ક્રાફ્ટન ઇન્ક અને ડ્રીમોશન દ્વારા તેમની ગેમ ‘રોડ ટુ વલાર : એમ્પાયર્સ’માં ઇન્ડિયન કલ્ચરને દેખાડવામાં આવતાં યુઝર્સને એ ગેમ ખૂબ જ પસંદ પડી રહી છે
સાઉથ કોરિયન ગેમમાં ઇન્ડિયન તડકો
ગેમ્સ હોય કે વેબ-સિરીઝ, આજકાલ સાઉથ કોરિયન કંપનીઓનું પ્રોડક્શન યંગસ્ટર્સને ખૂબ જ આકર્ષી રહ્યું છે. ત્રણેક વર્ષ પહેલાં PUBG ગેમની કન્ટ્રોવર્સી પછી ભલે એ ગેમ ભારતમાં બૅન કરી દેવામાં આવી. એ ગેમ બનાવનાર ગસ્ટ છે. / ઘીર જબરજસ્ત ડિસ્કાટ, મેન્ટર્ડ સેશન્સ અને ફોટોવૉક યોજાશે. લખસાઉથ કોરિયન કંપની ક્રાફ્ટન ઇન્ક અને ડ્રીમોશનને ઇન્ડિયન યુથમાં મોટું માર્કેટ દેખાતું હોવાથી તેમણે BGMI નામની નવી PUBG જેવી જ ગેમ લૉન્ચ કરી. BGMIને પણ બૅન કરી દેવામાં આવી હતી જેને હાલમાં ફરી શરૂ કરવામાં આવી છે. જોકે આ સિવાય પણ તેમણે ઇન્ડિયન માર્કેટને ધ્યાનમાં રાખીને થોડા મહિના પહેલાં જ એક નવી ગેમ લૉન્ચ કરી છે જેનું નામ ‘રોડ ટુ વલાર : એમ્પાયર્સ’ છે. આ ગેમ યંગસ્ટર્સને જ પસંદ પડી છે અને હવે એમાં ઇન્ડિયન તડકો ઍડ કરવામાં આવતાં એ ગેમ લોકોને વધુ પસંદ પડી રહી છે. સાઉથ ક્રાફ્ટન ઇન્કની કોરિયન અને ઇન્ડિયન ટીમ દ્વારા મળીને નવું ઇન્ડિનયન એડિશ બનાવવામાં આવ્યું છે.
શું છે આ ગેમ?
આ એક વૉર બેઝ્ડ વર્ચ્યુઅલ રિયલિટી ગેમ છે. બે ટીમ હોય છે અને દરેક પાસે એક મહેલ અને બે વૉચટાવર હોય છે. આ સાથે જ બન્ને ટીમ પાસે આઠ અલગ-અલગ પ્રકારના સૈનિક હોય છે. આ સૈનિક પ્લેયરના પૉઇન્ટ કેટલા છે એના આધારે અને યુઝરના ગેમ રમવાના આધારે ધીમે-ધીમે નવા સૈનિક અનલૉક થતા રહે છે. આ આઠ પ્રકારના સૈનિક વચ્ચે યુદ્ધ થાય છે અને એ દરેક સૈનિકને પોતાના તાબામાં રાખવા માટે એક ગાર્ડિયન હોય છે, જેની પાસે સુપરપાવર હોય છે. આ ગેમ ત્રણ મિનિટની હોય છે અને એમાં જો કોઈ રિઝલ્ટ ન આવ્યું તો વધુ બે મિનિટ મળે છે. આ દરમ્યાન પણ રિઝલ્ટ ન આવ્યું તો મૅચ ડ્રૉ જાય છે. જોકે પાંચ મિનિટની અંદર રિઝલ્ટ મોટા ભાગે આવી જાય છે.
ADVERTISEMENT
કેવા સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
આ ગેમમાં અત્યાર સુધી ૨૦ રોમન, ૨૦ પર્શિયન, ૨૦ નૉર્મન, ૨૦ જપાન અને ૬ મૅજિક સૈનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી કોઈ પણ આઠ સૈનિકને પસંદ કરવાના હોય છે. આ માટે વિવિધ લેવલ્સ પર સૈનિક અનલૉક થતા રહે છે. દરેક સૈનિકના અલગ પાવર હોય છે અને દરેકનું અલગ લેવલ હોય છે. જેમ-જેમ મૅચ જીતતા ગયા એમ-એમ સૈનિક અને ગાર્ડિયનની સાથે હથિયાર અને મહેલને પણ અપગ્રેડ કરવાના હોય છે. આ માટે ડાયમન્ડ અને ગોલ્ડ કરન્સી હોય છે. જોકે ઇન્ડિયનમાં ગેમ ફેમસ થતાં હવે એમાં ઇન્ડિયન તડકો લગાવવામાં આવ્યો છે.
ઇન્ડિયન અપડેટ
આ ગેમમાં હવે ૧૪ ઇન્ડિયન સૈનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ બે ઇન્ડિયન ગાર્ડિયન પણ છે જેમની પાસે સુપર પાવર છે. ઇન્ડિયન આર્ચર, તલવારબાઝ, ઇન્ડિયન શીલ્ડમૅન, સ્તંભ ઑફ કરેજ, સિપાહી, ચક્રમ થ્રોઅર્સ, હેવી થ્રોન આર્મર કૅવેલરી (ઘોડેસવાર), ચેકાવર, રૉયલ ડાન્સર, ઇન્ડિયન લાઇટ સ્પીચરમેન, શહેનશાહ (હાથી પર સવાર), મહારથી, માયા (વેશપલટો કરનાર) અને ઝોરાવર (વૉર એલિફન્ટ) જેવા સૈનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરેકના પાવર તેમનાં નામ પ્રમાણે અલગ-અલગ છે. આ સાથે જ અગ્રીરા અને અમૈરા એમ બે ગાર્ડિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમૈરા તેના પરફ્યુમ એટલે કે તેની સુંદરતા દ્વારા સામેની ટીમના સૈનિકોને ઘાયલ કરે છે અને પોતાના સૈનિકોને તેના કાયલ કરી તેમની હેલ્થ વધારે છે. અગ્રીરાની પાસે સૂર્યરથ હોય છે અને એ જ્યાં પણ જાય છે ત્યાં આગ ફેલાવતો જાય છે. તેની એથી સામે ટકવું મુશ્કેલ હોય છે.
શું કામ ઇન્ડિયન તડકો?
ઇન્ડિયન માર્કેટ ખૂબ જ મોટું માર્કેટ છે. ચીન બાદ ગેમિંગ વર્લ્ડના કન્ઝ્યુમરમાં ઇન્ડિયા સૌથી આગળ છે. આ ગેમમાં અત્યાર સુધી જુદા-જુદા કલ્ચરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે આ કલ્ચરમાં હવે ઇન્ડિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ડિયાનું કલ્ચર ખૂબ જ રિચ છે અને એને ગ્લોબલ સ્ટેજ પર રેપ્રિઝેન્ટ કરવામાં આવી રહ્યું છે. સાઉથ કોરિયન કંપનીનો ઉદ્દેશ ઇન્ડિયન તડકા વડે વધુ રેવન્યુ કમાવવાનો છે. ઇન્ડિયા આજે દુનિયાભરમાં ખૂબ જ ઝડપથી વિકસિત થતો દેશ છે અને એથી જ એના નામ પર ઘણા દેશ અથવા તો કંપની કમાણી કરી લેવા માગે છે. આ સાથે જ ભવિષ્યમાં નવી-નવી અપડેટ અને થોડા નવા ઇન્ડિયન સૈનિકનો સમાવેશ કરવાનો પણ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.


