કૉન્ડોમ પ્રૉપરલી પહેરતાં શીખી લેવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી ઉંમર ૨૩ વર્ષની છે. એન્ગેજમેન્ટ થયા છે અને બન્નેનું ભણવાનું ચાલતું હોવાથી દોઢેક વર્ષ પછી મૅરેજ કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી અમે ઘણો કન્ટ્રોલ રાખ્યો હતો, પણ છેલ્લા દોઢ મહિનામાં અમે બે વાર સંયમ તોડ્યો. પહેલી વાર કૉન્ડોમ ન હોવાથી મેં ડિસ્ચાર્જ બહાર કરાવ્યું અને એ પછીના વીકમાં મારા પીરિયડ્સ શરૂ પણ થઈ ગયા, પણ આ એક વીક અમારા માટે બહુ ટેન્શનવાળું હતું. સેકન્ડ ટાઇમ તો પ્રી-પ્લાન કર્યો હોય એ રીતે કૉન્ડોમ સાથે જ મારો ફિયાન્સે મને મળવા આવ્યો. કૉન્ડોમ હતું એટલે મને વાંધો નહોતો, પણ ખબર નહીં કેમ મૂવમેન્ટ દરમ્યાન એ સરકી ગયું હશે એટલે સ્પર્મ ભરેલું કૉન્ડોમ વજાઇનલ કેવિટીમાં ભરાઈ ગયું. ઊંડે હાથ નાખીને એ કૉન્ડોમ બહાર કાઢવું પડેલું. મારે જાણવું છે એ કે શું કૉન્ડોમની સાઇઝ મોટી હશે? એ માગતી વખતે ક્લિયર કરવાનું કે કઈ સાઇઝનું કૉન્ડોમ જોઈએ છે? પ્રૉપર સાઇઝની ખબર કેવી રીતે પડે? આવી સિચુએશન ઊભી થાય તો ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી જોઈએ? ગોરેગામ
કૉન્ડોમ સરકી પડવાનું કારણ એની સાઇઝ નહીં પણ બરાબર પહેરાયું ન હોય એ હોઈ શકે. મોટા ભાગનાં કૉન્ડોમ્સ એકદમ ફ્લેક્સિબલ હોય છે. પેનિસ ઉત્તેજિત થઈ જાય એ પછી જ એ પહેરવું જોઈએ. જો તમારા પાર્ટનરને ખબર ન હોય તો તેને સમજાવવું કે પેનિસની ટિપ પરથી કૉન્ડોમને અનરોલ કરતા જવું. છેક પેનિસના મૂળ સુધી અનરોલ કરીને લઈ જવામાં ન આવે તો ક્યારેક આગળ-પાછળની મૂવમેન્ટ દરમ્યાન કૉન્ડોમ સરકી શકે છે.
ADVERTISEMENT
ધારો કે કૉન્ડોમ સરકીને બહાર નીકળી જાય અથવા તો યોનિમાર્ગમાં ફસાઈ જાય તો એવા સમયે સ્પર્મ અંદર જતું રહે એવી શક્યતા રહે છે. જો તમને જરા પણ શંકા હોય કે સ્પર્મ વજાઇનામાં ગયું હશે તો એવી સિચુએશનમાં ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લઈ લેવી એ જ બેસ્ટ રસ્તો છે. કૉન્ડોમ પ્રૉપરલી પહેરતાં શીખી લેવું જરૂરી છે, કેમ કે વારે ઘડીએ ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવી હેલ્થ માટે હાનિકારક છે.
મૅરેજ પહેલાં અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ટાળવી હોય તો કૉન્ડોમ વિના સમાગમ કરવાનું જોખમ ન લેવું. ક્યારેક સ્પર્મનું એક ડ્રૉપ પણ અંદર પડી જાય તો સમસ્યા સર્જાઈ શકે છે. એટલે બહેતર છે કે કૉન્ડોમનો યુઝ કરવો.

