Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બીમારી દૂર કરવાની સાથે સ્કિન પણ નિખારે છે તજવાળું દૂધ

બીમારી દૂર કરવાની સાથે સ્કિન પણ નિખારે છે તજવાળું દૂધ

18 May, 2020 05:38 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બીમારી દૂર કરવાની સાથે સ્કિન પણ નિખારે છે તજવાળું દૂધ

તજવાળું દૂધ

તજવાળું દૂધ


તમને ખબર છે કે રસોડામાં રોજબરોજના ઉપયોગમાં લેવાતાં તજ તમને ઉંઘ પણ આવી શકે છે? એટલું જ નહીં, આ તમારી શુગર પણ કન્ટ્રોલ કરી શકે છે અને તમને સ્લિમ બનાવવામાં પણ મદદ કરી શકે છે. તજ જેટલો સ્વાદ વધારે છે, એટલું જ સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. તમારી ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ કરવામાં મદદરૂપ થતા તજનો ઉપયોગ જો તમે દૂધ સાથે કરો છો તો તમને તેનો ફાયજો હજી વધારે મળી શકે છે. તજવાળું દૂધ બનાવવું ખૂબ જ સરળ છે. એક કપ દૂધમાં એક બે ચમચી તજનું પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરીને પી લેવું. જાણીએ તજનો ઉપયોગ કેવી રીતે કરવાથી કયા લાભ તમારા શરીરને મળશે...

અનિંદ્રામાં રાહત
જો તમને રાતે ઉંઘ નથી આવતી કે સૂતી વખતે અકળામણ થાય છે તો દૂધમાં તજ નાખીને પીવું. તમને સારી ઉંઘ આવશે. તજમાં એમીનો એસિડ હોય છે, જે શરીરમાં જતાં જ મગજને શાંત રાખવાનું કામ કરે છે. એવામાં જ્યારે તમે તજવાળું પીશો તો તમને ખૂબ જ સરસ ઉંઘ આવશે અને સાથે શરીરનો થાક અને તાણ પણ દૂર થઈ જશે.



શુગરથી મળશે રાહત
જો તમને ડાયાબિટીઝ એટલે શુગરની બીમારી છે અને વારંવાર ઇન્સ્યુલિન વધારવા માટે ઇન્જેક્શન લેવા પડે છે તો તમે તજનો ઉપયોગ કરો. તજ શરીરમાં બ્લડ શુગર નિયંત્રિત રાખે છે. તજવાળા દૂધનું સેવન તમારા બ્લડમાં શુગર લેવલ કન્ટ્રોલ કરશે.


હાડકાંઓ થશે મજબૂત
હાડકાંઓ નબળાં પડવાથી શરીરમાં ઘણી બીમારીઓ ઉત્પન્ન થતી હોય છે. એવામાં તજવાળા દૂધનું સેવન કરવું જોઇએ. તજમાં કેલ્શિયમ, ફાઇબર અને મેગ્નિઝ હોય છે, જે હાડકાંઓને મજબૂત કરે છે.

ચહેરો નિખારે છે
જો તમને ત્વચા સંબંધી મુશ્કેલીઓ છે તો તજવાળું દૂધ પીવું. આમાંથી મળકાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ ત્વચાના રોગ દૂર કરે છે. સાથે જ ચહેરાપર થતાં ઇન્ફેક્શનને પણ ખત્મ કરે છે.


વાળની સમસ્યાનો આવશે ઉકેલ
તમારા વાળ વધારે ઉતરે છે કે વાળમાં કે સ્કૅલ્પ પર કોઇ સમસ્યા છે તો દૂધ અને તજમાં થોડુંક મધ મિક્સ કરીને પીવું. આથી તમારા વાળમાં ચમક વધશે અને યીસ્ટ ઇન્ફેક્શન પણ નહીં થાય.

નોટ: સ્ટોરીની ટિપ્સ અને સલાહ સામાન્ય માહિતી માટે છે. આને કોઇ ડૉક્ટર કે મેડિકલ પ્રૉફેશનલની સલાહ તરીકે ન લેવી. બીમારી કે સંક્રમણના લક્ષણોની સ્થિતિમાં ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2020 05:38 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK