WhatsApp Edit Button:વૉટ્સએપ પર જે ફિચરની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે હવે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. અહીં વાત થઈ રહી છે વૉટ્સએપ પર એડિટ બટન ફિચરની. હવે ખોટા સેન્ડ થયેલા મેસેજને એડિટ કરી શકાશે.

પ્રતીકાત્મક તસવીર
વૉટ્સએપ (WhatsApp) પર યૂઝર્સ માટે એકથી એક ફિચર્સ રોલઆઉટ કરવામાં આવી રહ્યા છે, હવે ફરીએકવાર ઝકરબર્ગે વધુ એક સારા સમાચાર આપ્યા છે. મેટાના CEO ઝકરબર્ગે એક એવા ફિચરની જાહેરાત કરી છે, જેથી હવે લોકોને શરમાવું નહીં પડે. હકીકતે વૉટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજને હવે એડિટ કરવાનું ઑપ્શન આવી ગયું છે. એટલે કે જો તમે ભૂલથી મેસેજમાં કોઈ ગરબડ કરી દીધી છે તો 15 મિનિટની અંદર તમે તેને એડિટ કરીને સુધારી શકો છો.
જણાવવાનું કે એડિટ કરવામાં આવેલ મેસેજની સામે `edited` એવું લખેલું આવશે, જેથી રિસીવરને એ ખબર પડે કે આ કરેક્શન કરવામાં આવેલ મેસેજ છે. આ સિવાય એ પણ જણાવવાનું કે પર્સનલ મેસેજ, મીડિયા અને કૉલની જેમ એડિટ થયેલ મેસેજ પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.
ADVERTISEMENT
આ ફીચરને ગ્લોબલી રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં જ આ બધા માટે અવેલેબલ પણ કરી દેવામાં આવશે. આગામી અઠવાડિયામાં વિશ્વસ્તરે રોલઆઉટ થનારા ફીચર સાથે, સેન્ડર્સ મોકલવા માટે 15 મિનિટમાં તમે પોતાના મેસેજને એડિટ કરી શકશો.
કેવી રીતે ઉપયોગ કરી શકાશે એડિટ ફિચર?
આ ફિચરનો ઉપયોગ કરવા માટે યૂઝરે મેસેજ પર થોડીવાર પ્રેસ કરી રાખવું પડશે, અને પછી ડ્રૉપ ડાઉન મેનૂમાંથી `edit` ઑપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. મૉડિફાઈ થયેલ મેસેજ પર એડિટ હિસ્ટ્રી બતાવ્યા વગર `edited` લખેલું હશે.
માર્ક ઝકરબર્ગે પોતાની પોસ્ટમાં લખ્યું, "15 મિનિટમાં Android અને iOS ડિવાઈસ પર વૉટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજને એડિટ કરી શકાય છે." આ કહેવું ખોટું નહીં હોય કે યૂઝર્સ આ ફિચરની સૌથી વધારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, અને હવે આ બધા માટે અવેલેબલ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયામાં PM મોદીના પારંપરિક સ્વાગતની ચર્ચા,જાણો શું છે `સ્મોકિંગ સેરેમની`?
વૉટ્સએપ પર એડિટ મેસેજ ફિચરનો ઉપયોગ કરવા માટે, ચકાસવું કે તમે લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે. જો એવું નથી તો તમારે એપને Google Play Store અથવા Apple App Store પરથી અપડેટ કરવાનું રહેશે. જણાવવાનું કે નવું ફિચર અપડેટ સ્ટેપ્સમાં જાહેર કરવામાં આવી રહ્યું છે, આથી આને તમારા ડિવાઈસ સુધી આવતા હજી કેટલાક દિવસો લાગી શકે છે.

