ઇન્ટરકોર્સની જે પ્રોસીજર છે એમાં થોડી રાહત આવે એ માટે માર્કેટમાં જેલી આવે છે. એનો ઉપયોગ વજાઇનલ પાર્ટને વધારે સૉફ્ટ કરવામાં વાપરવામાં આવે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૩૩ વર્ષની છે. મારી પહેલી વાઇફના ડેથ પછી મેં સેકન્ડ મેરેજ કર્યાં છે. મારી આ સેકન્ડ વાઇફનાં પહેલાં જ મૅરેજ છે અને તેની એજ ૨પ વર્ષ છે. શરૂઆતમાં તેને સેક્સથી ડર લાગતો. એટલે મેં તેને સમય આપ્યો, પણ પછી ધીમે-ધીમે ખબર પડી કે તેનો ડર પોતાના પ્રાઇવેટ પાર્ટની સાઇઝને લઈને છે. તેનો એ ભાગ પ્રમાણમાં ખૂબ નાનો છે જેને લીધે તેને બીક લાગે છે કે તેને અંદર ઇન્જરી થશે. મેં તેને સમજાવીને ટ્રાય કરી, પણ એ પાર્ટ ખૂબ નાનો હોવાથી અમે સહેલાઈથી ફિઝિકલ રિલેશન બાંધી નથી શકતાં. આવી સિચુએશનમાં મારે એ પાર્ટ મોટો કરવા શું કરવું જોઈએ? કાંદિવલી
સીધો જવાબ છે કે જ્યાં સુધી તમારાં વાઇફ પેનિટ્રેશનનું પેઇન સહન કરવાની માનસિક તૈયારી કરી ન લે ત્યાં સુધી તમારે ફિઝિકલ ન થવું જોઈએ. અહીં વાત વિશ્વાસ અને ભરોસાની પણ છે. તેની ઉંમર તમારાથી નાની છે અને તમારાં આ સેકન્ડ મૅરેજ છે. આ બન્ને વાત તમને વધારે મૅચ્યોર્ડ બિહેવ કરવા માટે પ્રેરે છે એટલે તમે મૅચ્યોર્ડ બિહેવ કરજો. હા, એ પછી પણ તમારે તેની ફિઝિકલ નીડ પૂરી કરવાની છે એટલે તમે ઓરલ સેક્સ કે પછી ફોરપ્લેથી તેને આનંદ આપવાનું કામ કરવાની પણ તૈયારી દર્શાવજો.
ADVERTISEMENT
આ પણ વાંચો : વાઇફ સાથે કપડાં વિના સૂવાની એવી આદત છે
ઇન્ટરકોર્સની જે પ્રોસીજર છે એમાં થોડી રાહત આવે એ માટે માર્કેટમાં જેલી આવે છે. એનો ઉપયોગ વજાઇનલ પાર્ટને વધારે સૉફ્ટ કરવામાં વાપરવામાં આવે છે, જેને લીધે એની લચકતા વધે છે તો માર્કેટમાં વજાઇનલ ડાયલેટર્સ પણ મળે છે જે એને સંવેદનારહિત કરવાનું એટલે કે બહેરો કરવાનું પણ કામ કરે છે, જેથી પેઇનનો અહેસાસ થતો નથી. એ પ્રોડક્ટ વાપરવા માટે તમારી વાઇફને સમજાવશો તો પણ રાહત રહેશે. એનો ઉપયોગ કર્યા પછી સરળ અને સહજ જે આસન છે એનો ઉપયોગ કરવાને બદલે સ્ત્રી ઉપર અને તમે નીચે એ પોઝિશનમાં ઇન્ટરકોર્સ કરવો અને સ્ત્રીને જ ઇન્ટરકોર્સની પ્રોસીજર કરવા માટે કહેવું. આવું કરવાથી બે ફાયદા થશે. એક, ડ્રાઇવિંગ તેના હાથમાં હોવાથી તેનો આત્મવિશ્વાસ વધશે અને હું આ આગેવાની લઉં છું એ તેને ખબર હશે એટલે દુખાવો થવાની શક્યતા બહુ ઓછી છે એવી લાગણી પણ મનમાં થશે, જે તેનું મનોબળ વધારશે.


