Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > મોબાઈલ કવરમાં શું તમે પણ રાખો છો નોટ? જાણો એવું કરવું કેમ થઈ શકે છે જોખમી

મોબાઈલ કવરમાં શું તમે પણ રાખો છો નોટ? જાણો એવું કરવું કેમ થઈ શકે છે જોખમી

06 October, 2023 01:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Money in Your Mobile Phone Cover: વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોબાઈલ કવરમાં નોટ રાખવાથી તમારો મોબાઈલ બ્લાસ્ટ થઈ શકે છે.

મોબાઈલની પ્રતીકાત્મક તસવીર

મોબાઈલની પ્રતીકાત્મક તસવીર


Money in Your Mobile Phone Cover: આજના સમયમાં મોબાઈલ એવી વસ્તુ છે જે દરેક માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. બાળક હોય કે વૃદ્ધ બધા માટે મોબાઈલ તેમના જીવનનો એક જરૂરી ભાગ બની ગયો છે. લોકો ઘરમાંથી બહાર ક્યાંય પણ જવા માટે નીકળે છે, તો તેમના હાથમાં મોબાઈલ ચોક્કસ હોય છે. ભલે લોકો પૈસા કે બીજી વસ્તુઓ કે સામાન લઈ જવાનું એકવાર ભૂલી જાય, પણ મોબાઈલ લઈ જવાનું કોઈ નથી ભૂલતું. કદાચ આ જ કારણે લોકો ઘણીવાર નાની મોટી રોકડ રકમ પણ મોબાઈલ કવરમાં જ મૂકી દે છે. જેથી જો ક્યારેક તે પોતાનું પાકિટ ભૂલી પણ જાય, તો કવરમાં રાખવામાં આવેલા પૈસાથી પોતાનું કામ ચલાવી શકે. પણ, શું તમે જાણો છો કે મોબાઈલ કવરમાં નોટ રાખવું કેટલું જોખમી થઈ શકે છે? જો નથી ખબર તો તમે પણ આ વીડિયો ચોક્કસ જુઓ...

Money in Your Mobile Phone Cover: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ સવિસ્તર જણાવેલું છે કે મોબાઈલ કવરની પાછળ નોટ રાખવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે? અને આપણે મોબાઈલ કવરમાં નોટ કેમ ન રાખવી જોઈએ. વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોબાઈલ કવરમાં નોટ રાખવાથી તમારો મોબાઈલ બ્લાસ્ટ થઈ શકે છે. તમારા મગજમાં એ ચાલું હશે કે મોબાઈલના કવરમાં નોટ રાખવાથી બ્લાસ્ટ કેવી રીતે થાય. કારણકે નોટમાં તો કરન્ટ જેવું કશું હોતું નથી. 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by versatile Anamika (@anamikaversatile)


Money in Your Mobile Phone Cover: આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મોબાઈલ ફોનનું પ્રોસેસર ફુલ સ્પીડમાં પોતાનું કામ કરે છે તો ફોન ગરમ થઈ જાય છે અને હીટ પેદા કરે છે. આ હીટને કારણે મોબાઈલ કવરમાં મૂકવામાં આવેલી નોટમાં આગ પણ લાગી શકે છે. આમ એ કારણે થાય છે કે નોટ બનાવવા માટે કાગળ સિવાય અનેક પ્રકારના કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે, અને આ જ કેમિકલ્સને કારણે આગ લાગવાનું જોખમ રહે છે. જો તમે પણ મોબાઈલ કવરમાં નોટ રાખો છો, તો સાવચેત થઈ જાઓ અને ધ્યાન રાખો કે આવી ભૂલ તમારાથી ન થાય.


ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને આ રીતે થોડી-થોડી વારે મોબાઇલ હાથમાં લઈને એમાં નજર કરવી પડે. ખરેખર. તમે કહો કે એક હજારે માંડ એકાદ વ્યક્તિ એવી હશે જેણે આ કામ કરવું પડે. સામાજિક રીતે પણ કરવું પડતું હોઈ શકે અને આર્થિક દૃષ્ટિએ પણ કરવું પડતું હોઈ શકે, પણ બાકીના સૌએ માનસિક સ્તરે જ આ કામ કરવું પડે છે અને આ જે માનસિક સ્તર છે એ જ પુરવાર કરે છે કે તમે હવે મોબાઇલ-ઍડિક્શનની દિશામાં સ્ટ્રૉન્ગલી આગળ વધી ગયા છો અને તમે મોબાઇલ-મેનિયાક બનવા માંડ્યા છો. મિત્ર અને બહુ જાણીતા સાઇકિયાટ્રિસ્ટ એવા ડૉ. મુકુલ ચોકસી કહે છે કે જો તમે આવી આદત ધરાવતા હો તો બહુ ઝડપથી સુધરી જજો. નહીં તો એવું બનશે કે એક દિવસ તમે મોબાઇલ વિના રીતસર ટળવળશો અને એવું ન બનવા દેવું હોય તો આ જે સમય છે એ સમયમાં તમે મોબાઇલની આદત તમારી લાઇફમાંથી ઓછી કરવાની કોશિશ કરજો. તમારું એ પ્રકારનું પ્રોફેશન હોય તો હજી પણ સમજી શકાય, પણ આગળ કહ્યું એમ, એક હજારે માંડ એકાદ વ્યક્તિનું એવું પ્રોફેશન છે. બાકી સૌ, મોબાઇલ-ઍડિક્શનના રસ્તે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2023 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK