આવા હશે Realme XT Proના ફીચર્સ, જાણો તમામ વિગતો
આવા હશે Realme XT Proના ફીચર્સ
વન પ્લસે પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન વન પ્લન સેવન પ્રો આ વર્ષની શરૂઆતમાં રજૂ કર્યો હતો. પ્રીમિયમ વન પ્લસ સ્માર્ટફોન્સ પર 90Hzની સ્ક્રીન હિટ રહ્યું છે. જે બાદ ઓપ્પોએ પણ જાહેરાત કરી હતી કે તે પણ આવી સ્ક્રીન લાવશે. અને હવે રીઅલમી પણ આ જ સીરિઝમાં આગળ આવી રહ્યું છે. રીઅલમીના ફોનમાં પણ આવી સ્ક્રીન મળશે.
રીઅલમીના ચીનના પ્રોડક્ટ મેનેજર વાંગે વેઈબો પર પોતાની પોસ્ટમાં એ કન્ફર્મ કર્યું છે કે રીઅલમી વધુ એક સ્માર્ટફોન લઈને આવી રહ્યું છે. જેમાં 90Hz ડિસ્પ્લે આપવામાં આવશે. એટલું જ નહીં, તેની કિંમત OnePlus 7Tની તુલનામાં સસ્તી હશે. વાંગે ફોન સાથે જોડાયેલી અન્ય કોઈ સ્પેસિફિકેશન રીવિલ નથી કરી. પરંતુ અફવાઓ અનુસાર આ ફોન Realme XT Pro હોય શકે છે. જે આવતા મે મહિનામાં લૉન્ચ થવાની સંભાવના છે. Realme XT Pro સ્માર્ટફોન Realme XTની તુલનામાં વધુ પાવરફુલ અને પ્રીમિયમ વર્ઝન હશે. Realme XT જલ્દી જ ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ થશે.
Realme XT Proમાં 6.4 ઈંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે ટૉપ પર નૉચ આપવામાં આવ્યું છે.જેનો મતલબ એ છે કે તેનું ડિસ્પ્લે વનપ્લન 7 ટી જેવું હશે. અનુમાન એ છે કે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવશે.
આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ શો જેણે આપણા બાળપણને બનાવ્યું છે રંગીન
ADVERTISEMENT
ફોનનું ગેમ પ્લે સ્મૂધ હશે. સાથે તમે ડેઈલી ટાસ્કના એનીમેશન વગેરેમાં પણ તેનો ફાયદો જોઈ શકો છે. રીઅલમીની પ્રોડક્ટ સાયકલ પણ ખૂબ જ ઝડપથી ચાલે છે. કંપનીના રેકોર્ડને જોઈને કહી શકાય છે કે આ અપકમિંગ સ્માર્ટફોન ભારતીય બજારોમાં આ વર્ષના અંત પહેલા આવી શકે છે.
