વાનગીઓ

દૂધ, દહીં, ઘી, ગોળ, શાકભાજી, ફળો અને તેલ વિના પણ બની શકે ફૅન્સી વાનગીઓ

11 October, 2019 04:22 PM IST | મુંબઈ

દૂધ, દહીં, ઘી, ગોળ, શાકભાજી, ફળો અને તેલ વિના પણ બની શકે ફૅન્સી વાનગીઓ

ફેન્સી વાનગીઓ

ફેન્સી વાનગીઓ


આયંબિલમાં ખવાય એવી અને યંગસ્ટર્સને ભાવે એવી કેટલીક હટકે રેસિપીઓ બીકેસીસ્થિત ભારત ડાયમન્ડ બુર્સ દ્વારા સંચાલિત આયંબિલ ખાતાના મુખ્ય મહારાજ માધુભાઈ રસિયા પાસેથી જાણીએ.

puri-02



પાણીપૂરી


પૂરી માટે ઃ ચણાનો લોટ, પાપડનો લોટ( અડદ+મગની દાળનો લોટ) અડધોઅડધ લઈ એમાં ચપટી ખાવાનો સોડા ભેળવી લોટ બાંધવો. ત્યાર બાદ પૂરી વણી લોઢી ઉપર શેકવાની. ખાવાના સોડાથી પૂરી ફૂલશે અને પાણીપૂરી માટેની પૂરી તૈયાર. પાણી માટે સંચળ, સૂંઠ, હિંગ, આયંબિલમાં વપરાતું જીરાળુ  નાખી પાણી બનાવવું. આયંબિલમાં વપરાતું જીરાળુ બનાવવા માટે સૂંઠ, સિંધાલૂણ, મરી પાઉડરનો ભૂકો મિક્સ કરવો. જીરાળુ તૈયાર.

puri-03


દાબેલી

આપણે જે સફેદ ઢોકળાં બનાવીએ એ ચોખા અને અડદના લોટના ખીરામાંથી જાડાં ઢોકળાં ઉતારવાં. પછી એ ઢોકળાને વાટકી કે ગ્લાસની કિનારીથી ગોળ કાપવાં. ઢોકળાની વચ્ચેથી સ્લાઇસ કરવી. એમાં બાફેલી મોગર દાળમાં મીઠું, સૂંઠ, જીરાળુ નાખી દાળિયાની ચટણી લગાવી પૂરણ ભરવું. જરૂર પડે તો ઉપરથી જીરાળુ છાંટવું. પછી ચણાના લોટમાંથી બનેલી રોસ્ટેડ સેવ ચોંટાડી બેઉ બાજુ તવા ઉપર શેકી પીરસવું. દાળિયાની ચટણી માટે કરકરા દાળિયાના ભૂકામાં સિંધાલૂણ, મરી અને સૂંઠ નાખી જરૂર પૂરતું પાણી નાખવું.

puri-01

ટોસ્ટ સૅન્ડવિચ   

દાબેલીની જેમ જ સફેદ ઢોકળાં બનાવવાં. ત્રિકોણ પીસ કરવા. એના પર ફોતરાવાળી દાળમાં આયંબિલમાં ખવાય એવું જીરાળુ, મીઠું, હિંગ ભેળવી પૂરણ પાથરવું. પછી એના પર ઢોકળાનો બીજો ત્રિકોણ પીસ મૂકવો અને તવા પર રોસ્ટ કરી સર્વ કરવું. આ જ રીતે ટોસ્ટ સૅન્ડવ‌િચના બદલે ઓપન ટોસ્ટ પણ બનાવી શકાય. ઓપન ટોસ્ટમાં ઉપરથી સેવ પણ ભભરાવી શકાય.

ચણાના લોટમાંથી સેવ બનાવવા ચણાના લોટમાં મીઠું નાખી સેવ માટેનો લોટ બાંધવો. ગરમ નૉનસ્ટિક તવા પર સેવના સંચા વડે સેવનું પાતળું ગૂંચળું પાડવું.  એક સાઇડ પાકે એટલે તાવેથાથી  તવા પર બીજી બાજુ પલટાવવી.

puri-04

ચોળાફળી 

ત્રણ ભાગ ચણાનો લોટ અને એક ભાગ અડદનો લોટ મિક્સ કરી મરીનો પાઉડર, મીઠું, હિંગ નાખી લોટ બાંધવો. એમાંથી મોટા પાપડ જેવું વણવું અને રોટલીની જેમ બે બાજુ તવા પર શેકયા બાદ ભઠ્ઠામાં નાખવું જેથી ચોળાફળી ફૂલી જાય. ત્યાર બાદ એની લાંબી સ્ટ્ર‌િપ કાપવી. એને કડક કરવા ગરમ ભાઠામાં નીચેના ભાગમાં રાખવી અથવા અવનમાં પણ ક્રિસ્પ કરી શકાય. પીરસતી વખતે આયંબિલમાં વપરાતો મેથ‌િયા મસાલો ભભરાવી શકાય.

આ પણ વાંચો : મુંબઈગરાને ચટાકો લગાવ્યો છે કેળનાં પત્તાંમાં સાદા, સ્વચ્છ અને સસ્તા ઉડિપી ભોજને

મેથ‌િયા મસાલો બનાવવા માટે મેથીના દાણા શેકી એને કરકરા પીસવા. પછી એમાં સિંધાલૂણ, મરી,  સૂંઠનો પાઉડર  નાખી મિક્સ કરવું.

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 04:22 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK