Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > કૅન યુ ઇમૅજિન, લૉકડાઉનનાં બે વર્ષમાં ૮૦થી વધુ વાર ઘાટકોપરથી લોનાવલા ફરવા ગયેલા આ ભાઈ

કૅન યુ ઇમૅજિન, લૉકડાઉનનાં બે વર્ષમાં ૮૦થી વધુ વાર ઘાટકોપરથી લોનાવલા ફરવા ગયેલા આ ભાઈ

05 January, 2023 05:35 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

એમાં પણ સવારે છ વાગ્યે જવાનું, ત્યાંના કોઈક અજાણ્યા વૉટરફૉલની મજા માણવાની, નાસ્તો કરવાનો અને દસ વાગ્યા સુધીમાં ઘરે પાછા. અત્યાર સુધીમાં ઑલમોસ્ટ આખું વિશ્વ ફરી ચૂકેલા અશિત દાણીનો ટ્રાવેલ ફન્ડા ભલભલા ટ્રાવેલરને થોડીક ક્ષણો માટે રોમાંચિત કરી દે એવો છે

કૅન યુ ઇમૅજિન, લૉકડાઉનનાં બે વર્ષમાં ૮૦થી વધુ વાર ઘાટકોપરથી લોનાવલા ફરવા ગયેલા આ ભાઈ

અલગારી રખડપટ્ટી

કૅન યુ ઇમૅજિન, લૉકડાઉનનાં બે વર્ષમાં ૮૦થી વધુ વાર ઘાટકોપરથી લોનાવલા ફરવા ગયેલા આ ભાઈ


ઑલમોસ્ટ વિશ્વભ્રમણ કર્યા પછી અશિતભાઈનો ભારત માટેનો પ્રતિભાવ આપણને પ્રાઉડ ફીલ કરાવે એવો છે. 

‘ન્યુટ્રાસ્યુટિકલ’ એટલે એવું ફીલ્ડ જેમાં ફાર્માસ્યુટિકલની જેમ જ હેલ્થને ફાયદો કરતી દવાઓનું શોધસંશોધન કરવાનું અને એને એન્ડ-યુઝર સુધી પહોંચાડવાનું, પરંતુ અહીં દવાઓમાં નૅચરલ પ્રોડક્ટ હોય. એટલે કે દાડમ ખાવાથી શરીરના કયા રોગ પર શું અસર થાય અથવા પાલક કે ફુદીનો કઈ રીતે હેલ્થને સપોર્ટિવ છે એના પર બાકાયદા રિસર્ચ કરવાનું અને વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીને એમાં જોડવાની. આ કામ કરે છે ઘાટકોપરના અશિત દાણી. અને તેમનું નસીબ એટલું બળવાન છે કે આ કામને કારણે જ તેમને ભરપૂર પ્રમાણમાં ફરવા મળ્યું છે. મહિનામાં એક ફૉરેન ટૂર કંપનીના કામથી કરવાની હોય, બે દિવસની મીટિંગ પતાવીને બીજા પાંચ દિવસ જે દેશની જે જગ્યાએ મીટિંગ કે કાર્યક્રમ હોય એના અંતરિયાળ ગામમાં પહોંચી જવાનું આ તેમના કામની ખૂબી છે. ગાડી લઈને જ ફરવાનું અને ફરવા નીકળો પછી પાક્કું જૈન ભોજન જ પ્યૉર વેજિટેરિયન રેસ્ટોરાંમાં જ જમવાનું. આ નિયમ પણ તેમણે જ્યારથી  ટ્રાવેલિંગ શરૂ કર્યું છે ત્યારથી પાળ્યો છે. ન્યુ ઝીલૅન્ડ અને રશિયા એની સાથે સંકળાયેલા દેશો છોડીને પોણા ભાગની દુનિયામાં તેઓ ફરી ચૂક્યા છે. પ્રવાસની બાબતને તેઓ કઈ રીતે જુએ છે અને તેમની પાસેથી ટ્રાવેલિંગની કઈ ટિપ્સ કામ લાગે એવી છે એ જાણીએ આજે. 



ઑફબીટ પ્લેસિસ


બહુ જ નાનપણથી ફરવાનો શોખ રહ્યો છે અને એ પણ ઑફબીટ રીતે જ ફરવાનું એટલે પૈસા નહોતા ત્યારે પણ અશિતભાઈને એનો પોતાની રીતે જુગાડ કરતાં આવડતો હતો. શરૂઆતના દિવસો યાદ કરતાં તેઓ કહે છે, ‘એક સમય એવો હતો કે ફરવાના પૈસા નહોતા. લિમિટેડ બજેટમાં ફરવું હોય અને જુદી રીતે ફરવાનો ચસકો હોય ત્યારે તમારે રસ્તાઓ પણ જુદા વાપરવા પડે. મને યાદ છે કે એ સમયે હું રાતના સમયે ગેટવે ઑફ ઇન્ડિયા જઈને બોટમાં રાઉન્ડ મારવા નીકળતો.

આ પણ વાંચો :  ભલભલાને પ્રશ્ન થાય છે કે આટલા વજન સાથે આ ભાઈ ટ્રેકિંગ કેવી રીતે કરતા હશે


રાતના સમયે દરિયાનો પોતાનો 

મિજાજ હોય, એમાં પૂનમની રાત્રિ હોય ત્યારે અજવાળાના ઝળહળાટ વચ્ચે ફરવાનો પોતાનો આનંદ છે. ત્યારે બહુ લાંબે ન જઈ શકાય એવા સમયે ગેટવે ઑફ ઇન્ડિયા જઈને ત્યાંના બોટવાળાને થોડાક પૈસા આપીને હું રાતે બોટ લઈને નીકળતો. હકીકતમાં ગેટવેમાં રાતના સમયે બોટિંગ બંધ હોય છે, પરંતુ હું એ બોટવાળાને પટાવી લેતો અને તે મારી સાથે આવવા તૈયાર પણ થઈ જતો. ભારત તો આખું ફર્યો છું અને અમુક જગ્યાએ તો વીસ-પચીસ વાર જઈ આવ્યો છું. જેમ કે ઉત્તરાખંડ મારી ફેવરિટ પ્લેસ છે. ખાસ કરીને હૃષીકેશ તો બહુ જ નિયમિત જવાનું 
થાય. એ સિવાય કાશ્મીરના પહલગામમાં વીસ-પચીસ વાર ગયો હોઈશ. 

સામાન્ય રીતે મારે મારી કંપનીના કામ માટે પ્રવાસ ખૂબ કરવો પડે. ઇન્ટરનૅશનલ અને નૅશનલ બન્ને ક્લાયન્ટ્સ સાથે મીટિંગ હોય, રિસર્ચ વર્ક હોય અને સાથે ફૅક્ટરીનું કામકાજ પણ જોવાનું હોય. એના માટે મહિનામાં પાંચથી છ વાર બહાર નીકળવાનું બને. એટલે હું શું કરું કે દરેક આઉટડોર ટ્રિપ સાથે બે દિવસ પર્સનલ ફરવાના જોડી દઉં. એ રીતે દેશ અને દુનિયાને નિરાંતે 
જોવાની તક મળે. અંતરિયાળ વિસ્તારમાં જાઉં એટલે અનટચ્ડ એરિયા જોઈ શકું અને એક જ સ્થળે વારંવાર જવાનું પણ બને તો જગ્યાઓ દર વખતે નવી રીતે એક્સપ્લોર કરવાની તક મળે. હું એકસાથે આખું જ ફરી લેવાના મતવાળો નથી. હું ઓછા દિવસ અને ઓછી જગ્યાઓ સાથેની નિરાંતમાં ફરવામાં માનું છું.’

બેસ્ટ છે ઇન્ડિયા

ઑલમોસ્ટ વિશ્વભ્રમણ કર્યા પછી અશિતભાઈનો ભારત માટેનો પ્રતિભાવ આપણને પ્રાઉડ ફીલ કરાવે એવો છે. તેઓ કહે છે, ‘દુનિયામાં દરેક બાબત શ્રેષ્ઠ છે અને ઘણી જગ્યાએ ઘણું છે પરંતુ ભારતમાં બધું જ છે અને અતિશય પ્રમાણમાં ભારત કુદરતી સૌંદર્ય ધરાવે છે. આપણને આપણી જગ્યાઓ મેઇન્ટેન કરતાં નથી આવડતી અને આપણે ટૂરિઝમને પ્રમોટ કરવામાં પણ કાચા પડ્યા છીએ, પરંતુ ભારતની તુલના જ ન થઈ શકે. ખરેખર ભારત ફરવા માટેની શ્રેષ્ઠ જગ્યા છે અને ભારતને પણ જો આપણે મન મૂકીને એક્સપ્લોર કરી શકીએ તો જિંદગી ટૂંકી પડે એટલું છે અહીં. ખાસ કરીને આખું ઉત્તરાખંડ લઈ લો, લદાખ અને હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, કેરળ આ બધી જગ્યાઓમાં ફાટ-ફાટ કુદરતે પોતાનું સૌંદર્ય વેર્યું છે.’

નૅચરલ બ્યુટી

મારા ફરવાના બે ફન્ડા છે, એક તો સ્થળ નૅચરલ બ્યુટીથી છલોછલ હોવું જોઈએ અને બીજું, ટૂરિસ્ટોના ધસારાથી પર હોવું જોઈએ એમ જણાવીને અશિતભાઈ કહે છે, ‘લૉકડાઉન દરમ્યાન મેડિકલ આઇ કાર્ડને કારણે હું બહાર અવરજવર કરી શકતો હતો ત્યારે એંસી કરતાં વધારે વાર હું લોનાવલા ગયો હોઈશ. મને યાદ છે કે ત્યારે રસ્તાઓ એકદમ ખાલી હતા. લોનાવલામાં ધસારો નહીંવત હતો અને એ સમયે એવા-એવા વૉટરફૉલ અમે જોયા હશે જે ત્યાંના લોકલને પણ નહીં ખબર હોય. સવારે છ વાગ્યે નીકળતા એટલે લગભગ સવા કલાકમાં લોનાવલા પહોંચતા. એ પછી ત્યાંના વૉટરફૉલ પર લગભગ એકાદ કલાક વિતાવીને ત્યાંનો ટ્રેડિશનલ નાસ્તો કરીને લગભગ સાડાદસ સુધી તો ઘરે આવી જતા. એવી જ રીતે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ એવી-એવી જગ્યાઓ મેં એક્સપ્લોર કરી છે જેના વિશે ત્યાંના ગણ્યાગાંઠ્યા લોકલ જાણે છે. ઇવન સ્વિટ્ઝરલૅન્ડમાં પણ બહુ જ ઑફબીટ જગ્યાએ હું જઈ આવ્યો છું. જ્યારે તમે કુદરત સાથે જોડાઓ ત્યારે તમે તમારી જાત સાથે જોડાતા હો છો, તમારી અંદર ગજબનાક ચમત્કૃતિ થતી હોય છે જેને માત્ર અનુભવ સાથે જ સમજાવી શકાય.’

આ પણ વાંચો :  માઉન્ટન અમારું ઘર

ટ્રાવેલિંગ વિથ કુકિંગ

ખાવાના વિશેષ પ્રેફરન્સને કારણે અશિતભાઈ પોતાના ખાવાપીવાનો સામાન મોટા ભાગે સાથે રાખે છે. તેઓ કહે છે, ‘હું નૉનવેજ પિરસાતું હોય એવી જગ્યાએ ખાવાનું અવૉઇડ કરું છું અને કંદમૂળ પણ નથી ખાતો એટલે ફરવાની સાથે પ્રૉપર ભોજન મળે એની વ્યવસ્થા જાતે કરી લઉં છું. મોટા ભાગે સર્વિસ અપાર્ટમેન્ટમાં રોકાવાનું અને જાતે જ પોતાનું ભોજન બનાવવાનું. મારો પાર્ટનર પણ મારી સાથે જ હોય આવી બિઝનેસ મીટિંગને કારણે. એ પણ હવે કુક કરતાં મારી જેમ શીખી ગયો છે. ક્યારેક વ્યવસ્થા ન થાય તો ઈશ્વર પણ સાચવી લે છે. એ ડિવાઇન પાવર તમારી હેલ્પ કરવા માટે તત્પર છે એવા પણ પુષ્કળ અનુભવ થયા છે. જેમ કે હું સ્વિટ્ઝરલૅન્ડમાં હતો અને અધવચ્ચે અમારી ગાડી ખરાબ થઈ ગઈ. દૂર-દૂર સુધી કંઈ જ નહીં. પણ અમારાથી થોડાક અંતરે દૂર એક ઘરમાં ચિમની દેખાતી હતી. આઇડિયા આવી ગયો કે આ કોઈ ઘર છે. ત્યાં પહોંચ્યા તો એક બહેન એકલાં રહેતાં હતાં. અમે અમારી સમસ્યા કહી તો તેમણે અમને ત્યાં જ બીજા એક ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી એટલું જ નહીં, મારી જ પાસેથી ટિપ્સ લઈને તેમણે મારા માટે ફૉન્ડ્યુ બનાવ્યું અને બીજા દિવસે પણ તેમણે તેમની રીતે એક જૈન આઇટમ બનાવીને અમને સર્વ કરી હતી. એવી રીતે રણથંભોરમાં ત્યાંની જંગલ સફારીના વૉચમૅને પોતાના ઘરે ગોબીનાં પરાઠાં ખવડાવ્યાં હતાં. તો સ્પેનમાં પાકિસ્તાની કુકે જૈન ફૂડ બનાવીને સમય સાચવી લીધો હતો.’

આટલું યાદ રહે

અશિતભાઈ ગઈ કાલે ચંડીગઢ હતા. આજે દેહરાદૂનમાં છે અને આવતી કાલે હિમાચલના પોન્ટા સાહિબ જશે. ડે ટુ ડે લાઇફમાં આટલું ટ્રાવેલ કરતા અશિતભાઈ કેટલીક મહત્ત્વની ટકોર કરતાં કહે છે, ‘ફરવા નીકળો ત્યારે વજન ઓછું, તમારા લગેજના ફોટોગ્રાફ અને તમારા તમામ મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સની સૉફ્ટ કૉપી સાથે રાખવી અત્યંત જરૂરી છે. તમે ક્વિકલી બનાવી શકો એવી ખાવાપીવાની રૉ આઇટમ પણ રાખો સાથે. પ્લસ તમારું લગેજ હંમેશાં વૉટરપ્રૂફ જ હોવું જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2023 05:35 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK