મળેલું પ્લેઝર તેના ફેસ પર પણ દેખાઈ આવે અને એમ છતાં તે સામેથી મને કરી આપવા તૈયાર ન થાય. હું તેને કંઈક ડિફરન્ટ કરવા માટે સમજાવતી રહું છું, પણ તેને શંકા છે કે એનાથી બીમારી આવે. છોછ દૂર કરવા મારે શું કરવું?
પ્રતીકાત્મક તસવીર
અમારા મૅરેજને સાતેક વરસ થઈ ગયાં હોવા છતાં હજી હું હસબન્ડને ઓરલ સેક્સ માટે રાજી નથી કરી શકી. તેની આર્ગ્યુમેન્ટ હોય છે કે એવું બધું ન કરાય, એનાથી બીમારી ફેલાય પણ હું જ્યારે તેને ઓરલ સેક્સ આપું ત્યારે તે વિરોધ કરવાને બદલે પૂરી મજા સાથે માણે છે. મળેલું પ્લેઝર તેના ફેસ પર પણ દેખાઈ આવે અને એમ છતાં તે સામેથી મને કરી આપવા તૈયાર ન થાય. હું તેને કંઈક ડિફરન્ટ કરવા માટે સમજાવતી રહું છું, પણ તેને શંકા છે કે એનાથી બીમારી આવે. છોછ દૂર કરવા મારે શું કરવું?
કાંદિવલીનાં રહેવાસી
મહર્ષિ વાત્સ્યાયને ઓરલ સેક્સને પણ સેક્સનો જ એક પ્રકાર ગણાવ્યો છે. એ નવી જનરેશનની શોધ છે જ નહીં, ઓરલ સેક્સનાં શિલ્પો તમને ખજૂરાહોમાં કે પછી અન્ય પૌરાણિક સ્થાપત્યોમાં જોવા મળે જ છે. હા, આપણે ત્યાં ઓરલ સેક્સ ગેરકાનૂની છે. જો તમે જબરદસ્તી કે પછી પરાણે ઓરલ સેક્સ કરો કે કરાવો તો એ કાનૂની ગુનો બને છે, પણ પાર્ટનરની સંમતિ હોય તો આ ક્રિયામાં કશું ખોટું નથી. તમારા હસબન્ડ ઓરલ સેક્સની ના પાડે, પણ એમાં તેમને ખૂબ જ આનંદ આવે છે. એમ છતાં, તે ના પાડે છે એનો મતલબ એ જ કે તેના મનમાં ઓરલ સેક્સની ખોટી માન્યતાઓ સ્ટોર થઈ ગઈ છે.
ઓરલ સેક્સ માટે ફીમેલ પાર્ટનર તૈયાર થાય અને આ પ્રકારનો પ્રશ્ન પૂછે એ ખરેખર મર્દાનગીની વાત છે અને આજના બદલાતા સમયના પ્રતીક સમાન છે.
ઓરલ સેક્સના કેટલાક બેઝિક નિયમો છે. બન્ને પાર્ટનર્સે એકબીજાને ઑનેસ્ટ રહેવું. મલ્ટિપલ પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરવાથી ચેપી રોગો ફેલાવાની શક્યતાઓ રહે છે માટે ઑનેસ્ટ અકબંધ રાખવી. બન્ને પાર્ટનરે પોતાનાં પ્રાઇવેટ પાર્ટ્સની સ્વચ્છતાની વિશેષ કાળજી લેવી જાઈએ. બન્નેએ નિયમિત રીતે પ્રાઇવેટ પાર્ટ્સ ક્લીન કરવા જોઈએ અને સમયાંતરે શેવ કે ટ્રિમ કરીને વાળ દૂર કરવા જોઈએ.
આ જવાબ તમે તમારા હસબન્ડને વંચાવીને તેના મનમાં રહેલી ખોટી માન્યતા દૂર કરવાનો પ્રયાસ કરી શકો છો.

