ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

કેરળમાં ઉજવાયેલ આંતરરાષ્ટ્રીય કૉન્ડમ દિવસની તસવીરોનું કૉલાજ

ઇન્ટરનેશનલ કૉન્ડમ ડેની સફળતાથી ઉજવણી થઈ કેરળના ત્રિવેન્દ્રમમાં, જુઓ તસવીરો

આજે એટલે કે, સોમવાર 13 ફેબ્રુઆરી 2023ના રોજ કેરળના ત્રિવેન્દ્રમમાં આંતરરાષ્ટ્રીય કૉન્ડમ દિવસની ઉજવણી કરવામાં આવી જેની પાછળનો મૂળ હેતુ લોકોમાં કૉન્ડમના ઉપયોગને લઈને જાગૃતિ ફેલાવવાના હેતુ છે. આની સાથે જ આ દિવસની ઊજવણી `સેફર ઈઝ સેક્સી`  આ થીમ હેઠળ કરવામાં આવી.  ઈન્ટરનેશનલ કૉન્ડમ ડેની ઉજવણીનો હેતુ કૉન્ડમના સતત ઉપયોગ દ્વારા એચઆઈવી, એસટીઆઈ અને અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે જાગૃતિ લાવવાનો છે. ICD દરમિયાનની પ્રવૃત્તિઓનો હેતુ લોકોને કૉન્ડમનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરતી વખતે આનંદ અને સર્જનાત્મક રીતે સુરક્ષિત સેક્સ પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. વિશ્વભરમાં 36.7 મિલિયન લોકો એચઆઇવી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન સાથે જીવે છે, જાગૃતિ ફેલાવવી અને લોકોને શિક્ષિત કરવું એ હવે પહેલા કરતાં વધારે મહત્વનું બની ગયું છે. કૉન્ડમ મેસેજિંગ આપણા સમયમાં મહત્વપૂર્ણ છે કારણ કે આપણા સમાજમાં પણ ફેશન તેમજ જાતીય શોધનો પ્રવાહ સતત બદલાઈ રહ્યો છે. ભારતના ગ્રામીણ સમુદાયોમાં પણ હવે પરંપરાગત જાતીય પ્રવૃત્તિઓમાંથી આગળ વધીને આપણે ચેમસેક્સ અને બેર બેકિંગ ચેલેન્જ (યુએન-પ્રોટેક્ટેડ એનલ સેક્સ) એ એક પડકાર / હિંમત અથવા તો ફેશન સ્ટેટમેન્ટના યુગમાં પણ ફેરવાઈ રહ્યું છે.

13 February, 2023 08:27 IST | Kerala | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK