° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


હસબન્ડ સેક્સની બાબતમાં ઑર્થોડૉક્સ અને રિજિડ છે

04 January, 2022 05:24 PM IST | Mumbai
Dr. Mukul Choksi

સેક્સની બાબતમાં તેમને થોડો ઇન્ટરેસ્ટ પડે એને માટે હું એક બુક ઘરમાં લઈ આવી તો એ બુક જોઈને તે મારા પર ગુસ્સે થઈ ગયા કે આવું સસ્તું સાહિત્ય ઘરમાં લઈ આવવાની શું જરૂર હતી. હું કેવી રીતે મારી ઇચ્છાઓ પૂરી કરું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને ચાર વર્ષ થયાં છે, અમારા અરેન્જ્ડ મૅરેજ છે. હસબન્ડથી મને કોઈ પ્રૉબ્લેમ નથી, પણ સેક્સની બાબતમાં એ થોડા રિજિડ કે પછી નિરસ છે. તેને હું ઓરલ સેક્સ કરી આપું કે મને કરી આપવા કહું એ ગમતું નથી. ક્યારેક હું પરાણે તેને ઓરલ સેક્સનો આનંદ આપું તો એ એન્જૉય કરે અને સ્વીકારે પણ ખરા કે એનાથી તેમને બહુ એક્સાઇટમેન્ટ આવે છે, પણ એવું વર્તે કે જાણે તેને સૂગ ચડતી હોય. પોઝિશનની બાબતમાં પણ તે ખૂબ ઑર્થોડૉક્સ છે. હું એમાં પોઝિશન ચેન્જ કરવા વિશે કહું કે કરું તો એ તરત કહે કે એવું બધું ન કરવાનું હોય. અમને બે બાળકો છે અને મેં કૉપર-ટી મુકાવી દીધી છે, જેથી પ્રેગ્નન્સી રહેવાનું ટેન્શન ન રહે. એન્જૉયમેન્ટના આ સાચા સમયે જ તે સાવ નિરસ રહે છે. સેક્સની બાબતમાં તેમને થોડો ઇન્ટરેસ્ટ પડે એને માટે હું એક બુક ઘરમાં લઈ આવી તો એ બુક જોઈને તે મારા પર ગુસ્સે થઈ ગયા કે આવું સસ્તું સાહિત્ય ઘરમાં લઈ આવવાની શું જરૂર હતી. હું કેવી રીતે મારી ઇચ્છાઓ પૂરી કરું?
જોગેશ્વરીનાં રહેવાસી

તમે ઘરમાં બુક લઈ આવ્યાં એ બુક માટે તે સસ્તું સાહિત્ય શબ્દ વાપરે છે એ જરા વધારે પડતું છે, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે તમે જે બુક લાવ્યાં હો એ કોઈ ઑથેન્ટિક સેક્સોલૉજિસ્ટ દ્વારા લખાઈ હોય. સેક્સની ખોટી માન્યતાઓ ફેલાવતાં અને માત્ર ફૅન્ટસી ડેવલપ કરાવે એવી બુક્સ ખૂબ વધી ગઈ છે. સાહિત્ય ખરેખર સારું હોય તો તમે સારું કામ કર્યું છે એ પણ એટલી જ સાચી વાત છે.
સામાન્ય રીતે મેલ પાર્ટનર ઍક્ટિવ હોય અને ફીમેલ પાર્ટનર થોડું રિજિડ હોય પણ તમારા કેસમાં અવળું છે અને એમાં કશું ખોટું પણ નથી. ફીમેલ હવે પોતાની ડિમાન્ડ સ્પષ્ટ રીતે મૂકે છે, તેને ખબર છે કે પોતાને શેમાં આનંદ આવે છે એ વાતનું તમે શ્રેષ્ઠ ઉદાહરણ છો. તમે તમારા પ્રયાસ વાજબી રીતે ચાલુ રાખો, તમે કશું ખોટું નથી કરી રહ્યાં એ વાતને પણ મનમાં સ્પષ્ટ કરી લો, પણ એ ભૂલવું નહીં કે સેક્સની સાચી મજા બન્ને વ્યક્તિઓની ઇચ્છા અને સહમતીથી જ આવે.

04 January, 2022 05:24 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

હસ્તમૈથુનની આદત બહુ હોવાથી પ્રોસ્ટેટ થયું હોય એવું બને?

હસ્તમૈથુનનું પ્રમાણ વધી ગયું હોવાથી પ્રોસ્ટેટની સમસ્યા પણ સતાવે છે અને વારંવાર પેશાબ લાગ્યા કરે છે. શું આ બે વચ્ચે કોઈ સંબંધ છે? શું હું હસ્તમૈથુન ખૂબ કરું છું એને કારણે આવું થયું હશે? 

18 May, 2022 12:03 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

ફોરપ્લે દરમ્યાન પતિ બચકાં ભરવા લાગે છે

બ્રેસ્ટ્સ તેમ જ શરીરના અમુક ભાગ પર જાંબલી ઝામાં પડી જાય કે દુખાવો થાય ત્યારે બ્રેસ્ટ-કૅન્સર કે સ્કિન-કૅન્સરની શક્યતા છે?

17 May, 2022 11:00 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

મૅરેજનાં દસ વર્ષ પછી પણ વાઇફને સેક્સમાં પાપ દેખાય છે

ક્યારેક મૂડમાં હોય અને અમે સરસ સમય વિતાવીએ તો એ પછી તેને મનમાં એમ લાગે છે કે કંઈક ખોટું કર્યું છે અને હવે આવું ફરી નહીં કરે.

16 May, 2022 01:06 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK