Rose Day 2024 : રોઝ ડેનો ઈતિહાસ જોડાયેલો છે મુગલ બેગમ નૂરજહાં સાથે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : પિક્સાબે)
કી હાઇલાઇટ્સ
- આજના દિવસે ગુલાબ આપીને કરો તમારી પ્રેમિકાને ઇમ્પ્રેસ
- આજના દિવસે ગુલાબ આપીને કરો તમારી પ્રેમિકાને ઇમ્પ્રેસ
- લાગણીઓ વ્યક્ત કરવા માટે ગુલાબનું ફૂલ હંમેશા ઉત્તમ પર્યાય છે
પ્રેમમાં પડેલા દરેક વ્યક્તિ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે. આ મહિનામાં આશિકોની અને તેમના પ્રેમની જાણે પરીક્ષા હોય છે. સાત દિવસની પ્રેમની પરીક્ષામાં પહેલું પેપર ‘રોઝ ડે’ (Rose Day 2024) અને છેલ્લું પેપર ‘વૅલેન્ટાઇન ડે’ (Valentine’s Day 2024)નું છે. પ્રેમની પરીક્ષાનું આ સપ્તાહ ૭ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી હોય છે. વૅલેન્ટાઇન્સ વીકનો દરેક દિવસ પ્રેમને પ્રોત્સાહન આપવા અને તેની ઉજવણી કરવા માટે હોય છે. જેમાં કપલ્સ પોતાના પાર્ટનરને ગુલાબ, ટેડી અને ચોકલેટ આપીને એકબીજા સાથે પોતાની લાગણીઓ શૅર કરે છે. વૅલેન્ટાઇન્સ વીકની શરૂઆત ‘રોઝ ડે’ (Rose Day 2024)થી થાય છે. આ દિવસે, પ્રેમી પંખીડાઓ તેમના હૃદયમાં છુપાયેલા પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે ગુલાબનો સહારો લે છે. ઘણા લોકો જેઓ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ગુલાબનો સહારો લેતા હોય છે તેઓ નથી જાણતા કે ‘રોઝ ડે’ શા માટે ઉજવવામાં આવે છે. ‘રોઝ ડે’ ઉજવવાનો ઈતિહાસ અને મહત્વ શું છે? ચાલો જાણીએ…



