Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > પ્રેગ્નન્સી દરમ્યાન સેક્સના વિચારો આવે તો બાળક પર ખરાબ અસર પડે?

પ્રેગ્નન્સી દરમ્યાન સેક્સના વિચારો આવે તો બાળક પર ખરાબ અસર પડે?

Published : 23 March, 2026 02:40 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

પ્રેગ્નન્સી દરમ્યાન ઇન્ટિમેટ થવાની ઇચ્છા થવી એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે એટલે કોઈએ એને લીધે શરમ કે સંકોચ ફીલ ન કરવાં જોઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


હમણાંના ૧૫ દિવસમાં એક જ સરખા કિસ્સાઓ બેથી ત્રણ બન્યા. મૅરેજ થયાના એકથી સવા વર્ષમાં જ વાઇફ પ્રેગ્નન્ટ થઈ હોય અને પછી તેમણે એ બાળક કન્ટિન્યુ કર્યું હોય પણ એ પ્રક્રિયા દરમ્યાન તેમને એ સમજાયું હોય કે પોતાની ઇન્ટિમેટ રિલેશનશિપને તો આ પરિસ્થિતિમાં બ્રેક લાગી ગઈ. પણ હવે પાછાં ફરી શકાય નહીં એટલે એવા પ્રશ્નો આવ્યા કરે કે ડિલિવરી પછી ફરીથી રિલેશનશિપ ક્યારે જોડી શકાય? એક મહિલાએ તો એવો સવાલ પણ કર્યો કે આઠમા મહિનાની ડિલિવરી સાથે રિલેશન જોડવામાં ડર લાગે તો મારે શું કરવું જોઈએ, શું આવી ઇચ્છા થવી એ ખરાબ વાત કહેવાય? જ્યારે એક લેડીએ સવાલ પૂછ્યો કે પ્રેગ્નન્સી દરમ્યાન ઇન્ટિમેટ થવાના વિચારો મનમાં આવે તો શું એનાથી બાળક પર કોઈ આડઅસર પડે?

સૌથી પહેલાં તો ડિલિવરીની પ્રોસેસ વિશે જાણી લેવું જોઈએ. નૉર્મલ ડિલિવરીમાં વજાઇનલ પાર્ટમાં એક પાતળો કાપો મૂકવામાં આવે છે જેથી બાળક સહેલાઈથી બહાર આવી શકે. કાપાનો એ ઘા રૂઝાઈ જાય પછી ફિઝિકલ રિલેશનશિપ શરૂ કરી શકાય. પર્સનલ પાર્ટ પર મૂકવામાં આવેલા કાપામાંથી જો બ્લીડિંગ થતું હોય કે ઇચિંગ હોય તો ફિઝિકલ થવું હિતાવહ નથી. ડિલિવરી પછી બ્લીડિંગની સમસ્યા વધારે હોય તો પણ રિલેશનશિપ બાંધવાનું અવૉઇડ કરવું જોઈએ. સામાન્ય સંજોગોમાં બેથી ત્રણ વીકમાં આ તમામ સમસ્યા પૂરી થઈ જતી હોય છે એટલે એ પછી જો ઇચ્છા હોય તો ફિઝિકલ રિલેશનશિપ બાંધવામાં કોઈ જોખમ નથી.



પ્રેગ્નન્સી દરમ્યાન ઇન્ટિમેટ થવાની ઇચ્છા થવી એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે એટલે કોઈએ એને લીધે શરમ કે સંકોચ ફીલ ન કરવાં જોઈએ. ફિઝિકલ રિલેશનશિપ એક જાતીય આવેગ છે જે અત્યંત સામાન્ય છે. મારું માનવું છે કે યુવાવસ્થામાં એ આવેગ ન આવે તો જ ચિંતા. જેમ બપોરે પેટ ભરીને જમ્યા પછી માણસને રાતે ફરીથી ભૂખ લાગે છે એવું જ ફિઝિકલ રિલેશનનું છે. સમયાંતરે ફિઝિકલ રિલેશનશિપની ઇચ્છા થાય તો એને જરા પણ ખરાબ માનવાની ભૂલ કરવી નહીં પણ હા, પ્રેગ્નન્સીના બે મહિના પછી ફિઝિકલ થતાં પહેલાં ઘણું ધ્યાન રાખવું જોઈએ. કામસૂત્રમાં વાત્સ્યાયને અમુક આસન એવાં સૂચવ્યાં છે જે પ્રેગ્નન્સી દરમ્યાન માણી શકાય, પણ આજનું મૉડર્ન સાયન્સ કહે છે કે રિલેશનશિપ બાંધવાનું ટાળીને ફોર-પ્લેથી આનંદ લેવામાં આવે. આનંદ મહત્ત્વનો છે એટલે એવી ભૂલ કરવી નહીં કે જેને લીધે પેટમાં રહેલા બાળકને નુકસાન પહોંચે.


પતિ સાથે ફિઝિકલ થવાની ઇચ્છા થાય તો એમાં કશું ખરાબ નથી, એને લીધે બાળક પર કોઈ ખરાબ અસર પડે નહીં. હા, પતિ સિવાય કોઈ સાથે ફિઝિકલ થવાના વિચારો આવે તો ખરાબ માનસિકતા કહેવાય.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 02:40 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK