લગભગ તમામ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટની સ્કિન તેના ઓવરઑલ સ્કિન-ટોન કરતાં ડાર્ક જ હોય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૨ વર્ષની છું અને ઑગસ્ટમાં મૅરેજ થવાનાં છે. ફિયાન્સે ઘણો જ કૅરિંગ અને રોમૅન્ટિક છે. હું પણ ગુડલુકિંગ છું. જોકે મારો ફિયાન્સે સહેજ ગોરો છે એને કારણે મને કૉમ્પ્લેક્સ રહે છે. જોકે તે એવું નથી માનતો. તેની ફેવરિટ હિરોઇન પણ બિપાસા બાસુ છે એટલે તમે સમજી શકશો કે ડાર્ક કલર તેને વધારે પસંદ છે, પણ સમસ્યા મારા બૉડી-હેરની છે જે તેને નથી ગમતા. તેનો આગ્રહ હોય છે કે હું નિયમિત વાળ દૂર કરાવીને સ્મૂધ સ્કિન રાખું. અમે હજી સુધી કદી અંગત બાબતોમાં આગળ નથી વધ્યાં, પણ ફોર-પ્લે તો અમે રેગ્યુલર કરીએ છીએ. ફોર-પ્લે દરમ્યાન જ તેને મારા અન્ડર-આર્મ્સ જોઈને વાળની વાત કરી હતી, જેને લીધે હવે મને ચિંતા છે કે પ્રાઇવેટ પાર્ટમાંના વાળ તેને નહીં ગમે તો? હું એ ભાગના વાળ શેવિંગ કરીને કાઢું છું તો ખૂબ ઝડપથી પાછા વધી જાય છે. ટ્રિમ કરું છું તો થોડા તો રહી જ જાય છે. શેવિંગ કરવાથી એ ભાગ બાકીની બૉડી કરતાં કાળો પડવા લાગ્યો છે. વૅક્સિંગ કે બ્લીચ કરાવી શકાય? કેમિકલ્સથી કોઈ રીઍક્શન તો ન આવેને? જોગેશ્વરી
મૅરેજ પહેલાં દરેક છોકરીના મનમાં આ પ્રકારના પ્રશ્નો હોય છે, જેના જવાબો તે સામાન્ય રીતે પોતાની ફ્રેન્ડ્સ કે ભાભી પાસેથી મેળવતી હોય છે. જોકે હવે ફૅમિલી નાની થઈ ગઈ છે અને અધૂરામાં પૂરું, આ કોવિડ પિરિયડ એટલે મનની મૂંઝવણ મનમાં રહ્યા કરે છે.
આ પણ વાંચો : મૅરેજ પછી બાળક મોડું કરીએ તો એ દિવ્યાંગ આવે?
તમારી બ્યુટીની જે વાત છે એના માટે તમે બીજા કોઈની ઍડ્વાઇઝ લેજો, પણ હું તમને એટલું ચોક્કસ કહીશ કે પ્રાઇવેટ પાર્ટ બાબતે તમે નાહકની ચિંતા કરો છો. લગભગ તમામ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટની સ્કિન તેના ઓવરઑલ સ્કિન-ટોન કરતાં ડાર્ક જ હોય છે. વજાઇનાની આસપાસના વાળ કાઢવા માટે વૅક્સિંગ કરાવવું હોય તો એ માટે એક્સપર્ટની મદદ લેવી આવશ્યક છે. અલબત્ત, એ ભાગમાં બ્લીચિંગ કરવું હિતાવહ નથી. ત્યાંની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે એટલે ત્યાં કેમિકલનો ઉપયોગ જેટલો ઓછો થાય એ વધુ હિતાવહ છે. બીજી એક વાત યાદ રાખજો કે પ્રાઇવેટ પાર્ટ સુંદર હોવા કરતાં સ્વચ્છ હોવો વધુ અગત્યનું છે. દિવસમાં બે વાર સાદા સાબુથી એ ભાગ સાફ કરીને કોરો કરવાનું રાખો. વાળ કે સ્કિનના કલરને સેક્સ અને પ્લેઝર સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.