ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > વાઇફ સાથ નથી આપતી એટલે જૂની ફ્રેન્ડ સાથે આગળ વધ્યો

વાઇફ સાથ નથી આપતી એટલે જૂની ફ્રેન્ડ સાથે આગળ વધ્યો

03 May, 2023 04:05 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

તમે તમારા મનમાંથી તમામ પ્રકારની સ્ટ્રેસ દૂર કરો અને સાથોસાથ તમે ડૉક્ટરને પણ કન્સલ્ટ કરો. એ તમને ચોક્કસ કોઈ મેડિસિન સજેસ્ટ કરશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર કામવેદ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૫૩ વર્ષની છે. બિઝનેસમાં સફળતા મળી છે, પણ પત્ની સહિત બધા સાથે સંબંધોમાં તાણ રહી છે. બીજું સંતાન થયા પછી પત્નીએ બેડરૂમમાં સહકાર આપવાનું ઘટાડી દીધું એટલે કામક્ષમતા સાવ જ ઘટી ગઈ અને મેન્ટલી ડિસ્ટર્બન્સ શરૂ થયું. આ જ પિરિયડમાં જૂની દોસ્ત સાથે નજદીકી વધી છે, પણ મારામાં ઉત્થાન અને સ્ખલનમાં ખામી દેખાવા લાગી છે. ઘણા મહિનાઓથી સમાગમ ન કર્યો હોવાથી ઉત્તેજના હોવા છતાં વહેલું સ્ખલન થઈ જાય તો ઘણી વાર ઉત્તેજના આવે જ નહીં. મારા સર્કલમાં મારાથી સિનિયર લોકો કામતૃપ્તિ માણી શકે છે તો મારે આટલી વહેલી નિવૃત્તિ લઈ લેવાની? મને ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર છે એટલે એ બન્નેની સાથે લઈ શકાય એવી કોઈ મેડિસિન હોય તો પ્લીઝ સૂચવો.
જોગેશ્વરી

અંગત સંબંધોની અસર સેક્સલાઇફ પર ચોક્કસપણે પડે છે અને તમારી વાત વાચતા તો એવું જ લાગે છે કે તમે માનસિક રીતે સંબંધોથી થાક્યા છો એની અસર હવે શારીરિક સંબંધો પર દેખાય છે. સંબંધોમાં પરસ્પર પ્રેમ હોય તો જ એ સંબંધો શરીરસુખ આપવાનું કામ કરે અને આ પરસ્પર પ્રેમ ત્યારે જ જન્મે જ્યારે સંબંધો જાળવી રાખવાની ઉષ્મા બન્ને પક્ષે સમાન હોય. સંબંધોમાં વાંક કોનો છે અને કોણ વધુ દોષી છે એ જોવાનું બંધ નહીં કરો ત્યાં સુધી સંબંધોમાં તંગદિલી રહેવાની જ, પણ આ બાબત માનસિક અભિગમ પર આધારિત છે, જે તમારે પણ બદલવાની જરૂર છે.

સ્ટ્રેસની સાથોસાથ ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર પણ જાતીય જીવનમાં સંતોષના મુદ્દે તકલીફ પડી શકે છે તો અધૂરામાં પૂરું, જૂની ફ્રેન્ડ. આમ જોઈએ તો એ સંબંધો પણ એક્સ્ટ્રા મૅરિટલ રિલેશન જ થયા એટલે એનું પણ સ્ટ્રેસ. તમે કહો છો કે ક્યારેક ઉત્તેજના આવે તો સ્ખલન ન થાય અને સ્ખલન થાય તો ઉત્તેજના ન આવે. આ જે ચિહ્‍‍નો છે એ પણ સ્ટ્રેસ સાથે જ જોડાયેલા છે. બહેતર છે કે તમે તમારા મનમાંથી તમામ પ્રકારની સ્ટ્રેસ દૂર કરો અને સાથોસાથ તમે ડૉક્ટરને પણ કન્સલ્ટ કરો. એ તમને ચોક્કસ કોઈ મેડિસિન સજેસ્ટ કરશે, જે લેવાની પણ ચાલુ કરો, પણ એની સાથોસાથ તમે તમારા અભિગમ પર પણ કામ કરો અને એ ચેન્જ કરવાની દિશામાં હકારાત્મક બનો.


03 May, 2023 04:05 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK