Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > સાવધાન! Facebook અને Twitter યૂઝર્સનો ડેટા થયો લીક, વાંચો વિગત...

સાવધાન! Facebook અને Twitter યૂઝર્સનો ડેટા થયો લીક, વાંચો વિગત...

26 November, 2019 04:12 PM IST | Mumbai Desk

સાવધાન! Facebook અને Twitter યૂઝર્સનો ડેટા થયો લીક, વાંચો વિગત...

સાવધાન! Facebook અને Twitter યૂઝર્સનો ડેટા થયો લીક, વાંચો વિગત...


સોશિયલ મીડિયા Facebook અને Twitterના યૂઝર્સનો ડેટા કેટલીક એન્ડ્રૉઇડ એપ ડેવલપર્સ પાસે જોવા મળ્યો છે. આ કંપનીઓએ માન્યું છે કે હજારો યૂઝર્સનો ડેટા અયોગ્ય રીતે Google Play Store પર રહેલી થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા એક્સેસ કરવામાં આવી રહ્યો હતો. યૂઝર્સ જ્યારે પણ આવી એપ્સમાં લૉગઇન કરે ત્યારે તેમનો ડેટા આવી એપ્સ એક્સેસ કરી લે છે. સિક્યોરિટી રિસર્ચસ પ્રમાણે One Audience અને Mobiburn સૉફ્ટવેર ડેવલપમેન્ચ કિટ્સ (SDK)ને યૂઝર ડેટા એક્સેસ આપવામાં આવ્યો હતો. જેમાં ઇમેલ એડ્રેસ, યૂઝરનેમ અને રીસન્ટ ટ્વિટ્સ ડેવી માહિતીઓનો સમાવેશ થાય છે. Twitter અને Facebookએ કહ્યું કે તે યૂઝર્સને આ વાતની માહિતી આપશે કે એપ્સ દ્વારા કઈ કઈ માહિતી શૅર કરવામાં આવી છે.

Twitter એ એક નિવેદનમાં કહ્યું કે તાજેતરમાં જ એક રિપોર્ટ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે One Audience માલવેરથી પ્રભાવિત મોબાઇલ ડેવલપમેન્ટ કિટ (SDK)ને મેન્ટેન કરી રહી છે. કંપનીએ યૂઝર્સને માહિતી આપતાં કહ્યું છે કે, "અમને લાગે છે કે આ અમારી જવાબદારી છે કે જે ઘટનાઓ તમારા પર્સનલ ડેટાને પ્રભાવિત કરે છે તેની માહિતી તમને હોવી જોઈએ."



The Verge પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, Facebookએ તપાસ કર્યા પછી કંપનીએ પોતાના પ્લેટફૉર્મ પરથી આવી કેટલીય એપ્સને રીમૂવ કરી દીધી છે જે તેમના પ્લેટફૉર્મની પૉલિસીનું ઉલ્લંઘન કરે છે. One Audience અને Mobiburn વિરુદ્ધ સીઝ અને ડીસીસ્ટ લેટર પસાર કરવામાં આવ્યો છે. જોવામાં આવે તો આથી iOS પ્લેટફૉર્મ પ્રભાવિત નથી.


આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

Twitter પ્રમાણે, આ સમસ્યા કંપની તરફથી નથી થઈ. પણ આ એપમાં રહેલ SDKs વચ્ચેના અંતરને કારણે છે. અમારી પાસે આ વાતની સાબિતી છે કે આ SDKને કેટલાક એન્ડ્રૉઇડ યૂઝર્સનો પર્સનલ ડેટા એક્સેસ કરવા માટે વાપરવામાં આવતો હતો. પણ iOS વર્ઝનને લઈને અમારી પાસે કોઈ સાબિતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2019 04:12 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK