Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સેક્સ-સાઇકલ લાંબી કરવા ડ્રિન્ક્સ પછી વાયેગ્રા લઈ શકાય?

સેક્સ-સાઇકલ લાંબી કરવા ડ્રિન્ક્સ પછી વાયેગ્રા લઈ શકાય?

27 December, 2021 03:30 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

વાયેગ્રા વ્યક્તિની ઇચ્છા વધારવામાં કે પછી સેક્સ-સાઇકલને લાંબી કરતી નથી, વાયેગ્રા ઉત્તેજનામાં વધારો કરે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારાં મૅરેજને પાંચેક વર્ષ થયાં છે. હું વીકમાં ત્રણેક વાર બિયર કે વ્હિસ્કી પીતો હોઉં છું. વાઇફને વાંધો નથી એટલે ઘરમાં જ પીઉં છું, પણ ડ્રિન્ક્સ પછી મને સેક્સની તીવ્ર ઇચ્છા જાગે છે અને મને લાગે કે આ વખતે તો બહુ જ પૅશનેટ સેશન થશે. જોકે એવું બનતું નથી. હું ખૂબ એક્સાઇટ હોઉં છું એટલે આમ થતું હશે એવું મારા ફ્રેન્ડ્સનું કહેવું છે. થોડા સમયથી મને એક વિચાર આવે છે કે હું ડ્રિન્ક્સ પછી વાયેગ્રા લઉં તો પૅશનેટ લેવલ પર જવામાં મને હેલ્પ મળે. શું આલ્કોહૉલ અને વાયેગ્રા સાથે લેવામાં કોઈ તકલીફ ન થાયને? બે વાત જણાવી દઉં. હું અઢી પેગથી વધારે પીતો નથી અને મને બીપી, ડાયાબિટીઝ કે અન્ય કોઈ બીમારી નથી. બધી રીતે હું હેલ્ધી છું, થોડો વધુ સમય સેક્સ-સાઇકલ ચલાવવા માટે આ ટ્રાય કરવા માગું છું.
કાંદિવલીના રહેવાસી

સૌથી પહેલી વાત એ કે કોઈ તકલીફ ન હોવા છતાં વાયેગ્રા લેવી હિતાવહ નથી અને આમ પણ તમે જે કારણસર લેવા માગો છો એમાં પણ એ ફાયદાકારક નથી. વાયેગ્રા વ્યક્તિની ઇચ્છા વધારવામાં કે પછી સેક્સ-સાઇકલને લાંબી કરતી નથી. વાયેગ્રા ઉત્તેજનામાં વધારો કરે છે, જેને લીધે પૅનિસમાં ૩૦ ટકા મજબૂતી આવતી હોય તો વાયેગ્રા ચાલીસ-પચાસ ટકાનો ઉમેરો કરી આપે. જોકે તમને એ પ્રૉબ્લેમ છે નહીં એટલે વાયેગ્રા લેવાથી કોઈ અર્થ સરતો નથી.
આલ્કોહૉલની આદતથી તમને આગળ જતાં સેક્સલાઇફની વધુ સમસ્યા પણ નડી શકે છે અને એટલે અત્યારે જે ટેમ્પરરી પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ છે એના કરતાં પણ વધુ ગંભીર કહેવાય એવી તકલીફો શરૂ થઈ શકે છે. આલ્કોહૉલ સેક્સની ઇચ્છા જગાડે છે, પણ એ સેક્સની આખી પ્રોસેસમાં અવરોધરૂપ બને છે. શરૂઆતમાં આલ્કોહૉલ લેવાથી સેક્સની ઇચ્છા વધુ થાય એવું બને, પણ લાંબા ગાળે એ સેક્સલાઇફને ખતમ કરી નાખે છે અને આલ્કોહૉલની અસર વચ્ચે તમે સેક્સના પ્લૅઝરને ખરેખર એન્જૉય પણ નથી કરી શકતા. જો તમને પ્લેઝર આવતું હોય, તમારા વાઇફને આનંદ મળતો હોય તો સેક્સ સાઇકલને લાંબી કરવાની લાયમાં આલ્કોહૉલ અને વાયેગ્રાનું કૉમ્બિનેશન કરવાની ભૂલ નહીં કરતાં.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2021 03:30 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK