Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > દિવાળી અને બ્યુટી પ્રોડક્ટ્સ

દિવાળી અને બ્યુટી પ્રોડક્ટ્સ

22 October, 2019 03:19 PM IST | મુંબઈ
B ફૉર બ્યુટી - આર. જે. મહેક

દિવાળી અને બ્યુટી પ્રોડક્ટ્સ

મેકઅપ

મેકઅપ


દિવાળીની તૈયારીઓમાં આપણે બધા અત્યારે વ્યસ્ત છીએ. ખાસ કરીને ઘરની સાફસફાઈમાં અત્યારે પરોવાયેલા છીએ ત્યારે આપણા ડ્રેસિંગ ટેબલને ખોલીને જોઈએ તો કેટલીક બ્યુટી અને મેકઅપ પ્રોડક્ટ્સની પણ સફાઈ કરવી પડશે.

આમ તો મોટે ભાગે દરેક મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ક્યાં સુધી વાપરી શકાય એ તારીખ લખેલી હોય છે, પણ છતાંય એક વાર જાણવા જેવી છે ફેસ ક્રીમ કે લોશન પર એની એક્સપાયરી ડેટ લખેલી હોય છે જે ૬ મહિનાથી ૧ વર્ષની હોય છે. ત્યાર પછી પણ આપણે વાપરીએ તો સ્કિનને નુકસાન થાય છે. ફેસ વૉશ કે માસ્ક ત્રણથી છ મહિના સુધી વાપરી શકાય છે.



makeup


ટોનર ૬ મહિના

મસ્કરા ૩ મહિના


લિક્વિડ લાઇનર્સ ૬ મહિના

ફાઉન્ડેશન ૬ મહિના-બે વર્ષ

આઇલાઇનર ૬ મહિનાથી ૧ વર્ષ

લિપગ્લૉસ, કન્સીલર, ક્લેન્ઝર ૧ વર્ષ સુધી

લિપસ્ટિક, નેઇલ-પૉલિશ, બ્લશ, બ્રૉન્ઝર બે વર્ષ સુધી વાપરી શકાય

એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ વાપરવાથી સ્કિન પર ઍલર્જી, બળતરા કે દાણા થઈ શકે છે

જે પ્રોડક્ટ્સ આખું વર્ષ આપણને સુંદરતા આપે છે અને દેખભાળ કરે છે એ પ્રોડક્ટ્સની આપણે જરા દેખભાળ અને કાળજી રાખીએ તો સરસ રિઝલ્ટ મળે અને સ્કિન કે બૉડીને નુકસાન પણ નહીં થાય. તો મહેક તરફથી આ દિવાળીએ હૅપી ક્લીનિંગ, હૅપી ઑર્ગેનાઇઝિંગ.

મેકઅપના સામાનની સાફસફાઈ

મેકઅપ બ્રશને સાફ કરવા માટે એક બોલમાં સાદું પાણી લઈ એમાં ‌િડ‌શવૉશ લિક્વિડ અથવા ફેસવૉશનાં થોડાં ટીપાં નાખી પલાળી રાખો અને નળ નીચે ધોઈ એક નૅપ્કિન પર મૂકી સૂકવી દો.

આ પણ વાંચો : મોંઘાંદાટ પણ હવે બહુ જૂનાં થઈ ગયેલાં કપડાંનું શું કરવું એની ચિંતા સતાવે છે?

હેરબ્રશ, હેરડ્રાયર, હેર-સ્ટ્રેટનર, હેરકલર વગેરેને પણ સૂકા કપડાથી ક્લીન કરવા જોઈએ જેથી ખોડા, ખરતા વાળ જેવી સમસ્યાઓથી બચી શકાય.

મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ્સને સીધો તડકો ન લાગે એ રીતે સાચવીને ઠંડી અને ડાર્ક જગ્યાએ મૂકવી જોઈએ જ્યાં પવન કે ધૂળ ન લાગે.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 03:19 PM IST | મુંબઈ | B ફૉર બ્યુટી - આર. જે. મહેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK