લાંબા સમયથી રાહ જોવાતો ગૂગલનો Nexus 4 ફોન ભારતમાં લોન્ચ

ADVERTISEMENT
LG અને Googleએ આ ફોનને ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો. 16GB ધરાવતા આ ફોનની કિંમત રૂ.25,999 રાખવામાં આવી છે. જો કે સત્તાવાર રીતે આ ફોન જેમાં 8GB પણ ઉપલબ્ધ છે તે ફોન ભારતમાં મળશે કે નહીં તેની જાહેરાત કરાઈ નથી.
આ ફોનની વિશેષતાની વાત કરીએ તો તેની સ્પીડ છે. ગજબની સ્પીડ માટે જાણીતા આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન એસ4 પ્રો પ્રોસેસર છે. જેમાં 2GBની RAM તેના પાવરફૂલ પર્ફોમન્સમાં વધારો કરે છે. નેક્સસ 4 એન્ડ્રોઈડ 4.2 (Jelly Bean) ઓપરેટિંગ સિસ્ટમ અંતર્ગત કાર્ય કરે છે. સુંદર તસવીરોના શોખીન લોકો માટે આ ફોનમાં 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે જ્યારે ફ્રન્ટ સાઈડ 1.3 મેગાપિક્સલ કેમેરાથી ફોનના ફિચર્સમાં ચાર ચાંદ લગાવે છે.
અમેરિકામાં લોન્ચ થયાના 6 મહિના બાદ ભારતમાં આ ફોન લોન્ચ થયો છે. અમેરિકામાં આ ફોન ખરીદવા માટે ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ હોય છે પરંતુ ભારતમાં આ ફોન રિટેલ તેમ જ LGના સ્ટોર પર મળશે.
+ પ્લસ પોઈન્ટ્સ
- કિફાયતી કિંમત રૂ 25,999.
આ ફોનની સરખામણી જો કરવી હોય તો સેમસંગ ગેલેક્સી S4 (રૂ.41,500) અને iPhone 5 (રૂ.45,500) સાથે કરી શકાય જેથી કિંમત સરખાવતા આ ફોન ઘણો સસ્તો ગણી શકાય છે.
- Nexus 4ની પ્રોસેસિંગ સ્પીડ
- વાયરલેસ ચાર્જર
- માઈનસ પોઈન્ટ
ફોનમાં ગીતો અને મુવી સ્ટોર કરી રાખનાર લોકો માટે આ ફોનમાં મેમરી કાર્ડ સ્લોટ નથી જેથી 16GBથી વધુ મેમરી તમે એક્સ્પાન્ડ નહીં કરી શકો.
Specifications
ડિસ્પ્લે : 4.7 ઇંચ 769x1280 પિક્સેલ રેઝ્યોલુશન
પ્રોસેસર : 1.5GHZ ક્વોલકોમ સ્નેપડ્રેગન S4 પ્રો
RAM : 2GB
સ્ટોરેજ : 16GB ઇન્ટર્નલ (નોન-એક્સ્પાન્ડેબલ)
કેમેરા : 8 મેગાપિક્સર રિયર કેમેરા, 1.3 મેગાપિક્સર ફ્ર્ન્ટ કેમેરા
પોર્ટ : માઈક્રો-યુએસબી, સ્લીમપોર્ટ HDMI, 3.5mm હેડફોન જેક
કનેક્ટિવિટી : Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ
ઓપરેટિંગ સિસ્ટમ : એન્ડ્રોઈડ 4.2 (Jelly Bean)


