Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > પૉર્નસાઇટ કરતાં મારી પેનિસ ક્યાંય નાની છે

પૉર્નસાઇટ કરતાં મારી પેનિસ ક્યાંય નાની છે

02 May, 2022 04:28 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મારા ફ્રેન્ડ્સનું કહેવું છે કે જેટલું વધુ ઇરેક્શન એટલી પેનિસની સાઇઝ પણ વધારે. મારે શું કરવું જેથી મારી પેનિસની સાઇઝ વધે? મને ટેન્શન છે કે મારી વાઇફ આ જોશે તો તેને કેવું લાગશે? 

પ્રતીકાત્મક તસવીર

કામવેદ

પ્રતીકાત્મક તસવીર


મારી એજ ૨૭ વર્ષ છે. મારાં મૅરેજને હવે ચાર જ મહિના બાકી છે, જેને લીધે હું બહુ ટેન્શનમાં રહું છું. ઍક્ચ્યુઅલી મારી પેનિસ પરની સ્કિન ખૂબ ઢીલી છે. ઍક્ટિવ ફેઝમાં પણ એની સાઇઝ નાની હોય છે. પેનિસનો આગળનો ભાગ પૂરેપૂરો ખુલ્લો કરવા માટે મારે હાથેથી સ્કિન સરકાવવી પડે છે. એ વખતે થોડું પેઇન પણ થાય છે. નૉર્મલી મારી પેનિસ ચીમળાયેલી અને નાની લાગે છે. પૉર્નસાઇટ પર જોયેલી પેનિસની સરખામણીએ તો મારી ખરેખર સાવ નાની એવડી છે. એ લોકોની પેનિસ પર ફોરસ્કિન નથી હોતી, મારી પર છે. તો એને કારણે પેનિસ નાની લાગતી હશે? મારી પેનિસ પર જે ફોરસ્કિન છે એને દૂર કરાવી શકાય? મારા ફ્રેન્ડ્સનું કહેવું છે કે જેટલું વધુ ઇરેક્શન એટલી પેનિસની સાઇઝ પણ વધારે. મારે શું કરવું જેથી મારી પેનિસની સાઇઝ વધે? મને ટેન્શન છે કે મારી વાઇફ આ જોશે તો તેને કેવું લાગશે? 
બોરીવલી

ફોરસ્કિન વધારે હોવાથી એને પાછળ સરકાવવામાં તકલીફ પડે છે એવું તમને લાગે છે, પણ તમારી કમ્પ્લેઇન પરથી મને એવું લાગતું નથી. નાનપણમાં જો ફોરસ્કિનને રેગ્યુલરલી પાછળ સરકાવવાની આદત ન હોય તો અત્યારે આવું બની શકે છે. તમને માઇલ્ડ દુખાવો થાય છે, પણ અગ્રત્વચા પાછળ સરકે છે જે બતાવે છે કે સમસ્યા બહુ મોટી નથી. રોજ દિવસમાં બે વાર નાહતી વખતે ત્વચા પાછળ લઈને પેનિસને પ્રૉપરલી ક્લીન કરો અને પછી શુદ્ધ સાદા કોપરેલ તેલથી માલિશ કરી ફોરસ્કિનને ધીમે-ધીમે પાછળ સરકાવો. સ્કિન પર જોર કરવાની જરૂર નથી. નિયમિત રીતે આ પ્રૅક્ટિસ કરશો તો દસ જ દિવસમાં તમને પૉઝિટિવ રિઝલ્ટ મળશે. હા, માલિશ કર્યા પછી ફરીથી પેનિસનું યોગ્ય ક્લીનિંગ કરી લેવું. 
જો તમારે સફળ સેક્સલાઇફ જોઈતી હોય તો ઍડલ્ટ સાઇટ્સ પર જઈને તમારા ઑર્ગનની સાઇઝને કે પછી કોઈ પણ પ્રકારના આસનને કમ્પૅર કરવાનું બંધ કરો. ભૂલતા નહીં, સાઇઝ ડઝન્ટ મૅટર. એવી જ રીતે ઇરેક્શનથી પેનિસની સાઇઝ વધે એ વાત પણ ખોટી છે. એવું બિલકુલ નહીં માનો કે વધુ લાંબા ઑર્ગનથી તમે પાર્ટનરને વધુ સૅટિસ્ફૅક્શન આપી શકશો. ફિંગર પણ પાર્ટનરને સૅટિસ્ફૅક્શન આપી શકે છે તો પછી આવી સરખામણીનો કોઈ અર્થ રહેતો નથી. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2022 04:28 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK