આયુર્વેદિક ઉપાય : ગરમીમાં પીઓ આ દેશી પીણું, મોટાપો ઘટશે અને લોહી વઘશે

Published: Jun 01, 2019, 06:50 IST

આયુર્વેદિક ઉપાયો : ગરમીમાં પીશો આ દેશી પીણું, તો મોટાપો થશે છૂમંતર અને વધશે લોહી

સત્તૂનો શરબત મોટાપો ઘટાડવામાં બનશે લાભદાયક
સત્તૂનો શરબત મોટાપો ઘટાડવામાં બનશે લાભદાયક

આજે તમને એવું દેશી પીણું જણાવવા જઇ રહ્યા છીએ જેને પીવાથી ગરમીમાં ડિહાઇડ્રેશનથી તો બચશો પણ સાથે તમે સ્લીમ ટ્રીમ બની શકશો અને શરીરમાં લોહી પ્રમાણ પણ વધશે.

હા, તમને જાણીને અચરજ થશે કે એવું પણ શરબત હોઇ શકે છે જે તમારો મોટાપો ઘટાડે અને લોહીના પ્રમાણમાં કરે છે વધારો. એટલું જ નહીં, હાડકાંનો દુઃખાવો પણ જલ્દીથી મટાડે છે. અને આ બધી જ સમસ્યાઓ મહિલાઓને ઘણે અંશે હેરાન કરતી હોય છે. જેનાથી લડવા માટે આ એક શરબત તમને થશે લાભદાયી. હા, સત્તૂના શરબતની જ વાત થઇ રહી છે. જેને ગરમીની સીઝનમાં તમારા ડાએટમાં સામેલ કરીને તમે ડિહાડ્રેટ થતાં તમારા શરીરને અટકાવી શકો છો અને તે તમને અંદરથી ઠંડક પણ આપશે. એટલું જ નહીં સત્તૂનું સેવન લૂ થી પણ બચાવે છે. તો જુઓ આ એક શરબતથી તમને કેટ કેટલા ફાયદા થાય છે.

મોટાપો ઘટાડવામાં છે અકસીર
જી હાઁ, તમે બરાબર વાંચ્યું , આ દેશી ઉપાય તમારો મોટાપો ઘટાડવામાં તમારી ઘણી મદદ કરે છે. ગરમીઓમાં રોજ સવારે નાશ્તામાં એક ગ્લાસ લેવાથી તમારા શરીરમાં મેટાબોલીઝમ મજબૂત બને છે અને તેનાથી મોટાપો ઘટાડવામાં મદદ મળે છે. સત્તૂના શરબતમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.જેનાથી તમારી ડાઇજેશન સિસ્ટેમ તંદુરસ્ત રહે છે. સાથે જ ફાઇબરની હાજરી તમને કબજીયાતની સમસ્યાથી પણ બચાવે છે. આ સિવાય સત્તૂ ન કેવળ તમારી ભૂખને શાંત કરે છે પણ તમારા શરીરને જરૂરી પોષક તત્ત્વો પણ પૂરા પાડે છે.

તરત એનર્જી આપે છે એટલે કે એનર્જી બૂસ્ટર તરીકે કરે છે કામ
સત્તૂમાં વધુ પ્રમાણમાં મિનરલ્સ અને આયર્ન, મેગ્નેશિયમ અને ફૉસ્ફોરસ મળે છે. જે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. જો તમે આમાં લીંબૂ અને કાળું મીઠું મિક્સ કરીને પીશો તો આ તમને તરત જ એનર્જી આપશે. સત્તૂમાં અન્ય એવા કેટલાક ગુણ હોય છે જે શરીરનો થાક ઉતારીને એનર્જી આપવામાં મદદરૂપ બને છે.

હાડકાંનો દુઃખાવો મટાડે છે
આ દેશી શરબતમાં ઇન્ફ્લેમેટરી ગુણો રહેલા હોય છે, તેથી આ પીવાથી આર્થરાઇટિસમાં થતા સાંધાના દુઃખાવામાં આરામ મળે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો તમારા ડાએટમાં 1 ગ્લાસ સત્તૂનો શરબત જરૂર સામેલ કરવો. જોતમે ગરમીમાં તમને એનર્જીથી ભરપૂર રાખવા માગો છો તો સારા ક્વૉલિટીના સત્તૂ લેવા.

લોહીની ઉણપને કરે છે દૂર
મોટા ભાગની ભારતીય મહિલા લોહીની ઉણપ જોવા મળે છે. પ્રેગ્નેન્સી પછી આ સમસ્યા પણ વધી જાય છે. બૉડીમાં આયર્નની સમસ્યા હોય છે. પણ તમારે વધુ ચિંતા ન કરવી હોય તો સત્તૂમાં પણ લોહીની ઉણપને દૂર કરવાની ક્ષમતા રહેલી છે. આ લોહીની ઉણપને દૂર કરવાની ક્ષમતા છે તેની સાથે જ લોહી બનાવવાની પ્રક્રીયાને વેગ આપે છે. જી હાઁ, શરીરમાં આયર્નની ઉણપ હોવાથી દરરોજ સત્તૂમાં પાણી મિક્સ કરીને પીવાથી ઘણો ફાયદો થાય છે.

આ પણ વાંચો : વર્કિંગ પ્રોફેશનલ્સ બની રહ્યા છે સાંધાના દુખાવાનો શિકાર

પેટ માટે અમૃત
આ દેશી શરબતમાં ફાઇબર ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. ગરમીમાં આ પીવું ખૂબ જ લાભકારક ગણાય છે. ગરમ, માસાલાવાળું તેમજ તૈલીય ખોરાક ખાવાને કારણે ઘણીવાર લોકોને અપચનની સમસ્યા થાય છે. સત્તૂ પીને આ સમસ્યાથી સરળતાથી છૂટકારો મેળવી શકાય છે સત્તૂમાં રહેલ ફાઇબર ખોરાક પચાવવાની પ્રક્રિયાને વેગ આપી પેટને યોગ્ય સ્થિતિમાં રાખવામાં મદદરૂપ બને છે.

જો તમે સ્લિમ ટ્રિમ અને તંદુરસ્ત રહેવા માગો છો તો આ દેશી શરબતનો સમાવેશ તમારા ડાએટમાં અવશ્ય કરજો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK