Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > રાતે સુતા પહેલા તમારે શું પહેરવું જોઇએ, શું નહીં, જાણો અહીં

રાતે સુતા પહેલા તમારે શું પહેરવું જોઇએ, શું નહીં, જાણો અહીં

02 June, 2019 03:46 PM IST |

રાતે સુતા પહેલા તમારે શું પહેરવું જોઇએ, શું નહીં, જાણો અહીં

રાતે સૂતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

રાતે સૂતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન


હેલ્ધી રહેવા માટે સારું ડાયેટ અને એક્સરસાઈઝની જેમ ઊંઘ પણ તેટલી જ આવશ્યક છે, પણ મોટાભાગની મહિલાઓ આમાંથી કોઇપણ બાબતે ધ્યાન આપતી નથી. ઘર અને બહાર બન્નેની જવાબદારીઓ નિભાવવાના ચક્કરમાં મહિલાઓ એટલી થાકી જાય છે કે તે ન તો પોતાના ડાયેટ પર ધ્યાન આપે છે અને ન તો એક્સર્સાઇઝ માટે સમય કાઢે છે. એ તો ઠીક પણ હવે તો તે ઊંઘ પણ પૂરી કરતી નથી. જેમ આખો દિવસ રહે છે રાતે પણ તેમ જ સૂઇ જાય છે. હા, અહીં કહેવાનો અર્થ એ જ છે કે રાતે કપડાં બદલવા જોઇએ આ વાત પણ કેટલીક મહિલાઓ નથી સમજતી. શું તમે જાણો છો કે રાત્રે ફિટ કપડાં પહેરવાથી કે બ્રા પહેરીને સૂઇ જવાથી કે મેકઅપ કરીને સૂઈ જવાથી રાતે ઊંઘમાં ખલેલ પડે છે અને બીજો દિવસ આખો સુસ્તીમાં રહેવાને કારણે વ્યર્થ જાય છે.

શું રાતે સૂતી વખતે તમે યોગ્ય કપડાં પહેરીને પથારીમાં સૂવા જાઓ છો? જોકે આ પ્રશ્ન તમને થોડોક અજીબ લાગતો હશે. પણ શું તમે જાણો છો કે પથારીમાં યોગ્ય વસ્તુઓ યોગ્ય રીતે ઉપયોગ ન કરવાથી તમારી ઊંઘ અને તમારી હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે. પણ જો સૂતી વખતે તમે થોડું ધ્યાન આપો તો તમને પોતાને જ બદલાવનો અનુભવ થશે. આજે તમને એવી બાબતો અને કપડાં વિશે જણાવીએ કે જે તમારી કરવી જોઇએ, અને જેનાથી તમારે બચવું જોઇએ.



બ્રા પહેરવી જોઇએ નહીં


Bra

કદાચ તમે બ્રા પહેરીને સૂવાથી હેલ્થ પર પડતી અસર વિશે વિચાર્યું પણ નહીં હોય. પણ શું તમે જાણો છો કે બ્રા પહેરીને સૂવાની આદત ખરેખર તમને કેટલીય હેલ્થ પ્રૉબ્લેમ સામે લડવા અસુરક્ષિત બનાવે છે. ખૂબ જ ટાઇટ બ્રા તમારી સ્કીન સાથે સતત ઘસાઇને હાઇપરપિગ્મેંટેશનનું કારણ બની શકે છે, જેનાથી તમારી ત્વચા પર બળતરા અને અન્ય નુકસાન થઇ શકે છે.


સૂતી વખતે મેકઅપ જરૂર ઉતારો

દરેક મહિલાએ પોતાની સુંદરતાને આરામ આપવાની જરૂર હોય છે, પણ મેકઅપ લગાડીને પથારીમાં પડવું એ સુંદરતા પામી લેવાનો રસ્તો નથી જ. આખી રાત મેકઅપ લગાડીને સૂવાથી તમારા ચહેરા પર ગંદકી અને તેલ બને છે, જેનાથી પિમ્પલ્સ થાય છે. આ સિવાય, જે મહિલાઓ પહેલેથી જ પિમ્પલ્સથી હેરાન થાય છે, તેમની મુશ્કેલી વધી શકે છે.

હકીકતે સૂતા પહેલા મોઢું ધોઇ લેવાથી સ્કિન હાઇડ્રેટ થાય છે અને સમય કરતાં પહેલા વૃદ્ધત્વ, લાઇન્સ અને રિન્કલ્સને અટકાવે છે. તેનાથઈ કોઇ ફરક નથી પડતો કે તમે કેટલા થાકેલા છો રાતે સૂતા પહેલા મેકઅપ કાઢી જ નાંખવો જોઇએ.

અંડરવેર પહેરતાં બચો

Underwear

ટાઇટ અંડરવેર પુરુષો અને મહિલાઓ બન્ને માટે હાનિકારક અને બેક્ટેરિયાના વધવાનું કારણ બની શકે છે. મહિલાઓને ખાસ તો રાતે અંડરવેર પહેરવાથી વજાઇનામાં બળતરા અને સોજો થવાની સંભાવના હોય છે. આ એક એવા કાપડમાંથી બનેલું હોય છે કે જે તમારી ચામડીને શ્વાસ લેવાની પરવાનગી આપતું નથી અને યીસ્ટ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

મોજા પહેરીને સૂવું

Socks

જો તમને પગ ઢાંકીને સૂવાનું ગમે છે તો તેનો સરળ અને ફાયદાકારક વિકલ્પ છે મોજા. હકીકતે, મોજા પહેરવાથી તમારા પગ ગરમ થઇ જાય છે, અને જો તમારું બ્લડ પ્રેશર નીચું રહે છે તો તમારા શરીરને ઊંઘ માટે તૈયાર કરે છે. પણ જો તમને આ વધુ ઉપયોગી નથી થતું, તો પગમાં પડેલા ચીરાં અને ડ્રાઇનેસથી બચાવવાની સાથે સાથે મોજા તમારા પગને સુંદર દર્શાવવામાં મદદ કરે છે

કૉટનનો પાયજામો

Cotton Pyajama


કૉટનનો પાયજામો નાઇટવેર માટે સૌથી સારી પસંદગી છે. આ એક નૈસર્ગિક ફાઇબર છે જે ખૂબ જ નરમ, આરામદાયક અને હલ્કું છે જે રાતે સારી ઊંઘ આપવા માટે આદર્શ પસંદગી માનવામાં આવે છે. આ સિવાય, કૉટન તમારી ત્વચાને પણ સારી રીતે શ્વાસ લેવા દે છે. જેનાથી ખંજવાળની સમસ્યા થતી નથી.

સ્લીપ માસ્કનો ઉપયોગ કરવો

ભલે તો નસકોરા બોલાવતું પાર્ટનર હોય, ઘોંઘાટ કરતાં પાડોશી હોય કે બેડરૂમની લાઇટ્સ હોય, આ બધું તમારા કન્ટ્રોલથી બહાર છે પણ આ બધાંથી તમારી રોજ રાતની ઊંઘ ખરાબ થાય છે. પણ તમારી માટે સારી બાબત એ છે કે તમારી પાસે રાતે સૂવા માટે માત્ર ઇયરપ્લગ અને સ્લીપ માસ્ક છે અને આ બન્ને વસ્તુઓ તમને આખી રાત સુખેથી સૂવા માટે મદદરૂપ બને છે

આ પણ વાંચો : આયુર્વેદિક ઉપાય : ગરમીમાં પીઓ આ દેશી પીણું, મોટાપો ઘટશે અને લોહી વઘશે

લૂઝ નાઇટી પહેરવી

સ્કીન ટાઇટ નાઇટી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે જ્યારે તમે પથારીમાં ટાઇટ કપડાં જેમ કે પેન્ટ કે શર્ટ પહેરીને સૂઓ છો ત્યારે તમે સામન્ય રીતે શ્વાસ લઇ શકતા નથી. સાથે જ આનાથી તમારા સર્ક્યુલેશન પર પણ ખરાબ અસર પડે છે, આ તમારી ત્વચા છે જેને શ્વાસ લેવાની જરૂર પણ હોય છે, અને ટાઇટ કપડાં પહેરવાથી ત્વચામાં બળતરા અને ઈન્ફેક્શન થઇ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2019 03:46 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK