° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


હું જેને લાઇક કરું છું એ મારા ફ્રેન્ડસર્કલને એવરેજ લાગે છે.

07 May, 2021 04:05 PM IST | Mumbai | Sejal Patel

ફ્રેન્ડ્સને આ ખબર છે અને બધા મારી ચૉઇસ માટે મને બહુ ચીડવે છે. છોકરો ગુડલુકિંગ પણ છે અને ફૅમિલી પણ આમ તો ડીસન્ટ છે. એમ છતાં મારા સર્કલના છોકરાઓ તો ઠીક, છોકરીઓ પણ કહે છે કે તેં વળી કેવી બબૂચક અને એવરેજ પસંદગી કરી છે?

GMD Logo

GMD Logo

કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. આમ તો કરીઅર જ ફર્સ્ટ પ્રાયોરિટી છે, પણ મારી સાથે ભણતા એક હૅન્ડસમ છોકરાને લાઇક કરું છું અને તેની સાથે જ લૉન્ગ ટર્મ રિલેશનશિપની આશા છે. ફ્રેન્ડ્સને આ ખબર છે અને બધા મારી ચૉઇસ માટે મને બહુ ચીડવે છે. છોકરો ગુડલુકિંગ પણ છે અને ફૅમિલી પણ આમ તો ડીસન્ટ છે. એમ છતાં મારા સર્કલના છોકરાઓ તો ઠીક, છોકરીઓ પણ કહે છે કે તેં વળી કેવી બબૂચક અને એવરેજ પસંદગી કરી છે? ઇન ફૅક્ટ, અમે એકલા હોઈએ ત્યારે તે ખૂબ લાઇવલી, બોલકણો અને સરસ સેન્સ ઑફ હ્યુમરવાળો હોય છે, પણ  મારા ગ્રુપ સાથે તે બહુ કૉન્શ્યસ થઈ જાય છે. મારી બહેનપણીઓનું કહેવું છે કે હું પ્રેમમાં છું એટલે મને તેની નબળાઈ નથી દેખાતી. સમજાતું નથી કે મારી ચૉઇસ ગલત છે કે ફ્રેન્ડ્સનો નજરિયો?

 એ વાત સાચી છે કે પ્રેમમાં પડેલી વ્યક્તિને પોતાનું પ્રેમપાત્ર હંમેશાં સર્વગુણસંપન્ન લાગતું હોય છે. કોઈ એની ઊણપ બતાવે તોય એને જોવાની તૈયારી ન હોય. જોકે દરેક ઘટનાને એક જ રીતે ન જોવી જોઈએ. કોઈ તમારા બૉયફ્રેન્ડ કે ટુ બી બૉયફ્રેન્ડ માટે કંઈક કહે અને તમારો એમાંથી કૉન્ફિડન્સ હલવા લાગે એ તે કેવું? આજની જનરેશન પોતાના કરતાં પોતાના ફ્રેન્ડસર્કલના ઓપિનિયનને વધુ મહત્ત્વ આપતી થઈ ગઈ છે અને એટલે જ પોતાની સ્વતંત્ર બુદ્ધિશક્તિથી સાચું શું અને ખોટું શું એ નક્કી નથી કરી શકતી. તમારી એજ મુજબ તમને તમારા અંદરના અવાજને બદલે ફ્રેન્ડ્સની કમેન્ટ્સ વધુ મહત્ત્વની તો નથી લાગતીને? 
હું જરાય નથી કહેતી કે તમારાં ફ્રેન્ડ્સ ખોટું જ કહેતા હશે. બીજી તરફ તમારી ચૉઇસ પણ ખોટી છે એવું કન્ક્લુઝન તો કાઢી શકું એટલી માહિતી મારી પાસે નથી જ. તમે જો પ્રેમની આંધળી પટ્ટી બદલીને જોવાની તૈયારી દાખવી શકતા હો તો એક લિટમસ ટેસ્ટ જાતે જ કરવી જોઈએ.
હજી તમે ભણી રહ્યા છો ત્યારે તમારે આ સંબંધને આગળ વધારવાની ઉતાવળમાં પડવું ન જોઈએ. લોકો કે ફ્રેન્ડ્સ શું માને છે એના કરતાં તમારી પોતાની સ્વતંત્ર વિવેકબુદ્ધિ શું કહે છે એ સમજવા માટે જાતને સમય આપવો જોઈએ. 

07 May, 2021 04:05 PM IST | Mumbai | Sejal Patel

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

શા માટે છોકરીઓએ જ બૉડી-શેમિંગનો ભોગ બનવાનું?

લોકો ટીકા કરે છે માટે મહત્ત્વ ન આપવું એવું નથી, પણ લોકો બહુ વખાણ કરીને આપણને માથે ચડાવતા હોય ત્યારે પણ એનાથી આપણામાં હવા ભરાવી ન જોઈએ

18 June, 2021 02:37 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

વાઇફને મુખમૈથુન કે ગુદામૈથુનથી પણ સંતોષ મળતો હશે?

મારી વાઇફ ચરમસીમાનો અનુભવ કરી શકતી હશે, એને પરમ શાંતિનો અનુભવ થતો હશે કે પછી એવા સંજોગોમાં સ્ત્રી અધૂરપની લાગણી અનુભવી ખાલી મને જ રહી જતી હશે, સ્પષ્ટતા કરશો તો હું મારી વાઇફનું મન જાણી શકીશ.

16 June, 2021 12:05 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

ચેસ્ટ સાવ ફ્લૅટ છે, બ્રેસ્ટ મોટી કરવા માટે શું કરું?

ફ્લૅટ ચેસ્ટ ધરાવતી છોકરી ઉત્તેજિત પણ ઝડપથી થતી હોય છે જે સેક્સ્યુઅલ લાઇફ માટે બહુ સારી વાત કહેવાય

15 June, 2021 10:14 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK