નવદંપતી હોય તો એ આંકડામાં વેરિએશન આવી શકે અને એ વેરિએશન દરેકેદરેક વ્યક્તિએ બદલાતું રહે
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
મારી એજ ૨૮ વર્ષની છે અને મારા હસબન્ડની એજ પણ એટલી જ છે. મૅરેજને પાંચેક મહિના થયા છે. અમારા બન્ને વચ્ચે સેક્સની બાબતમાં કેટલીક વાર બહુ સિરિયસ કહેવાય એવો ઝઘડો થાય છે, જેનો મેઇન ટૉપિક હોય છે કે વીકમાં કેટલી વાર સેક્સ કરવું? હસબન્ડને રાતના બે વાર અને વહેલી સવારે એક વાર રિલેશન બાંધવા હોય છે તો વીકલી ઑફમાં તો દિવસ દરમ્યાન પણ બે વખત રિલેશન બાંધવા જોઈએ. તે એવું માને છે કે નવાં-નવાં મૅરેજમાં સેક્સ મૅક્સિમમ થવું જોઈએ. તમે પ્લીઝ ક્લૅરિફાય કરો કે નૉર્મલ શું કહેવાય? ઘાટકોપર
ફ્રેન્ચ નૉવેલિસ્ટ સાઇમેનોએ એવું જાહેર કર્યું હતું કે તેણે દસ હજાર સ્ત્રીઓ સાથે ફિઝિકલ રિલેશન બાંધ્યા હતા તો ફિલોસૉફર ઇમૅન્યુઅલ કાન્ટે આખી લાઇફ દરમ્યાન ક્યારેય જાતીય રિલેશન બાંધ્યા નહોતા. આવા બીજા અનેક દાવાઓ ઇતિહાસમાં છે અને એની નોંધ પણ કરવામાં આવી છે. ખ્યાતનામ સાઇકોલૉજિસ્ટ આઇઝેન્કે કહ્યું છે કે માનવ-સ્વભાવ અમર્યાદિત વેરિએશન્સ ધરાવે છે. તમારા પ્રશ્નનો જવાબ અહીં, આઇઝેન્કની વાતમાં જ આવી જાય છે.
ADVERTISEMENT
સામાન્યપણે કપલો વીકમાં બેથી પાંચ વાર ફિઝિકલ રિલેશનથી જોડાતાં હોય છે, પણ આ સામાન્ય સ્તરની વાત છે. નવદંપતી હોય તો એ આંકડામાં વેરિએશન આવી શકે અને એ વેરિએશન દરેકેદરેક વ્યક્તિએ બદલાતું રહે. મૅરેજ લાઇફની બિગિનિંગમાં દિવસમાં બેથી ત્રણ વાર રિલેશનશિપ માટે મન થવું સ્વાભાવિક છે અને એમાં કોઈ ઍબ્નૉર્મલિટી નથી, પણ એવો કોઈ થમ્બ રૂલ નથી એટલે એ આંકડાને પકડીને બેસવું યોગ્ય નથી.
રિલેશનથી જોડાવું એના કરતાં વધારે મહત્ત્વનું છે સંતોષપ્રદ રિલેશનશિપથી જોડાવું. જો તમને આનંદ આવતો હોય, કોઈ જાતનું પેઇન ન થતું હોય કે પછી બીજી તકલીફ ન હોય તો તમે તમારા હસબન્ડ સાથે આગળ વધો. અન્યથા તમે તેને સમજાવો કે અહીં કોઈ પ્રકારનો દેશી હિસાબ ચાલતો નથી હોતો. અરેન્જ્ડ મૅરેજ હોય તો ઘણી વાર એવું પણ બને કે વાઇફ અઠવાડિયાંઓ સુધી રિલેશન માટે માનસિક રીતે તૈયાર ન હોય. જો એવું હોય તો તમારા હસબન્ડ જેવી મેન્ટાલિટીની વ્યક્તિને તો ધ્રાસકો પડી જાય. બહેતર છે કે બન્ને આ ટૉપિક પર ખુલ્લા મને વાત કરો અને જરૂર લાગે તો તેમને આ જવાબ પણ વંચાવો.


