ક્યારેક ૧૦૦ વખત સમાગમ કર્યા પછી પણ ચેપ નથી લાગતો તો ક્યારેક પહેલી જ વારમાં ચેપ લાગી જાય છે.
પ્રતીકાત્મક તસવીર
હું ૩૨ વર્ષનો મૅરિડ છું, પણ પહેલેથી બાયસેક્સ્યુઅલ છું. મારે બાયસેક્સ્યુઅલ મિત્રો છે જેમની સાથે હું અવારનવાર સંબંધો રાખું છું. બાયસેક્સ્યુઅલ પાર્ટનરનાં મૅરેજ થયાં ન હોવાથી તેણે એક કૉલગર્લ સાથે સંબંધો રાખ્યા છે. સમસ્યા એ છે કે તેને કૉલગર્લ સાથે જ પ્રેમ થઈ ગયો છે અને તેમની સાથે જ લગ્ન કરવાના છે. આવી છોકરીઓ એચઆઇવી પૉઝિટિવ હોય તો શું થાય? શું એને કારણે મને ચેપ લાગી શકે? હવે મેં મારા એ બન્ને બાયસેક્સ્યુઅલ ફ્રેન્ડ્સ સાથે માત્ર ઓરલ સેક્સ જ કરવાનું રાખ્યું છે. શું આવી કાળજી રાખવાથી ચેપથી બચી શકાય?
માટુંગા
જ્યારે પણ વ્યક્તિ મલ્ટિપલ પાર્ટનર્સ સાથે સંબંધોમાં જોડાય છે ત્યારે જાતીય રોગોની શક્યતાઓ વધી જાય છે. તમે એકમેકને સેક્સ્યુઅલી વફાદાર નથી ત્યારે આ શક્યતાઓ ગમે ત્યારે ચિંતા ઊભી કરી શકે છે. શંકાસ્પદ અને એક કરતાં વધુ પાર્ટનર્સ ધરાવતી વ્યક્તિ સાથેના જાતીય સંબંધોમાં હંમેશાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો ભય માથે તોળાતો રહેવાનો જ.
તમે ભલે માત્ર ઓરલ સેક્સ જ કરતા હો કે પછી એવું કરવાનું વિચારતા હો, પણ ક્યારે આવેગમાં આવીને આગળ વધી ન જાઓ એની કોઈ ગૅરન્ટી ખરી? બીજું, ઓરલ સેક્સ કરતી વખતે જો એચઆઇવી પૉઝિટિવ વ્યક્તિના મોંમાં અલ્સર હોય અને તે બીજી વ્યક્તિને ઓરલ સેક્સ કરી આપે તો લોહીમાંથી એ જીવાણુ ટ્રાન્સફર થઈ શકે છે. એવું કહેવાય છે કે એ માટે એક ટમ્બલર ભરીને લાળની આપ-લે થાય ત્યારે એચઆઇવીના જીવાણુઓ કદાચ ફેલાય, પરંતુ એ દરેક કિસ્સામાં સાચું નથી હોતું. ધારો કે ચેપી વ્યક્તિ સાથે કૉન્ડોમ વિના સમાગમ કરો તો પણ જોખમ વધી જાય છે. ક્યારેક ૧૦૦ વખત સમાગમ કર્યા પછી પણ ચેપ નથી લાગતો તો ક્યારેક પહેલી જ વારમાં ચેપ લાગી જાય છે. તમારે સેક્સ્યુઅલ ડિઝાયર્સને કન્ટ્રોલ કરવી જરૂરી છે. ચેપનું જોખમ જેના માથે ખૂબ જ છે એની સાથેની કોઈ પણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ ઠીક નથી.
ADVERTISEMENT
તમારી ફૅન્ટસી માત્ર તમને જ નહીં, પણ જે નિર્દોષ છે એવી તમારી વાઇફને પણ હેરાન કરી શકે છે એટલે બહેતર છે કે શાનાથી એચઆઇવી પૉઝિટિવ ન આવે એવું વિચારવાને બદલે કઈ રીતે આ ડિઝાયર્સ પર કન્ટ્રોલ કરું એ વિચારો.

