ચરમસીમાએ પહોંચતી વખતે લોહીના પ્રવાહમાં ફેરફાર થતો હોય છે, જેને લીધે ઘણા લોકોમાં તમે જણાવી એવી સમસ્યા સર્જાઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી ઉંમર ત્રીસ વર્ષની છે. મારાં મૅરેજને હજી એક વર્ષ જ થયું છે. મારી વાઇફ મારાથી ચારેક વર્ષ નાની છે. આમ તો અમારી સેક્સલાઇફ નૉર્મલ છે. વાઇફ પૂરેપૂરી સપોર્ટિવ છે. તેને પણ જાતજાતના એક્સપરિમેન્ટ ગમતા હોય છે અને મને પણ ગમે છે એટલે અમે ટ્રાય કરીએ છીએ કે જૂની સ્ટાઇલથી થાકીએ એટલે નવી સ્ટાઇલ અપનાવીએ. જોકે મેં એક વાત નોટિસ કરી છે કે ડિસ્ચાર્જ પછી મારી વાઇફ ઑલમોસ્ટ બેભાન જેવી થઈ જાય છે. થાકી તો હું પણ ગયો હોઉં છું, પણ તેની હાલત સાવ જ ખરાબ હોય છે. થોડી વાર પછી તે ફરી નૉર્મલ થઈ જાય છે, પણ એ પહેલાં તે મને જબરદસ્ત ટેન્શન કરાવી દે છે. એવી રીતે પડી રહે કે જાણે તેના શરીરમાં જીવ જ નથી. શું આ ગંભીર સમસ્યા છે? વિલે પાર્લે
તમારી વાત સાંભળતાં દેખીતી રીતે તો કોઈ સમસ્યા લાગતી નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે ચરમસીમાએ પહોંચતી વખતે લોહીના પ્રવાહમાં ફેરફાર થતો હોય છે, જેને લીધે ઘણા લોકોમાં તમે જણાવી એવી સમસ્યા સર્જાઈ શકે છે. એવું પણ નથી કે માત્ર સ્ત્રીઓમાં જ એવું બને. પુરુષોમાં પણ આવું થતું હોય છે.
ADVERTISEMENT
પોઝિશન બદલીને તમે ઇન્ટિમેટ સંબંધો બાંધવાની કોશિશ કરો. ફીમેલ ઉપર અને મેલ નીચેની પોઝિશન જો રિલેશનશિપ બાંધવામાં આવે તો લોહીના પ્રવાહમાં મામૂલી ફેરફાર થશે. ધારો કે એનાથી ઊલટી પોઝિશન, જેને યુનિવર્સલ પોઝિશન કહેવામાં આવે છે, એટલે કે સ્ત્રી નીચે અને પુરુષ ઉપર હોય એવી પોઝિશનમાં જો ઇન્ટિમેટ રિલેશન બાંધતા હો તો માથા નીચે ઓશીકું રાખવું નહીં. એનાથી લોહીનું ભ્રમણ યોગ્ય રીતે થશે અને તમે કહો છો એવી સમસ્યા ઊભી નહીં થાય. ધારો કે એ પછી પણ એવું બને તો તમારે ડૉક્ટરની રૂબરૂ સલાહ લઈ લેવી જોઈએ, જેથી વાત વધે નહીં.
સલાહ આપું છું. રિલેશનશિપ બાંધ્યા પછી ઘણાને એવી આદત હોય છે કે આફ્ટર-પ્લે કરે. જો તમને એવી આદત હોય તો જ્યાં સુધી તમારી વાઇફનો પ્રૉબ્લેમ સૉલ્વ ન થાય ત્યાં સુધી એવું કરવાનું અવૉઇડ કરજો. એ તબક્કા દરમ્યાન વાઇફનું બલ્ડ સર્ક્યુલેશન વધી ગયેલું હોય તો સ્વાભાવિક રીતે તેને તમારા વર્તનથી ઇરિટેશન થઈ શકે છે અને એને લીધે બન્ને વચ્ચે ક્યારેક મનભેદ ઊભા થાય એવું પણ બની શકે છે.


