દેશના કરોડો મોબાઇલ વપરાશકર્તાઓને નવી પદ્ધતિ વિશે ચેતવણી આપવામાં આવી છે. દૂરસંચાર વિભાગે લોકોને આવા ઇનકમિંગ કૉલ્સથી સાવચેત રહેવા કહ્યું છે, જેમાં `સ્ટાર 401 હેશટેગ` (*401#) ડાયલ કર્યા પછી તમને અજાણ્યો નંબર પર કૉલ કરવાનું કહેવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે આપી ચેતવણી
- કૉલ ફોર્વડિંગ સ્કેમ વિશે કર્યો ખુલાસો
- ભૂલથી પણ 401 નંબર ડાયલ કરવો નહીં
Call Forwarding Scam: ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) એ ગુરુવારે યુઝર્સને દુર્ભાવનાપૂર્ણ ઇરાદા સાથે કરવામાં આવેલા અજાણ્યા ફોન કૉલ્સ અંગે સલાહ આપી છે. આમાં, દેશના કરોડો મોબાઇલ વપરાશકર્તાઓને નવી પદ્ધતિ વિશે ચેતવણી આપવામાં આવી છે. દૂરસંચાર વિભાગે લોકોને આવા ઇનકમિંગ કૉલ્સથી સાવચેત રહેવા કહ્યું છે, જેમાં `સ્ટાર 401 હેશટેગ` (*401#) ડાયલ કર્યા પછી તમને અજાણ્યો નંબર પર કૉલ કરવાનું કહેવામાં આવે છે. આનાથી સ્કેમર્સને યુઝર્સના તમામ ઇનકમિંગ કૉલ્સને ઍક્સેસ કરવાની મંજૂરી મળે છે અને છેતરપિંડી (Call Forwarding Scam)માટે તેનો ઉપયોગ કરી શકાય છે.