જો તમને ૫૦ મિલીગ્રામની ગોળીથી પણ ઇન્દ્રિયમાં જરૂરી સખતાઈ આવી જતી હોય તો વધારે ડોઝ લેવાની કોઈ જરૂર નથી. તમારે જ્યારે પણ સમાગમ કરવો હોય એના એક કલાક પહેલાં ભૂખ્યા પેટે આ ગોળી લો એ જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૬૨ વર્ષ છે. ડાયાબિટીઝ છે, રોજના ચાર કિલોમીટર ચાલુ છું અને ખાવા-પીવામાં કાળજી રાખું છું એટલે કન્ટ્રોલમાં છે. જોકે મારે ઉત્થાનની સમસ્યા માટે સિલ્ડેનાફિલ સાઇટ્રેટ લેવી પડે છે. ૨૪ કલાકમાં ફક્ત ૧૦૦ મિલીગ્રામની દેશી વાયેગ્રા લઈ શકાય છે, પણ મારે જાણવું એ છે કે હું ૫૦-૫૦ મિલીગ્રામની ટૅબ્લેટ અથવા તો ૧૦૦ મિલીગ્રામની અડધી-અડધી ગોળી ૨૪ કલાકમાં બે વાર લઈ શકું? બીજું, ડાયાબિટીઝ હોય તો ગાયનું ઘી લઈ શકાય? એનાથી ચરબી વધે તો નહીંને? કૉલેસ્ટરોલ થોડુંક વધારે છે એટલે ચિંતા થાય છે. ગાયના ઘીથી કૉલેસ્ટરોલ ન વધે?
ગોરેગામ
ડાયાબિટીઝ છે, પણ બીજી કોઈ બીમારી કે દવા ચાલતી ન હોવાથી તમે દેશી વાયેગ્રા જરૂર લઈ શકો. જો તમને ૫૦ મિલીગ્રામની ગોળીથી પણ ઇન્દ્રિયમાં જરૂરી સખતાઈ આવી જતી હોય તો વધારે ડોઝ લેવાની કોઈ જરૂર નથી. તમારે જ્યારે પણ સમાગમ કરવો હોય એના એક કલાક પહેલાં ભૂખ્યા પેટે આ ગોળી લો એ જરૂરી છે. આ સિવાય મેડિસિન માટે તમને કોઈ સૂચન હું નહીં કરું અને તમને પણ ઍડ્વાઇઝ આપીશ કે આ પ્રકારે ન્યુઝપેપર દ્વારા કોઈ ડૉક્ટરની સલાહ લેવાને બદલે તમે તમારા ફૅમિલી ડૉક્ટરને રૂબરૂ મળી એની સલાહ મુજબ જ આગળ વધો. ઘણા લોકો પોતાના સવાલમાં અમુક મૅડિસિનનાં નામ આપીને પૂછતા હોય છે કે અમે આ લઈએ કે નહીં? એ સૌને પણ એક ઍડ્વાઇઝ છે કે શક્ય હોય ત્યાં સુધી તમે માત્ર અને માત્ર પર્સનલ વિઝિટ સાથે તમારા ફૅમિલી ડૉક્ટરને જ મળો, જે તમારી તાસિરથી વાકેફ હોય.
ADVERTISEMENT
ગાયનું ઘી જો તમે પચાવી શકતા હો તો એક ટી-સ્પૂન કે એક ટેબલ-સ્પૂન લઈ શકો છો. જોકે એને પચાવવા માટે સાથે શારીરિક કસરતો પણ થતી રહે એ જરૂરી છે. ગાયના ઘીથી કૉલેસ્ટરોલ નથી વધતું, પણ મહત્ત્વનું એ છે કે ગાયનું ઘી શુદ્ધ હોય. ઘણી વાર ભેંસના ઘીમાં સ્વાદ વિનાની હળદરનો પીળો રંગ ચડાવી એને ગાયના ઘી તરીકે વેચવામાં આવે છે. એવું ઘી જો લેવામાં આવે તો નુકસાન કરી શકે છે માટે વિશ્વાસપાત્ર જગ્યા કે વ્યક્તિ પાસેથી જ ગાયનું ઘી ખરીદવું.


