સેક્સની ખોટી માન્યતાઓ ફેલાવતી અને માત્ર ફૅન્ટસી ડેવલપ કરાવે એવી બુક્સ માર્કેટમાં ખૂબ વધી ગઈ છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમારાં અરેન્જ્ડ મૅરેજને ચાર વર્ષ થયાં છે. હસબન્ડથી બીજો કોઈ પ્રૉબ્લેમ નથી, પણ સેક્સની બાબતમાં તે થોડા રિજિડ છે. તેમને હું ઓરલ સેક્સ કરી આપું કે મને કરી આપવા કહું એ ગમતું નથી. ક્યારેક હું પરાણે તેમને ઓરલ સેક્સનો આનંદ આપું તો તે એન્જૉય કરે અને સ્વીકારે પણ ખરા કે એનાથી તેમને બહુ એક્સાઇટમેન્ટ આવે છે, પણ પાછું એવું વર્તે પણ ખરા કે જાણે તેમને સૂગ ચડતી હોય. પોઝિશનની બાબતમાં પણ તે ખૂબ ઑર્થોડોક્સ ટાઇપના છે. હું એમાં પોઝિશન ચેન્જ કરવા વિશે કહું કે એવું મારા વર્તનથી તેમને જાણ કરું તો તે તરત આર્ગ્યુમેન્ટ કરે કે એવું બધું ન કરવાનું હોય. અમને બે બાળકો છે અને મેં કૉપર ટી મુકાવી છે, જેથી પ્રેગ્નન્સી રહેવાનું ટેન્શન ન રહે. હવે સેક્સની સાચી મજા લેવાની હોય એવું મને લાગે છે, પણ એન્જૉયમેન્ટના આ સમયે તે નીરસ થઈને વર્તન કરતા રહે છે. સેક્સની બાબતમાં તેમને થોડો ઇન્ટરેસ્ટ પડે એ માટે હું એક બુક ઘરમાં લઈ આવી તો એ બુક જોઈને તે મારા પર ગુસ્સે થઈ ગયા કે આવું સસ્તું સાહિત્ય ઘરમાં લાવવાની શું જરૂર હતી? મારે હવે શું કરવું? હું કેવી રીતે મારી ઇચ્છાઓ પૂરી કરું? બોરીવલી
આ પણ વાંચો: ડ્રિન્ક્સ છોડ્યા પછી હસબન્ડને હવે સેક્સમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો
ADVERTISEMENT
તમે ઘરમાં જે બુક લાવ્યા એ બુક માટે તે સસ્તું સાહિત્ય શબ્દ વાપરે છે એ જરા વધારે પડતું છે, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે તમે જે બુક લાવ્યા હો એ કોઈ ઑથેન્ટિક સેક્સોલૉજિસ્ટ દ્વારા લખવામાં આવી હોય, કારણ કે સેક્સની ખોટી માન્યતાઓ ફેલાવતી અને માત્ર ફૅન્ટસી ડેવલપ કરાવે એવી બુક્સ માર્કેટમાં ખૂબ વધી ગઈ છે. સાહિત્ય ખરેખર સારું હોય તો તમે સારું કામ કર્યું છે એ પણ એટલી જ સાચી વાત છે.
સામાન્ય રીતે મેલ પાર્ટનર ઍક્ટિવ હોય અને ફીમેલ પાર્ટનર થોડો રિજિડ હોય, પણ તમારા કેસમાં અવળું છે અને એમાં કશું ખોટું પણ નથી. ફીમેલ હવે પોતાની ડિમાન્ડ સ્પષ્ટ રીતે મૂકે છે. તેને ખબર છે કે પોતાને શેમાં આનંદ આવે છે એ વાતનું તમે શ્રેષ્ઠ ઉદાહરણ છો. તમે તમારા પ્રયાસો વાજબી રીતે ચાલુ રાખો. તમે કશું ખોટું નથી કરી રહ્યા એ વાતને પણ મનમાં સ્પષ્ટ કરી લો. જોકે એ ભૂલવું નહીં કે સેક્સની સાચી મજા બન્ને વ્યક્તિની ઇચ્છા અને સહમતીથી જ આવે.

