Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નાનાં બાળકોને વધુપડતી સ્ક્રીન જોવાને કારણે સૂકી આંખની તકલીફ થઈ શકે છે

નાનાં બાળકોને વધુપડતી સ્ક્રીન જોવાને કારણે સૂકી આંખની તકલીફ થઈ શકે છે

Published : 03 September, 2026 04:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકોમાં વધતો સ્ક્રીન-ટાઇમ અને ઊંઘની કમી ડ્રાય આઇનું કારણ બની શકે છે. જાણો ડ્રાય આઇના લક્ષણો, કારણો અને બાળકની આંખોને સ્વસ્થ રાખવાના ઉપાયો.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


હમણાં મારા ક્લિનિકમાં ૧૨ વર્ષના દીકરાને લઈને તેના પેરન્ટ્સ આવ્યા હતા. લાલ આંખો અને આંખમાં સતત ખંજવાળની તેની ફરિયાદ હતી. આંખમાં તેને સતત કશુંક ખૂંચ્યા કરતું હતું. અમે ચેક કર્યું ત્યારે સમજાઈ ગયું કે બાળકને ડ્રાય આઇઝની તકલીફ છે. આજકાલ બાળકો જેટલો સમય સ્ક્રીન પર વિતાવે છે એમાં આ તકલીફ આવવી ખૂબ જ સહજ છે. માતા-પિતા ઇચ્છવા છતાં બાળકો પાસેથી સ્ક્રીન છોડાવી શકવામાં અસમર્થ સાબિત થઈ રહ્યાં છે, કારણ કે તેમને ખુદને સ્ક્રીનની એટલી આદત છે કે ન તેઓ મૂકી શકે છે કે ન બાળકોની સ્ક્રીનની આદત છોડાવી શકે છે અને એના બદલામાં આવતી તકલીફોમાં આંખ સૂકી થઈ જવી પણ એક ગંભીર તકલીફ છે. 
ડ્રાય આઇનો પ્રૉબ્લેમ બાળકોને થઈ શકે છે. જોકે વયસ્ક લોકો જેટલો એ કૉમન નથી બાળકોમાં. તમારા બાળકને ડ્રાય આઇ હોવાની શક્યતા છે, કારણ કે તમે કહો છો કે બાળક સ્ક્રીન સામે જ રહે છે. છેલ્લાં અમુક વર્ષોમાં બાળકોના જીવનમાં બધું જ ઑનલાઇન થઈ ગયું છે જેને લીધે સ્ક્રીન-ટાઇમ ખૂબ વધી ગયો છે. આ સિવાય એક બીજી તકલીફ છે જેને લીધે ડ્રાય આઇ થઈ શકે છે અને એ છે ઊંઘ બરાબર ન થવી. બાળકોમાં આ બન્ને તકલીફો છેલ્લા એક-દોઢ વર્ષમાં વધી ગઈ છે એટલે જે એ લોકોમાં ઓછી જોવા મળતી હતી એ તકલીફ પણ હવે શરૂ થઈ ગઈ છે. આપણે જ્યારે કોઈ પણ સ્ક્રીનને જોઈએ છીએ અને એ રસની વસ્તુ હોય તો ઑટોમૅટિક આપણે આંખ પટપટાવવાનું ભૂલી જતા હોઈએ છીએ. એને લીધે આંખ સાફ થતી નથી અને એ સૂકી થતી જાય છે. આ પ્રક્રિયા વારંવાર બનતી જાય છે ત્યારે વ્યક્તિને ડ્રાય આઇનો પ્રૉબ્લેમ થઈ જાય છે. આ માટે કોઈ ડ્રૉપ નાખવાની જરૂર નથી. પહેલી જરૂર છે કે તેને ડૉક્ટર પાસે લઈ જઈને તેની આંખનું પ્રૉપર ચેક-અપ કરાવો. બીજું એ કે તમારા બાળકોને ટીવી, ટૅબ્લેટ, સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સ નિયંત્રિત સમય માટે જ વાપરવા દો. સતત ઍર-કન્ડિશનમાં રહેવાનું છોડો. સ્કૂલ કે ક્લાસ સિવાયનો સમય મોબાઇલ અને કમ્પ્યુટરની સામે બાળક બેઠું ન રહે એનું ધ્યાન રાખો. દર એક મિનિટમાં ૩-૪ વાર પલકારા મારી શકાય એની કાળજી રાખવી. આ ઉપરાંત ઑમેગા 3 ફૅટી ઍસિડયુક્ત ખોરાક ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીનાં બીજ, અખરોટ, સોયાબીન, તોફુ, કોલી ફ્લાવરનું શાક વગેરેનો ઉપયોગ રોજબરોજના ખોરાકમાં કરવો. દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી પીવું. આ ખોરાક અને પાણી આંસુના નિર્માણમાં ઉપયોગી બનશે.

-ડૉ. હિમાંશુ મહેતા


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK