ઠંડીમાં એક ચમચી મધનું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા

મુંબઈ | Jun 12, 2019, 23:58 IST

અત્યારે ગાત્રો થીજવી દેતી ઠંડી પડી રહી છે. આવા સમયે જો મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે.

ઠંડીમાં એક ચમચી મધનું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા

અત્યારે ગાત્રો થીજવી દેતી ઠંડી પડી રહી છે. આવા સમયે જો મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે. મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફેટ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મધમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ પણ જોવા મળ્યા છે અને એટલે પણ મધ ફાયદાકારક હોય છે. 

મેડિકલમાં તેને એન્ટિબાયોટિક ગુણ કહેવાય છે. મધમાં વિટામીન બી-1 અને બી-6 પણ હોય છે. મધમાં મળી આવતા તત્વોના કારણે તે દવાની સાથે સાથે પોષક પદાર્થ પણ ગણાય છે. આવો જાણીએ કે એક ચમચી મધના સેવનથી શું ફાયદા થાય છે.

1. સારી ઊંઘ
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે મધમાં સેરોટોનિન કેમિકલ હોય છે જે મૂડને સારો કરે છે. ખરાબ મૂડ માટે જવાબદાર કેમિકલમાં ફેરફાર કરે છે. આવામાં જો તમને અનિંદ્રાની સમસ્યા છે તો રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. ઊંઘ સારી આવશે. 

2. મજબુત રોગપ્રતિકારક શક્તિ
એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોવાના કારણે મધનુ સેવન રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે. સવારે ખાલી  પેટે હુંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. 

3. બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે
રોજ એક ચમચી મધ ખાવાથી કે હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

4. શરદી ઉધરસમાં ફાયદાકારક
વર્ષ 2012ના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે રોજ 2 ચમચી મધ ખાવાથી ઊધરસમાં રાહત રહે છે. આ સાથે જ તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોવાના કારણે તેનું સેવન ઈન્ફેક્શન પેદા કરનારા બેક્ટેરિયાને ખતમ કરે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK