દરેક વ્યક્તિની સેક્સ્યુઅલ લાઇફ યુનિક હોય છે એટલે બીજાનું જોઈને અનુકરણ યોગ્ય નથી
કામવેદ
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૨૬ વર્ષ છે. હું પાંચેક વર્ષથી મૅસ્ટરબેશન કરું છું. પહેલાં ધર્મની બાબતમાં વધારે પડતો ઝૂકેલો હતો, પણ અમુક ઘટના એવી ઘટી કે જેને લીધે મારું મન ત્યાંથી હટી ગયું અને મેં સંસારી જીવન જીવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો કોઈ સરસ, હૉટ છોકરીની કલ્પના માત્રથી ઉત્તેજના આવી જતી, પણ હવે એવું નથી થતું. હમણાંથી હું પૉર્ન-ક્લિપ્સ જોઉં તો જ ઉત્તેજના આવે છે. હવે મૅસ્ટરબેશનનો ગાળો વધ્યો છે, છતાં મારા અન્ય ફ્રેન્ડ્સ કરતાં તો હજીયે મને ઝડપથી સ્ખલન થઈ જાય છે. એક તરફ ઉત્તેજના આવવામાં તકલીફ થાય છે અને બીજી તરફ શીઘ્રસ્ખલનમાં સુધારો થયો છે. શું હું ઇન્ટરકોર્સ વખતે એક-દોઢ મિનિટથી વધુ ઉત્તેજના ટકાવી રાખી શકીશ? લગ્નજીવનમાં સમસ્યાની શક્યતા કેટલી?
મલાડ
ક્યારેય અન્ય સાથે તમારા અંગત જીવનની સરખામણી ન કરવી જોઈએ. દોસ્તો સાથે અંગત જિંદગીને સરખાવવાનું સદંતર બંધ કરો. દરેક વ્યક્તિની સેક્સ્યુઅલ લાઇફ યુનિક હોય છે એટલે બીજાનું જોઈને અનુકરણ યોગ્ય નથી. પ્યુબર્ટી-એજ દરમ્યાન હૉર્મોન્સના ઉછાળાને કારણે કલ્પના માત્ર ઉત્તેજના માટે પૂરતી હોય છે, પણ અમુક ઉંમર પછી વિઝ્યુઅલ કે સ્પર્શનું સ્ટિમ્યુલેશન જરૂરી લાગતું હોય તો એમાં કશું ખોટું નથી. આપમેળે ઉત્તેજના આવવી જ જોઈએ એવો આગ્રહ ઠીક નથી. ત્રીજી વાત, દરેક વ્યક્તિનો ઉત્તેજના ટકાવી રાખવાની ક્ષમતાનો ગાળો અલગ હોય છે. વ્યક્તિ ઓવર-એક્સાઇટ થઈ જાય ત્યારે પણ શીઘ્રસ્ખલન થઈ જાય છે. પહેલાંનાં વર્ષોમાં નવી-નવી સેક્સ્યુઅલ લાઇફનું એક્સાઇટમેન્ટ હોવાને કારણે પણ તમને વહેલું ઑર્ગેઝમ આવી જતું હોઈ શકે. હવે એ એક્સાઇટમેન્ટમાં ઠહરાવ આવ્યો હોવાથી સ્ખલન પરનો કન્ટ્રોલ પણ વધ્યો હશે એવું ધારી શકાય.
કેટલાક લોકોને કલ્પના વધુ રોમાંચિત કરતી હોય છે તો કેટલાક લોકોને હકીકત. તમે લગ્નજીવનમાં વધુ લાંબો સમય સમાગમ કરી શકશો કે નહીં કરી શકો એવું અત્યારથી પ્રેડિક્ટ કરી શકાય નહીં, પણ એટલું જરૂર કહી શકાય કે તમને લગ્નજીવનમાં કોઈ વાંધો આવે એવું તમારા સવાલ પરથી બિલકુલ લાગતું નથી.
ADVERTISEMENT