Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > મૅસ્ટરબેશનને કારણે હાઇટ અટકી ગઈ છે

મૅસ્ટરબેશનને કારણે હાઇટ અટકી ગઈ છે

04 October, 2022 05:16 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

હાઇટ વ્યક્તિના જીન્સ પર આધારિત છે અને એ વારસાગત છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કામવેદ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


મારી ઉંમર ૨૧ વર્ષ છે અને પિરિયડ્સ પાંચેક વર્ષથી શરૂ થયા છે. મારી ફ્રેન્ડ્સના રવાડે ચડીને હું મૅસ્ટરબેશન કરવા લાગી છું. મૅસ્ટરબેશન પછી મને ગિલ્ટ થાય છે, પણ ફરીથી બે-ચાર દિવસ જાય કે તરત જ મન થવા માંડે અને કાબૂ નથી રાખી શકતી. ફિંગરિંગ કે પછી બીજી-ત્રીજી ચીજવસ્તુઓ હું વજાઇનામાં ઇન્સર્ટ કરું. એ આનંદ મળતો હોય એ દરમ્યાન હું મારી ગિલ્ટ યાદ કરવાની કોશિશ કરું તો પણ હું અટકતી નથી. મૅસ્ટરબેશનના કારણે બીજો પ્રૉબ્લેમ એ થયો છે કે એને કારણે મારી હાઇટ વધવાની સ્પીડ ઘટી ગઈ. જોકે મારી જેમ જ રેગ્યુલર મૅસ્ટરબેશન કરતી મારી ફ્રેન્ડ્સની હાઇટ વધારે છે. મારી એ બધી ફ્રેન્ડ્સ રાઇટ હૅન્ડેડ છે ને હું લેફટી. મારી ફ્રેન્ડ્સનું માનવું છે કે ડાબા હાથે મૅસ્ટરબેશન કરવાને કારણે મારી હાઇટ અટકી પડી છે, પણ હું કેમેય કરું, મને જમણા હાથે ફાવતું જ નથી. એને કારણે છેલ્લા ચાર-પાંચ મહિનાથી મૅસ્ટરબેશન કરવાનું જ છોડી દીધું છે, જેને લીધે મારા મનમાં સતત સેક્સના જ વિચારો આવ્યા કરે છે? મારે શું કરવું જોઈએ? મલાડ

હાઇટ વ્યક્તિના જીન્સ પર આધારિત છે અને એ વારસાગત છે. યોગ્ય ન્યુટ્રિશ્યન આધારિત ફૂડ અને એક્સરસાઇઝથી હાઇટમાં થોડોક વધારો કરી શકાય, પરંતુ એ ફરક પ્યુબર્ટી એજ દરમ્યાન જ પડી શકે છે. એવું કહે છે કે પિરિયડ્સ શરૂ થાય પછી સ્ત્રીઓની હાઇટ વધવાનું ઘટી જાય, જેના માટે હૉર્મોન્સ જવાબદાર ગણાય છે. પિરિયડ્સ પછી તરત જ હાઇટ અટકી જશે એવું નથી, પણ એ પછી હાઇટ વધવાની સ્પીડ ઘટી જાય છે.



બીજી વાત, હાઇટ અને મૅસ્ટરબેશનને કોઈ લેવાદેવા નથી. એમાંય વળી ડાબા હાથે કરવું કે જમણા હાથે એ તો સાવ ફાલતુ સુપરસ્ટિશન જેવી વાત છે. તમે મૅસ્ટરબેશન નહીં કરો તોય તમારી હાઇટ એ જ રહેશે અને જમણા હાથે કરશો તો પણ એમ જ રહેશે. છેલ્લા થોડા સમયથી હાઇટ વધવાનું બંધ થયું એ માત્ર કાગનું બેસવું ને ડાળનું પડવું છે. 


જો તમારે હાઇટ વધારવી હોય તો પ્રોટીન, કૅલ્શિયમયુક્ત ખોરાક લો અને મસલ્સ સ્ટ્રેચ થાય એવી એક્સરસાઇઝ કરો, ઍક્ટિવિટી વધશે તો બૉડી સ્ટ્રૉન્ગ થશે અને જો સ્કૉપ હશે તો હાઇટ પણ વધશે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 05:16 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK