જાણો તા, 06-08-2012 નું આપનું ભવિષ્ય

Published: 6th August, 2012 08:05 IST

    આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશો. જાત-જાતનાં નેગોશિએશન્સ, કમિટમેન્ટ અને પ્લાનિંગ કરવામાં જ દિવસ પૂરો થઈ જશે એમ ગણેશજી દર્શાવે છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશો. જાત-જાતનાં નેગોશિએશન્સ, કમિટમેન્ટ અને પ્લાનિંગ કરવામાં જ દિવસ પૂરો થઈ જશે એમ ગણેશજી દર્શાવે છે. કોઈ પણ બાબત વધુ વણસે એ પહેલાં એમાં યોગ્ય નિર્ણય લઈ લેજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે અત્યાર સુધી પાછળ ઠેલાયેલાં ઘણાં કામો પૂરાં કરવાનો દિવસ છે. પેન્ડિંગ ઇશ્યુ, નર્ણિયો કે ઠેબાં ખાઈ રહેલા  સંબંધોને પણ આજે યોગ્ય રીતે ઉકેલી લેજો. એનાથી ગણેશજીના કહ્યા મુજબ તમે ખૂબ શાંતિ અને હળવાશ અનુભવશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

કામ અને સમયનું વ્યવસ્થાપન કરવામાં તમે માસ્ટર થઈ ગયા છો. અતિશય કામ સાથે પરિવાર માટે પણ પૂરતો સમય કાઢી શકશો. ગણેશજી ખૂબ ખુશ થઈ જાય છે જ્યારે તમે કામ સાથે નિષ્ઠા જાળવીને પરિવાર માટે પણ પૂરતો સમય ફાળવો છો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

પ્રેમ અને કરુણા તમારા સ્ટ્રૉન્ગ પૉઇન્ટ છે. અત્યારે તમે એનાથી છલોછલ છો. તમારી સારી વિચારધારાને પ્રભાવિત કરે એવા નકારાત્મક વિચારોથી દૂર જ રહેજો એવી ગણેશજીની સલાહ છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

પ્રામાણિકતા અને નિષ્ઠા જ તમારી ગુડવિલના આધાર છે. ગણેશજી કહે છે કે તમે કરેલાં સારાં કાયોર્ની કદર થવાને કારણે આજે તમારા ફેસની સ્માઇલને હટાવી નહીં શકો. જોકે તમને જે કંઈ મળ્યું છે એના તમે હકદાર છો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે ઘણા નવા આઇડિયા આવશે. ગણેશજી દર્શાવે છે કે થોડા સમય માટે તમે તમારા હક, જરૂરિયાત અને કર્તવ્યો વચ્ચે ગૂંચવાઈ જશો. કેટલાંક નવાં કામની ઓળખાણ થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ઇમોશન્સ અને લાગણીઓનું ઘોડાપૂર ખરેખર તો તમને અંદરથી સ્વચ્છ અને રીચાર્જ કરવા માટે આવ્યું છે. થોડા સમય માટે બધી રીતે હળવા થઈ જાઓ એવી ગણેશજીની સલાહ છે. એ પછી કેટલાંક સિરિયસ કામમાં ઝંપલાવજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

જોખમ લેવાની ક્ષણ સાથે જ વિજયની ક્ષણ સંકળાયેલી છે. જોકે સફળતા મળ્યાં પછી પણ જોખમ ટળી ગયું છે એવું ધારશો નહીં. ગણેશજી સૂચવે છે કે સફળતા મળ્યાં પછી પણ રૂક્ષ કે ઓવર-કૉન્ફિડન્સ કેળવશો નહીં, કારણ કે એનાથી તમને થનારા ફાયદામાં કાપ મુકાઈ જશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજે જાતનું અવલોકન કરવાનો દિવસ છે એમ ગણેશજી સૂચવે છે. તમારી સામે આવીને ઊભી રહેલી સમસ્યાનું મૂળ કારણ શું છે એ જાણવા માટે થોડો વધુ ઊંડો વિચાર કરો. એક વાર એ સમજાઈ ગયું પછી એનો ઉકેલ તમારું મગજ એની મેળે જ શોધવા માંડશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

અત્યારે તમે ખૂબ વ્યસ્ત દિવસો અને ભયંકર કામના સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છો. આજે તમે તમારા બૉસને તમારા કામથી ખુશ કરી દેશો. ગણેશજી તમને ખાતરી આપે છે કે જો તમે તમારી ગતિનું યોગ્ય અવલોકન કરીને આગળ વધશો તો સામે આવતું બધું કામ સમયસર પૂરું કરી શકશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ગણેશજી તમને સમજાવે છે કે તમારા પ્રૉબ્લેમને શૅર કરો. એનાથી તમે ખૂબ હળવાશ અનુભવશો. એ વાત સાચી છે કે લોકો સમક્ષ તમારી એકલે હાથે લડી લેનારા સાહસિક તરીકે છબિ છે, પણ કેટલીક વાર તમને પણ કોઈના ખભા પર માથું રાખીને રડવાનો હક છે અને એમાં તમારી ઇમેજ ક્યાંય ખરડાવાની નથી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે તમે તમારા ક્ષેત્રમાં એક પ્રશંસનીય પડાવ પાર કરશો એમ ગણેશજી દર્શાવે છે. એમાં તમારું પ્રોફેશનલ સ્ટેટસ અને સામાજિક સ્ટેટસ પણ ઊંચાઈ પર પહોંચશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK