તાજેતરમાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા બે ફૂડ લેબલનો અર્થ સમજાવતી ગાઇડલાઇન બહાર પાડી છે
એક્સપાયરી ડેટ
જ્યારે કોઈ ચીજ ખરીદીએ ત્યારે એના પર બે પ્રકારની ઇન્સ્ટ્રક્શન લખેલી હોય છે. ક્યારેક એક્સપાયરી ડેટ લખેલી હોય છે તો ક્યારેક બેસ્ટ બિફોર ડેટ લખેલી હોય છે. તાજેતરમાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા બે ફૂડ લેબલનો અર્થ સમજાવતી ગાઇડલાઇન બહાર પાડી છે. જ્યારે કોઈ ફૂડ-આઇટમના પૅકેટ પર બેસ્ટ બિફોર ડેટ હોય એનો મતલબ એ છે કે જે-તે ફૂડની ક્વૉલિટી, ફ્લેવર, ક્રિસ્પિનેસ કે સૉફ્ટનેસ પહેલાં જેટલી નહીં રહે. જ્યારે એક્સપાયરી ડેટનો મતલબ થાય કે એ તારીખ પછી એ ફૂડ-આઇટમ વાપરવાનું સેફ નથી.
કેટલાક ફૂડમાં ખૂબ ઝડપથી બૅક્ટેરિયલ ગ્રોથ થઈ જતો હોવાથી એક્સપાયરી ડેટથી ખબર પડેે કે ક્યારે એ ચીજ વાપરવાનું સેફ નથી. FSSAIએ બહાર પાડેલા નિર્દેશ મુજબ ફૂડ-પ્રોડક્ટ ખરીદતી વખતે હંમેશાં બે ડેટ ચેક કરવી. એક મૅન્યુફૅક્ચરિંગ ડેટ એટલે કે પ્રોડક્ટ એ દિવસે બની છે. બેસ્ટ બિફોર ડેટ બતાવે છે કે તમે ક્યાં સુધીમાં એ ફૂડ આઇટમ યુઝ કરશો તો પર્ફેક્ટ ટેસ્ટ અને ફ્લેવરમાં મળશે. બેસ્ટ બિફોર ડેટ વીતી ગયા પછી પણ તમે એ ખાઈ શકશો, પરંતુ એના ટેસ્ટમાં ઓટ આવી હોય એવું બની શકે છે. એવું જરાય નથી કે એ પછી ફૂડ ખાવાલાયક નથી રહ્યું. જ્યારે એક્સપાયરી ડેટ પછી એ ચીજ ખાવાથી તમારી હેલ્થ જોખમમાં મુકાઈ શકે છે.’

